SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મતત્ત્વ છે તેને જોવું. અરિહંતમાં આત્માને અને આત્મામાં અરિહંતને જોતાં શીખવું, અથવા અરિહંતમાં વિશ્વ અને વિશ્વમાં અરિહંત રહેલા છે તે જોવાનો અભ્યાસ પાડવો. અરિહંત એટલે સંકલ્પ-વિકલ્પરહિત શુદ્ધ અને સ્થિર આત્મતત્ત્વ અથવા રાગાદિ ભાવશત્રુઓને હણનાર અથવા પોતાનામાં બીજાઓ પ્રત્યે રહેલા શત્રુભાવને હણીને સમત્વભાવને મેળવનાર એવા શુદ્ધ આત્મતત્ત્વનું ચિંતન, સ્મરણ અને ધ્યાન કરવું તે પ્રથમપદનો ભાવાર્થ છે. “નમો”માં “” કાર છે અને “ૐ” કારમાં “નમો” છે. બિંદુ તે અરિહંત છે. બિંદુસ્વરૂપ અરિહંતના ધ્યાનથી કામનાઓ નાશ પામે છે અને આત્મા રાગ-દ્વેષથી મુક્ત થાય છે. “નમો અરિહંતા મંત્ર ૐકારમંત્રનું જ સ્ફટ સ્વરૂપ છે. “ એ મૌન સ્તુતિ છે, પરમાત્મતત્ત્વ સાથે આત્મતત્ત્વનું ગુહ્ય ભાષણ છે. નમસ્કાર પ્રણિપાતરૂપ છે. મન-વચન-કાયા ત્રણેયનો એકીસાથે આત્મતત્વમાં નમસ્કાર વડે સંનિપાત થાય છે મનને બહિર્મુખતાનો ત્યાગ કરાવી અંતમુર્ખતામાં લાવનાર અને તે દ્વારા પરમાત્મસમ્મુખ કરનાર કોઈપણ હોય તો તે “નમો' મંત્ર છે. નમો' મંત્ર વડે મનને ઇચ્છારહિત બનાવાય છે. અનૈચ્છિક બનવાથી તે નિર્બળ (Negative) બને છે અને આત્માને પ્રબળ (Positive) ઐચ્છિક બનાવવામાં આવે છે. આત્માની ઇચ્છામાં મનની ઈચ્છાઓ મેળવી દેવામાં આવે છે, તેથી આત્મતત્ત્વ જ પોતાનું સ્વયંભૂ શુભકાર્ય કરવા લાગે છે. “નમો’ વડે મન-વચન-કાયાને સ્થિર કરાય છે, ‘રિહંતા વડે મનને આત્મધ્યાને સ્થાપવામાં આવે છે અને તેના સતત રટણ, જપ અને ધ્યાન વડે આત્મરમણતા કરાય છે. આત્મરમણતા વડે દેહાધ્યાસ નાશ પામે છે અને આત્મા આત્મસ્વરૂપમાં લીન થઈ આત્મા વડે આત્માને આત્મામાં સ્થિર પણે જુએ છે. જિનાને નમસ્કાર કરનારો જેના જૈન એટલે જિનેશ્વરભગવંતનો અનુયાયી. સૌપ્રથમ તે “નમો અરિહંતાણં' પદ વડે શ્રી જિનેશ્વરભગવંતોને નમસ્કાર કરે છે. પછી આઠ કર્મોનો ક્ષય થયા બાદ સિદ્ધ નામે ઓળખાતો તેમનો અગર સામાન્ય કેવલિભગવાનનો વિશિષ્ટપર્યાય. તેને “નમો સિદ્ધાણં' પદ વડે નમસ્કાર કરે છે. ત્યાર બાદ જિનેશ્વરભગવાને પ્રરૂપેલા સિદ્ધાન્તો પ્રમાણે આચાર પાળનાર અને તેનો ઉપદેશ કરનાર આચાર્યોને “નમો આયરિયાણં' પદ વડે નમસ્કાર કરે છે. ત્યાર પછી તે સિદ્ધાન્તોને ભણનાર અને ભણાવનાર ઉપાધ્યાયોને “નમો ઉવન્ઝાયાણં' પદ વડે નમસ્કાર કરે છે. અંતે મોક્ષમાર્ગની પોતે સતત સાધના કરનારા અને મોક્ષાભિલાષી જીવોને મોક્ષમાર્ગમાં સહાય કરનારા સર્વ સાધુભગવંતોને “નમો લોએ સવ્વસાહૂણં' પદ વડે નમસ્કાર કરે છે. શ્રી નવકારમંત્રમાં એ પાંચેયને નમસ્કાર થાય છે. તેથી નવકારને ગણનાર તે જૈન એમ સિદ્ધ થાય છે. નમસ્કારમંત્રનો આરાધક તે જૈન, જિનશ્વરદેવનો અનુયાયી તે જૈન. જૈન એટલે જિનેશ્વરનો અનુયાયી, અનુયાયીનો અર્થ અનુસરનારો, નમનારો. જિનેશ્વરને નમનારો તે જિનેશ્વરનો અનુયાયી. ત્રિલોકચદીપક મહામંત્રાધિરાજ જ ક જલક * Cits Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy