SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ‘સર્વ જીવો સુખી થાઓ' એવો ભાવ આપવા માટેનું મન મળેલું હોવા છતાં, તેનો ઉપયોગ કરે જ નહિ તે ભાવકૃપણ છે. ભાવથી દરિદ્રી છે. શ્રી નવકારના ગણનારમાં તે દરિદ્રતા ટકતી નથી, કેમકે શ્રી પંચપરમેષ્ઠિભગવંતો મૈત્યાદિ ભાવથી ભરેલા છે. શ્રી અરિહંતો મૈત્ર્યાદિભાવોના આદ્યપ્રસારક છે, ઉત્પાત્ક છે, તે ભાવોને સકળ વિશ્વમાં વહેતા મૂકનારા છે. શ્રી સિદ્ધભગવંતો તે ભાવને સિદ્ધ કરનારા છે. શ્રી આચાર્યભગવંતો તે ભાવને આચરણમાં મૂકવા તથા મુકાવવા પ્રયત્નશીલ છે. શ્રી ઉપાધ્યાયભગવંતો તે ભાવને વિકસાવનારાં શાસ્ત્રોને ભણનારા તથા ભણાવનારા છે. શ્રી સાધુભગવંતો તે ભાવને મન, વચન અને કાયાથી સાધનારા છે. જેનું અંતઃક૨ણ મૈત્યાદિ ભાવથી વાસિત હોય, તેનું પુણ્ય ખૂટતું જ નથી. નવું પુણ્ય ધોધબંધ આવ્યા જ કરે છે. તેથી તેનું દ્રવ્યદારિદ્ર પણ ટકતું નથી. દ્રવ્યથી અને ભાવથી તે સદા સમૃદ્ધ રહે છે. તેથી જ કહેવાય છે કે ‘શ્રી નવકારને ગણનારો કદી દરિદ્રી હોતો નથી.’ મંત્રની ગૂઢશક્તિ ‘ૐૐ હ્રીં ઔં અર્હ’ નમઃ' એ સાત અક્ષરો, ‘નમો અરિહંતાણં' પદનું જ સંસ્કૃત રૂપાંતર છે. વળી ‘નમો અરિહંતાણં' પદના ગર્ભમાં ‘અયમાત્મા વ્રઘ’। ‘તત્ત્વમસિ અન્ન બ્રહ્માસ્મિ’। ‘સર્વે હસ્વિયં બ્રહ્મ’| ‘પ્રજ્ઞાનમાનવું બ્રહ્મ’| વગેરે વેદના મહાવાક્યો પણ અંતર્ભૂત થઈ જાય છે. મંત્રાક્ષરો ગૂઢ સાંકેતિકપદોથી યુક્ત હોય છે. તેને યોગ્ય અધિકારી જીવો આગળ જ ખોલવામાં આવે છે. અથવા દેવભક્તિ અને ગુરુભક્તિના પ્રભાવે સાધકના અંતઃકરણમાં તે તે અર્થો આપોઆપ ઊઘડી જાય છે. બધાં શાસ્ત્રોનાં અધ્યયનનો સાર અંતે દેહાત્મબુદ્ધિ ટાળી પરમાત્મબુદ્ધિ પેદા કરવી તે છે અને તેના ઉપાય તરીકે અંતરાત્મબુદ્ધિનો અધિકાર પ્રાપ્ત કરવાનો છે. હૃદયશુદ્ધિ થવાથી તે અધિકાર આવે છે. ‘નમો અરિહંતાણં' પદ દેહાત્મબુદ્ધિ ટાળી, અંતરાત્મબુદ્ધિ જગાડી, ૫રમાત્મબુદ્ધિ પ્રાપ્ત કરાવી આપે છે તેથી તે મહામંત્ર છે. ચૌદ પૂર્વધરોને પણ બધું છોડીને અંતે શરણ લેવા લાયક છે. એ જ એક મહામંત્રની આરાધનાથી તેઓ કૃતકૃત્ય થઈ જાય છે. આજ્ઞાપાલન પ્રભુની આજ્ઞાનું પાલન એટલે પરમેષ્ઠિનમસ્કારનું સતતધ્યાન અને સામાયિકની ક્રિયાનું સતતસેવન. એથી પ્રભુ પ્રસન્ન થાય છે, અર્થાત્ પ્રભુપ્રસન્નતાથી મળનારા પરમપદની પ્રાપ્તિ થાય છે. નમ્રતાની મહત્તા શ્રી નવકારમાં વૃત્તિની ક્રાન્તિ છે, દર્શનનું રૂપાંતર છે, દૃષ્ટિનું પરાવર્તન છે. શ્રી નવકાર વડે પોતાના અહંકારની ક્ષુલ્લકતા, ક્ષુદ્રતા, તુચ્છતા, હીનતા, લઘુતા દેખાય છે. પરમતત્ત્વની મહત્તા, ભવ્યતા, સારમયતા, ગુરુતરતા, ઉચ્ચતમતાનો ખ્યાલ આવે છે. અહંતાનો ફોડલો (ફોલ્લો) ફૂટી જાય છે અને મમતાનું પરુ નીકળી જાય એટલે જીવને શાન્તિ થાય છે. અનુપ્રેક્ષાકિરણ પ Jain Education International For Private & Personal Use Only ૪૦૯ www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy