________________
અનુક્રમે પિંડસ્થ, પદસ્થ અને રૂપાતીત નામથી સંબોધવામાં આવે છે.
ધર્મકાય અથવા પિંડસ્થઅવસ્થા પ્રભુની સમ્યકત્વપ્રાપ્તિ અનંતર થતી ધર્મ સાધનાને કહેવામાં આવે છે. થાવતુ છેલ્લા ભવની અંદર પણ જ્યાં સુધી ઘાતી કર્મનો ક્ષય થતો નથી ત્યાં સુધી તેમની જન્માવસ્થા, રાજ્યાવસ્થા અને ચારિત્ર ગ્રહણ કર્યા બાદ કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધીની છબાવસ્થાની આરાધના એ ધર્મકાય અવસ્થા કહી છે. ત્યાર બાદ ઘાતકર્મનો ક્ષય અને કૈવલ્યની પ્રાપ્તિ થયા બાદ ધર્મતીર્થની સ્થાપના, નિરન્તર ધર્મોપદેશાદિ વડે પરોપકારની પ્રવૃત્તિ તે કર્મકાય અવસ્થા છે અને યોગનિરોધરૂપ શૈલેશીકરણને તત્ત્વકાય અવસ્થા કહી છે.
એ ત્રણેય અવસ્થાનું ધ્યાન અને આરાધન નવકારના પ્રથમપદની આરાધનાથી થાય છે. તેમાં “નમો’ પદ ધર્મકાયઅવસ્થાનું પ્રતીક બને છે. “અરિહં' પદ કર્મકાયઅવસ્થાનું પ્રતીક બને છે અને “તાણં' પદ તત્ત્વકાયઅવસ્થાનું પ્રતીક બને છે.
એ રીતે પ્રભુની પિંડસ્થ, પદસ્થ અને રૂપાતીત અવસ્થાઓની આરાધનાનું સાધન નવકારના પ્રથમપદ વડે થતું હોવાથી પ્રથમપદનો જાપ, ધ્યાન અને અર્થચિન્તન પુનઃ પુનઃ કરવા લાયક છે. અમૃતઅનુષ્ઠાન
પ્રથમપદ વડે પરમાત્માની સ્તુતિ, પરમાત્માનું સ્મરણ અને પરમાત્માનું ધ્યાન સરળતાથી થઈ શકે છે. નામપ્રહણ વડે સ્તુતિ, અર્થભાવન વડે સ્મરણ અને એકાગ્રચિન્તન વડે ધ્યાન થઈ શકે છે.
શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણા અને અનુપ્રેક્ષા વડે થતાં પ્રભુસ્તુતિ, સ્મૃતિ અને ધ્યાન અનુક્રમે બોધિ, સમાધિ અને સિદ્ધિનું કારણ બને છે.
નમો અરિહંતાણં' એ પદ યોગની ઈચ્છા, યોગની પ્રવૃત્તિ, યોગનું ધૈર્ય અને યોગની સિદ્ધિ કરાવે છે, એટલું જ નહિ પણ પ્રીતિ-ભક્તિ-વચન અને અસંગ એ ચારેય પ્રકારના અનુષ્ઠાનની પ્રાપ્તિ કરાવી નિર્વિઘ્નપણે જીવોને મોક્ષમાં લઈ જાય છે.
યોગનાં પાંચ અંગો-જેમ કે સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને અનાલંબન તથા આગમોક્ત યોગની તચ્ચિત્ત, તન્મન, તલ્લેશ્ય, તદધ્યવસાય, તીવ્રઅધ્યવસાય, તપયુક્ત, તદર્પિતકરણ અને તદ્ભાવનાભાવિત પર્યંતની આઠ અવસ્થા પ્રથમપદના આલંબન વડે સિદ્ધ કરી શકાય છે.
દ્રવ્યક્રિયાને ભારક્રિયા બનાવનારી અને તહેતુ અનુષ્ઠાનને અમૃતઅનુષ્ઠાન બનાવનારી શાસ્ત્રકારોએ બતાવેલી ચિત્તવૃત્તિઓનું આરાધન પ્રથમપદના અવલંબન વડે થઈ શકે છે.
અર્થનું આલોચન, ગુણનો રાગ અને ભાવની વૃદ્ધિ એ ત્રણ ગુણ દ્રક્રિયાને ભાવક્રિયા બનાવે છે. તથા તદ્રતચિત્ત, શાસ્ત્રોક્તવિધાન, ભાવની વૃદ્ધિ, ભવનો ભય, વિસ્મય, પુલક અને પ્રધાનપ્રમોદ તે તહેતુ અનુષ્ઠાનને અમૃતઅનુષ્ઠાન બનાવે છે. તે માટે કહ્યું છે કે :
તર્ગત ચિત્તને સમય વિધાન, ભાવની વૃદ્ધિ ભવભય અતિ ઘણો જી;
વિસ્મય પુલક પ્રમોદ પ્રધાન, લક્ષણ એ છે અમૃત ક્રિયા તણોજી. ભાવપ્રાણાયામનું કાર્ય
નમો પદ બાહ્ય ભાવનો રેચક કરાવે છે, આંતરભાવનો પૂરક કરાવે છે અને પરમાત્મભાવનો કુંભક કરાવે છે, તેથી તે ભાવપ્રાણાયામનું કાર્ય પણ કરે છે.
ભાવપ્રાણાયામ જ્ઞાનાવરણનો ક્ષય તથા યોગના ઉપરના ધ્યાનાદિ અંગોની સિધ્ધિ કરાવનાર હોવાથી માત્ર શરીરસ્વાથ્યને સુધારનાર દ્રવ્યપ્રાણાયામની અપેક્ષાએ ઉત્કૃષ્ટ છે અને તેનું આરાધન પ્રથમપદના આલંબનથી. સુંદર રીતે થતું હોવાથી પ્રથમ પદ અત્યંત ઉપાદેય છે.
આગમોમાં નમસ્કારપદનો અર્થ નીચે મુજબ કહ્યો છે :
અનુપ્રેક્ષાકિરણ ૧
૨૫૩ પS
૨૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org