________________
sssssssssssssssssssssssssssssssssssssss
ssssssss
સંપાદકીયની કલમે....! બીજી આવૃત્તિ.
s
,
અનંત આત્માઓ જે નવકારનું સ્મરણ કરીને પરમપદને પામ્યા ભવિષ્યમાં અનંત આત્માઓ જે નવકારનું સ્મરણ કરીને પરમપદને પામવાના છે અને વર્તમાનમાં અનેક આત્માઓ જે નવકારનું સ્મરણ કરીને મહાવિદેહ-ક્ષેત્રમાંથી પરમપદમાં જઈ રહ્યા છે. તેજ નવકારનું સ્મરણ કરવાનું સદ્ભાગ્ય આપણને પણ મળ્યું છે. નવકારના ગુણનું તો કેવલીભગવંતો પણ પુરૂ વર્ણન કરી શક્તા નથી. એવો નવકારનો મહિમા છે.
એ નવકારમાં શું છે? એવા કયા તત્ત્વો છે? એ આત્માને કેવી રીતે શુદ્ધ કરે છે ? અને પરમપદને પમાડવા કેવી રીતે સમર્થ થાય છે ? તે અંગે પૂજ્યપાદ અધ્યાત્મયોગી પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યે ઘણા લેખોમાં ચિંતનો લખેલા, તે આ ગ્રંથમાં પ્રકાશિત કરાયા હતા. એ વાતનો આનંદ છે કે પ્રથમ આવૃત્તિ ફકત છ મહિનાની અંદર જીજ્ઞાસુ ભાવિકો પાસે પહોંચી ગઈ.
| નવકાર મહામંત્રનો મૌલિક અર્થ-ભાવાર્થનું જ્ઞાન તે પણ સ્વ-જીવન સાથે અનુભવ પૂર્વકના ચિંતન-મનન-અનુપ્રેક્ષા દ્વારા લખાયેલ હોવાથી આ ગ્રંથ સૌને અતિ પ્રિય બની ગયો. સતત માંગણી ચાલુ રહી તેથી તરત જ બીજી આવૃત્તિનું પ્રકાશન ઓફસેટમાં કરાવવાનો નિર્ણય થયો.
પ્રથમ આવૃત્તિમાં વ્યાકરણ શુદ્ધિ વગેરેમાં જે ખામી હતી તે પરમપૂજ્ય વ્યાકરણાદિ તથા શબ્દ-ઉચ્ચારણ શુદ્ધિના પ્રખર જ્ઞાતા તથા હિમાયતી પરમપૂજ્ય મુનિરાજ શ્રી હિતવિજયજી મહારાજે એમના ઘણા પ્રકાશનોના જરૂરી કાર્યો વચ્ચે પણ ખામી દૂર કરી આપી. તથા પ્રેસ અંગે તેજસ પ્રિન્ટર્સવાળા સુશ્રાવક હસમુખ સી. શાહે વ્યવસ્થા કરી અને પ્રુફ સંશોધનમાં સુશ્રાવક કે. ડી. પરમાર સહાયક બન્યા.
કેટલા ભાવિકોનું સૂચન હતું કે વિષયવાર સૂચી બનાવાય તો સૌને વધુ અનુકૂળ રહે. તેથી જનરલ વિષયવાર સૂચી માતૃહૃદયા સ્વર્ગસ્થ સાધ્વીજી કુમુદશ્રીજી મહારાજના સાધ્વીજી મહારાજેએ કરી આપી. એ રીતે ઘણાના સાથ સહકારથી આ કાર્ય પૂર્ણ થઈ રહ્યું છે. તેથી પ્રથમ આવૃત્તિ તથા બીજી આવૃત્તિમાં સહાયક બનેલ સર્વ મહાત્માઓ તથા શ્રાવકોની સ્મૃતિ થયા વિના રહેતી નથી.
આ આવૃત્તિમાં પ્રથમ આવૃત્તિનું જ મેટર છે. વધારો કે ઘટાડો કરેલ નથી. જેથી સૌને એક સરખું વાંચન મળી શકે. પરંતુ કોમ્યુટરમાં કમ્પોઝ થવાથી પ્રથમ આવૃત્તિ કરતા આ બીજી આવૃત્તિમાં પેજ ઓછા થયા છે.
પૂજ્યશ્રીનું જ્યાં સુધી પ્રત્યક્ષ અસ્તિત્વ હતું ત્યાં સુધી નાદુરસ્ત તબીયતમાં પણ સતત સ્વ-આરાધનાની સાથે પરોપકાર કરતા જ રડ્યા અને તે પણ સર્વ નય સાપેક્ષ રહીને, એટલે આજે એમના ચિંતન લેખો કે પત્રો સૌને જાણે પોતાજ માટે હોય તેવો અનુભવ કરાવે છે.
પૂજ્યશ્રીના આ સાહિત્ય રત્નોના ખજાનાને પામવા આપણે સૌ સદ્ભાગી બન્યા. આ આપણો જબ્બર પુણ્યોદય છે. આ સાહિત્યના વાંચન દ્વારા સમ્યફદર્શન અને સમ્યકજ્ઞાનની શુદ્ધિ કરતાં-કરતાં સમ્મચારિત્ર પામી સમ્યફપરિણામની ધારામાં આગળ વધી સમ્યકપદ એવા સિદ્ધપદને પામીએ...
Sત્રલોક્યદીપક-મહામંત્રાધિરાજ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org