________________
ચૈતન્યની ઉપાસના
ચૈતન્યના એક અંશની પણ હીલના અનંતચૈતન્યની આશાતના છે. ચૈતન્યના એક અંશનું પણ બહુમાન સર્વચૈતન્યની ભક્તિરૂપ છે.
શ્રી પંચપરમેષ્ટિભગવંતોનું બહુમાન પણ ચૈતન્યના બહુમાનના કારણે છે, કેમકે ૫૨મેષ્ઠિભગવંતોને ૫રમેષ્ટિપદની પ્રાપ્તિ ચૈતન્યની ભક્તિના પરિણામ છે.
૫૨મેષ્ઠિઓની અભક્તિ, અબહુમાન, ઉપેક્ષા કે માધ્યસ્થ્ય એ ચૈતન્યની જ અભક્તિ, અબહુમાન, અવજ્ઞા કે આશાતનારૂપ છે.
एगम्म पूईए सव्वे ते पूईया होन्ति । एगम्मि हीलिए सव्वे ते हीलिया होन्ति ॥
આ ન્યાય તીર્થંકરો, સિદ્ધો, સાધુઓ કે ધર્મના કોઈપણ અંગને લાગુ પડે છે.
એકની હીલનાથી સર્વની હીલના અને એકની પૂજાથી સર્વની પૂજા, તેની પાછળ પણ રહસ્ય તો ચૈતન્યના બહુમાનનું જ છે.
વિષયોને નમવાનું છોડીને પરમેષ્ટિભગવંતોને નમવું તેનો અર્થ જડને નમવાનું છોડીને ચૈતન્યભાવને નમવું
તે છે.
ચૈતન્યતત્ત્વની ઉપાસના એ જીવની મુક્તિનું કારણ છે. જડતત્ત્વની ઉપાસના જીવના બંધનનું કારણ છે. એકમાં વિવેક છે, બીજામાં અવિવેક છે. વિવેક એ પ્રકાશ છે, અવિવેક એ અંધકાર છે.
વિવેકી આત્મા ચેતનને નમે છે, અવિવેકી આત્મા જડને નમે છે.
વિવેક વિચા૨થી જન્મે છે અને વિચા૨ એ સત્યની શોધ છે.
સત્ય તે છે કે ‘જડ’ સુખરહિત છે અને ‘ચેતન' સુખનો આધાર છે.
ચેતનતત્ત્વ સુખભરપુર છે, જડતત્ત્વ સુખરહિત છે. ચેતનની ઉપાસનાથી હૃદયશુદ્ધિ થાય છે.
હૃદયશુદ્ધિ એટલે જીવો પ્રત્યે આત્મતુલ્યભાવ અને જડ પ્રત્યે આત્મભિન્નભાવ.
ચૈતન્યની ભક્તિ અને જડની અનાસક્તિ ઉપાદેય છે.
ચૈતન્યની સ્પૃહા અને જડની અસ્પૃહા એ કર્તવ્ય છે.
ધર્મ તેનું નામ છે કે જેના વડે ચૈતન્યતત્ત્વનું ધારણ, પોષણ અને શોધન થાય. એ ધર્મ સહુને સુખકારી છે. કોઈ એકને પણ અસુખકારી નથી. ધર્મ એ સાર્વજનિક ( સર્વનનેભ્યો હિત કૃતિ સાર્વનિઃ) વસ્તુ છે.
જે સર્વને પણ સુખ કરે તે ધર્મ છે. કોઈ એકને કરે અને એકને ન કરે તે ધર્મ નથી પણ પાપ છે. શ્રી નવકારનું ફળ
મનનરૂપી મલિન જળમાં ‘નમો અરિહંતાણં'ના જાપરૂપી કતકચૂર્ણ અર્થાત્ નિમર્લીચૂર્ણ સતત પડતું રહેવાથી તે સ્વચ્છ થતું જાય છે.
મનને સ્વચ્છ કરવાની પ્રક્રિયા એ જ પ્રથમપદના જાપનો પ્રધાન હેતુ છે. શ્રી નવકારમાં ચિત્તનું ચોંટવું એ જ મોટું ફળ છે. કહ્યું છે કે
महीयसामपि महान् महनीयो महात्मनाम् । अहो मे स्तुवतः स्वामी स्तुतेर्गोचरमागमत् ॥
અનુપ્રેક્ષાકિરણ પ
Jain Education International
For Private & Personal Use Only
શ્રી વીતરાગસ્તોત્ર-મહિમસ્તવ શ્લોક-૮
૪૦૭
www.jainelibrary.org