________________
અનુપ્રેક્ષાકિરણ ૫
સહાય કરે તે સાધુ
સહાય કરે તે સાધુ. સહાય તે જ કરે કે જે પ્રેમથી ભરપૂર હોય, ઈષ્ય-અસૂયાથી રહિત હોય અને દ્વેષના લેશથી મુક્ત હોય.
સાધુનું મુખ્ય લક્ષણ ક્ષમા છે. ક્ષમાધર્મ પ્રેમથી જ શક્ય છે. પ્રેમ કરવામાં ન્યાયબુદ્ધિ છે, વિશિષ્ટમતિ છે, નિરાગ્રહવૃત્તિ છે અને તત્ત્વમાર્ગે દઢપણે ટકી રહેવાની આત્મશક્તિ છે.
પ્રેમધર્મ જેવી મહાન વસ્તુ સાધવા માટે જે વિશિષ્ટ શક્તિઓ જોઈએ તે ચાર છે. ૧. નિરાગ્રહવૃત્તિ ૨. વિશિષ્ટ મતિ. ૩. ન્યાયબુદ્ધિ. ૪. ધ્યેય પ્રત્યે નિશ્ચળ રહેવાની આત્મશક્તિ. નિરાગ્રહવૃત્તિમાંથી એક શક્તિ પેદા થાય છે જે પ્રેમમાર્ગે જીવને ટકાવે છે.
એ જ રીતે મતિની નિપુણતામાંથી એક શક્તિ પેદા થાય છે જે જીવને પ્રેમતત્ત્વનું મહત્ત્વ સમજાવવામાં સહાય કરે છે.
ન્યાયબુદ્ધિની પણ તેટલી જ આવશ્યકતા છે કે જેના વિના પ્રેમનું મહત્ત્વ અંક્તિ થવું અશક્ય છે. એ બધું હોવા છતાં દઢતા ન હોય તોપણ આ માર્ગ પર ટકી શકાતું નથી. તેથી એ ચાર પ્રકારની શક્તિઓ જે જે ઉપાયોથી વિકસિત થતી હોય તે તે સઘળા ઉપાયોને શાસ્ત્રકારોએ “ધર્મમાર્ગ તરીકે સંબોધેલા છે.
એ ધર્મ જ અમૃત છે. કેમકે તેના પરિણામે પ્રેમરૂપી અમૃતના પરિપૂર્ણપાન માટે અધિકારી થવાય છે. દ્વેષ એ મૃત્યુ છે, પ્રેમ એ જીવન છે.
જીવનની ઇચ્છાવાળાએ પ્રેમરૂપી અમૃતનું સતત પાન કરવું જોઈએ, એ અમૃતના પાન વડે મૃત્યરૂપી વિષનું મારણ થાય છે.
જ્ઞાનશક્તિ એટલે વિશિષ્ટમતિ દર્શનશક્તિ એટલે નિરાગ્રહવૃત્તિ ચારિત્રશક્તિ એટલે ન્યાયબુદ્ધિ અને તપશક્તિ એટલે તિતિક્ષાવૃત્તિ
આ ચાર પ્રકારની આત્મશક્તિઓ વડે ધર્મ, પ્રેમ, આત્મૌપજ્યભાવ, પરમાત્મતત્ત્વ અને બ્રહ્માત્મક્યલક્ષ્યને સાધનાર હોવાથી સાધુ.
દાન-દયા જ્ઞાન અને ધ્યાન, એ સાધુનો ધર્મ છે.
દાન અને દયા એ બે આત્મૌપજ્યવૃત્તિને ટકાવનારા છે. જ્ઞાન અને ધ્યાન બ્રહ્માત્મઐક્યભાવને પુષ્ટ કરે છે. અનુસંધાન કરી આપે છે. શ્રી પંચપરમેષ્ઠિભગવંતોના પાંચ વર્ષો
શ્રી અરિહંતનો શ્વેતવર્ણ તેમનો સત્ત્વગુણ ઉપરનો વિજય સૂચવે છે. કેમ કે જ્ઞાત્તિ, દયા, સમતા આદિ ગુણો હોવા છતાં તેનો તેમને અહંકાર નથી.
૩૮૮
૩૮૮
રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org