SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ વસ્તુઓની પ્રાપ્તિ નમસ્કાર મંત્ર અને તેના પ્રથમપદના આરાધકને પ્રાપ્ત થાય છે તેથી તે હેતુ, સ્વરૂપ અને અનુબંધથી શુદ્ધ લક્ષણવાળું ધર્માનુષ્ઠાન બને છે. શાસ્ત્રોમાં ધર્મનું સ્વરૂપ નીચે મુજબ કહ્યું છે - वचनायदनुष्ठानमविरुद्धायथोदितम् । मैत्र्यादिभावसंयुक्तं तद्धर्म इति कीर्त्यते ।। પૂર્વાપર અવિરુદ્ધ એવા વચનને અનુસરીને મૈત્રાદિ ભાવયુક્તયથોક્ત અનુષ્ઠાનને ધર્મ કહેલ છે. નવકારની આરાધના અવિરુદ્ધ વચનાનુસારી છે, સર્વ પ્રકારના ગુણસ્થાનકોએ રહેલા જીવોને તેમની યોગ્યતાનુસાર વિકાસ કરનારી છે તથા મૈત્રીપ્રમોદાદિ ભાવોથી સહિત છે. તેથી થોક્ત ધર્માનુષ્ઠાન બને છે અને તેનું ફળ આ લોકમાં અર્થ, કામ, આરોગ્ય, અભિરતિ અને પરલોકમાં મુક્તિ અને મુક્તિ ન મળે ત્યાં સુધી સદ્ગતિ, ઉત્તમ કુળમાં જન્મ અને સદ્ધોધ વગેરે અવશ્ય મળે છે. બીજી રીતે “નમો’ એ ધર્મનું બીજ છે, કેમ કે તેમાં સદ્ધર્મ અને તેને ધારણ કરનારા સપુરુષોની પ્રશંસાદિ રહેલાં છે. ધર્મચિત્ત્વનાદિ તેમાં અંકુર છે અને પરંપરાએ નિર્વાણરૂપ પરમ ફળ રહેલું છે તેથી તેનું આરાધન અત્યંત આદરણીય છે. તે માટે કહ્યું છે કે - वपनं धर्मबीजस्य, सत्प्रशंसादि तद्गतम् । तचिन्तायंकुरादि स्यात् फलसिद्धिस्तु निर्वृत्तिः “નમો અરિહંતાણં” એ પદના આરાધનામાં ધર્મબીજનું વપન, ધર્મચિન્તવનાદિ અકુરાદિ અને ફલસિદ્ધિરૂપી નિર્વાણ પર્યંતનાં સુખ રહેલાં છે. આગમ, અનુમાન અને ધ્યાનાભ્યાસ નમો’ પદથી ધર્મનું શ્રવણ, “અરિહં' પદથી ધર્મનું ચિંતન અને “તાણં' પદથી ધર્મની ભાવના થાય છે. શ્રત, ચિત્તા અને ભાવનાને અનુક્રમે ઉદય, પય (દૂધ), અને અમૃતતુલ્ય કહ્યાં છે. ઉદકમાં તૃષાને છિપાવવાની જે તાકાત છે, તેથી અધિક પયમાં અર્થાત્ દૂધમાં છે અને તેથી પણ અધિક અમૃતમાં છે. ધર્મનું શ્રવણ વિષયની તૃષાને છિપાવે છે, ધર્મની ચિત્તવના આદિ તેથી પણ અધિક તૃષાને છિપાવે છે અને ધર્મની ભાવના-ધ્યાન-નિદિધ્યાસનાદિ વિષયતૃષાને સર્વાધિકપણે છિપાવે છે. વિષયની તૃષા અને કષાયની સુધાને તૃપ્ત કરવાની તાકાત પ્રથમપદની અર્થભાવનામાં રહેલી છે, કેમ કે તેના ત્રણેય પદો વડે ધર્મના શ્રવણ-મનન-નિદિધ્યાસનાદિ ત્રણેય કાર્યો સિદ્ધ થાય છે. ધર્મની અને યોગની સિદ્ધિ માટે જે ત્રણ ઉપાયો શાસ્ત્રકારોએ દર્શાવ્યા છે, તે ત્રણેયની આરાધના પ્રથમપદની આરાધનાથી થાય છે. તે માટે યોગાચાર્યોએ કહ્યું છે आगमेनानुमानेन ध्यानाभ्यासरसेन च । त्रिधा प्रकल्पयन् प्रज्ञां, लभते योगमुत्तमम् ॥ આગમ, અનુમાન અને ધ્યાનાભ્યાસનો રસ એ ત્રણેય ઉપાયોથી પ્રજ્ઞાને જ્યારે સમર્થ બનાવવામાં આવે છે, ત્યારે ઉત્તમ એવા યોગની અથવા ઉત્તમ પ્રકારે યોગની એટલે મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે. યોગ વડે જે મોક્ષની સાધના કરવાની હોય છે તે યોગ અને મોક્ષ એ બન્નેની આગમના શ્રવણ વડે પ્રથમ શ્રદ્ધા થાય છે. પછી અનુમાન-યુક્તિ આદિના વિચાર વડે પ્રતીતિ થાય છે અને છેલ્લે ધ્યાન-નિદિધ્યાસન વડે સ્પર્શનાપ્રાપ્તિ થાય છે. આગમ, અનુમાન, ધ્યાન અથવા શ્રુત, ચિન્તા અને ભાવના એ અનુક્રમે શ્રવણ, મનન અને નિદિધ્યાસનના જ પર્યાયવાચક શબ્દો છે અને તે ત્રણેય અંગોની આરાધના પ્રથમપદની અર્થભાવનાયુક્ત આરાધના વડે થાય છે. ધર્મકાય, કર્મકાય અને તત્ત્વકાયઅવસ્થા તીર્થકરોની ધર્મકાય, કર્મકાય અને તત્ત્વકાય એમ ત્રણ અવસ્થા હોય છે. તેને શાસ્ત્રની પરિભાષામાં ૨પર રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy