SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ:- અહો આશ્ચર્યની વાત છે કે મોટાથી પણ મોટા અને પૂજ્યોના પણ પૂજ્ય એવા આપ મારી સ્તુતિના વિષય બન્યા છો. जन्मवानस्मि धन्योस्मि, कृतकृत्योऽस्मि यन्मुहुःजातोऽस्मि त्वद्गुणग्रामरामणीयकलम्पटः ॥ શ્રી વીતરાગસ્તોત્ર-ભક્તિસ્તવ, શ્લોક-૯ અર્થ - મારો જન્મ સફળ છે, હું પુણ્યવાન છું, હું કૃતાર્થ છું, કારણ કે મારું મન જ હે પ્રભુ ! તમારા અગણિતગુણોના સમૂહની મનોહરતામાં વારંવાર લંપટ-લાલચુ બન્યું છે. આ વગેરે વાક્યો શ્રી નવકારના સાચા ફળને જણાવનારાં છે. પ્રભુમાં ચિત્ત લાગવું એ જ મોટું ફળ છે. પછીનું કાર્ય આપણે કરવાનું નથી, તે સ્વભાવથી જ થાય છે. આપણો પુરુષાર્થ તો શ્રી નવકારના અક્ષરોમાં અને અર્થમાં આપણા ચિત્તને પરોવવામાં છે. એક વખત ચિત્ત જો તે અક્ષરોના સ્મરણમાં અને અર્થના ધ્યાનમાં લીન થયું તો પછી જન્મ કૃતાર્થ થઈ ગયો, આ જન્મમાં મેળવવા લાયક મળી ગયું. શ્રી અરિહંત પરમાત્માના નમસ્કારમાં ચિત્તનો પ્રવેશ થવો એ જ અરિહંત બનવાની ઉત્તમ પ્રક્રિયા છે. વિવિધ ઉપમાઓ નમો રૂપી અગ્નિનો આત્મસુવર્ણની સાથે યોગ થતાં જ મલિનતા બળી જાય છે અને શુદ્ધિ, ઉજ્જવળતા વગેરે વિકસતાં જાય છે. અથવા મન તે તામ્ર છે અને “નમો” તે અગ્નિ અથવા પારસમણિ છે. અગ્નિથી મલસંકોચ અને મણિથી ઉજ્જવલીકરણ થાય છે, તેથી બંને ઉપમાઓ સાર્થક છે. મનરૂપી જળમાં “નમો'રૂપી તૈલબિન્દુ પડવાથી અરિહંતભાવ વડે મન વ્યાપ્ત થઈ જાય છે. નમો' એ છત્રનો દાંડો છે અને “અરિહંતાણં” એ મસ્તક પરનું છત્ર છે. શ્રી નવકારના અક્ષરો એકદેશવ્યાપી છે અને શ્રી નવકારનો ભાવ સર્વદેશવ્યાપી છે. સ્વાર્થને નમસ્કાર કરવો તે માનવદેહનું અપમાન છે. મનમાં રાગદ્વેષને રમવા દેવા તે વિશ્વહિતનું અપમાન છે. નમસ્કાર એટલે સ્વાર્થને નમાવવો અને પરમાર્થને નમવું. હું” ને સાથે લઈને કોઈ મોક્ષમાં ગયું નથી અને જવાનું પણ નથી. કેવળ સ્વાર્થના વિચારો પ્રાણોને દૂષિત કરે છે. દૂષિત થયેલા તે પ્રાણો ભાવદયા અને “ભાવદાન માટેની પાત્રતા ગુમાવી દે છે. સ્વાર્થ પાપને વધારનારો છે, માટે તેને ઘડાટવો જોઈએ. પરમાર્થ ભવ્યત્વનો વિકાસ કરનાર છે, માટે તેને વધારવો જોઈએ. વિષય-કષાયને નમવાથી સહજમળનું બળ વધે છે. શ્રી પંચપરમેષ્ઠિભગવંતોને નમવાથી તથાભવ્યત્વનું બળ વધે છે. ભાવથી અદરિદ્ર શ્રી નવકારને ગણનારો ભાવથી દરિદ્ર ન હોય. દરિદ્ર એટલે કૃપણ. કૃપણ એટલે પોતાની પાસે હોય તે વસ્તુને ભોગવે પણ નહિ અને અન્યને આપે પણ નહિ. ४०८ મૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy