________________
જિનેશ્વરના ઉપદેશને, આચારને, આચારના ફળસ્વરૂપ સિદ્ધપદને અને સિદ્ધપદની પ્રાપ્તિમાં સહાયભૂત થનાર સાધુવર્ગને આદર આપનારો, Æયના બહુમાનપૂર્વક મન-વચન-કાયાથી પ્રણામ કરનારો તે જૈન.
એ રીતે જૈનત્વની સાથે નવકારને અભેદ છે. જ્યાં નવકાર છે ત્યાં જૈનત્વ છે અને જ્યાં જૈનત્વ છે ત્યાં નવકાર છે. એકની હયાતીમાં બીજાની હયાતી છે અને એકના અભાવમાં બીજાનો અભાવ છે.
અથવા જૈન એટલે એક માત્ર જિનને જ દેવ માનનારો. જ્ઞાન-દર્શન-ચારિત્ર વડે રાગ-દ્વેષ-મોહને જીતનાર તે જિન. નિશ્ચયનયથી આત્મા જ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ છે. તેથી આત્મા વડે આત્મભાવ ઉપર વિજય મેળવનાર તે જિન. તેનું જ પૂજન-ધ્યાન-અર્ચન કરનાર તે જૈન. જિનના પૂજન દ્વારા નિત્ય શુભધ્યાનમાં રહેનારો તે જૈન.
એ રીતે જૈનત્વની વ્યાપ્તિ વ્યવહારથી પંચપરમેષ્ઠિની ભક્તિમાં અને નિશ્ચયથી આત્મસ્વરૂપની પ્રાપ્તિમાં રહેલી છે. જ્ઞાનક્રિશ્ચાઉભચરવરૂપ નવકાર - દરેક જૈનને નવકારમંત્ર મુખપાઠ કરવાનો હોય છે. અન્યસૂત્રો જો ન આવડે તો બીજાઓએ બોલેલાં સાંભળીને પણ ચાલી શકે, પરન્તુ નવકારમંત્ર તો પોતે જ બોલવો જોઈએ એવો નિયમ છે, તેથી નવકારને જાણે તે જૈન અને નવકારને ગણે તે જૈન. એમ જ્ઞાનક્રિયાઉભયસ્વરૂપ મોક્ષમાર્ગનું આરાધન પ્રત્યેક જૈનમાં રહેલું છે.
નવકારથી સર્વપાપોનો નાશ થાય છે અને તેથી સર્વમંગલોમાં શ્રેષ્ઠ મંગલનો લાભ થાય છે. આઠ કર્મો એ પાપ છે અને એ જ સર્વદુઃખોનું મૂળ છે. અનંત ચતુષ્ટય એ મંગલ છે અને તે જ અવ્યાબાધ સુખનું કારણ છે. તેથી સર્વપ્રયોજનોનું પ્રયોજન, દુઃખનો આત્યંતિકક્ષય અને અવ્યાબાધ સુખની પ્રાપ્તિ છે. દુઃખનો ક્ષય કર્મના ક્ષયથી છે, કર્મક્ષય ચિત્તસમાધિ વડે થાય છે અને ચિત્તની સમાધિ બોધિલાભ વડે પ્રાપ્ત થાય છે.
બોધિ ત્રણ પ્રકારની છે. દર્શનબોધિ, જ્ઞાનબોધિ અને ચારિત્રબોધિ. એ ત્રણેય પ્રકારની બોધિના સ્વામી જિનેશ્વરો છે. તેઓને પ્રણામ કરવાથી બોધિલાભ થાય છે. અરિહંતનું શરણ લેવાના અધિકારી કોણ?
શ્રી આચારાંગસૂત્રમાં કહ્યું છે કે“ નાનં તે તાપ વા સરવા | ’ ધન, માલ અને કુટુંબ તારા ત્રાણ-રક્ષણ માટે સમર્થ નથી, તારા શરણ માટે સમર્થ નથી.
ત્રાણ એટલે દુઃખ, આપત્તિ અને વિટંબણાઓથી બચાવવાનું સામર્થ્ય તથા શરણ એટલે સુખ, શાન્તિ, સંપત્તિ અને સ્વસ્થતા આપવાનું સામર્થ્ય.
તે સામર્થ્ય કુટુંબાદિમાં નથી પણ અરિહંતાદિમાં છે.
પ્રભુનું શરણ સ્વીકારવું એટલે એક માત્ર પ્રભુનું જ ત્રાણ અને શરણ આપવાની શક્તિ છે એમ શ્રદ્ધાપૂર્વક માનવું.
પ્રભુ એટલે પરમાત્મા. તે અનંતજ્ઞાન, દર્શન, શક્તિ અને લબ્ધિવાળા છે પ્રભુને તે બધું પ્રગટ છે અને પ્રભુના આલંબનથી-શરણથી જ તે શરણ લેનારમાં પ્રગટે છે.
પ્રભુના શુદ્ધ અને નિર્મળસ્વરૂપ ઉપર જ્યારે લક્ષ્ય ચોટે-લક્ષ્ય સ્થિર થાય ત્યારે તે કાર્ય સિદ્ધ થાય છે.
પ્રભુના નિર્મળસ્વરૂપ તરફ જે લક્ષ્ય જાય અને તેમાં જ ચિત્તથી સ્થિરતા થાય, તો દુઃખ આપત્તિ કે વિટંબણા સ્પર્શતી નથી, સુખ-સંપત્તિ અને સ્વસ્થતા સહજસિદ્ધ થાય છે.
અનુપ્રેક્ષાકિરણ ૪
૩૫
૩૬૫
N
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org