SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુનું શરણ લેવું એટલે તેઓના નિર્મળ અને ભવ્ય આત્મસ્વરૂપ તરફ લક્ષ્ય કેન્દ્રિત કરવું. અરિહંતનું શરણ અરિહંત બનવા માટે છે. તે શરણું લેવાના વાસ્તવિક અધિકારી તે છે કે જે ઈર્ષ્યા, અસૂયા, વૈર, વિરોધ, નિર્દયતા, નિષ્ફરતા, ક્રોધ, દ્રોહ, પરતપ્તિ અને પરદોષદષ્ટિ આદિ દોષોથી રહિત હોય. તે દોષો મૈત્રી, કરુણા, પ્રમોદ અને માધ્યય્યાદિ ભાવોથી જ ટળે છે. તેથી અરિહંતાદિનું ભાવથી શરણ લેવાના વાસ્તવિક અધિકારી મૈત્યાદિ ભાવવાળા જીવો બને છે. પાપભક્ષણ મંત્ર દરેક વસ્તુનું અસ્તિત્વ કાંઈ ને કાંઈ કાર્ય કરતું જ હોય છે. પૃથ્વી આધાર આપે છે, જળ મેલને કાપે છે, અગ્નિ શીતને હરે છે-કચરાને બાળે છે-અંધકારને હરે છે, વાયુ પ્રાણને ટકાવે છે, આકાશ અવગાહ આપે છે, અન્ન ભૂખ ભાંગે છે, વસ્ત્ર લાજ ઢાંકે છે, વિષ પ્રાણને હરે છે અને અમૃત પ્રાણને જિવાડે છે. એ રીતે જડ વસ્તુ જેમ પોતાની અર્થક્રિયા કરે છે, તેમ ચેતન વસ્તુઓ પણ અસ્તિત્વમાત્રથી પોતાનું કાર્ય કરે છે. જીવો પરસ્પર ઉપગ્રહ કરે છે. પરમેષ્ઠિઓ જીવમાત્ર પ્રત્યે કરુણાવંત હોવાથી જીવોનાં દુઃખોને દૂર કરે છે. તેઓનું સ્મરણમાત્ર જીવોનાં પાપોનું ભક્ષણ કરે છે. જીવમાત્ર પાપરહિત બને એ જ એક જેઓનું જીવનકાર્ય છે, તેવા અકારણવત્સલ, ભાવદયાના ભંડાર, પરમેષ્ઠિભગવંતોનું અસ્તિત્વમાત્ર, તેઓનાં નામ, આકૃતિ, દ્રવ્ય અને ભાવ વડે સ્વભાવથી જ અજ્ઞાનને ટાળે છે, મિથ્યાત્વનું નિવારણ કરે છે, કષાયને શમાવે છે, ઘોર પ્રમાદને હઠાવે છે અને મન-વચ-કાયાના ત્રણેય યોગો અને ત્રણેય કરણોને શુભમાં પ્રવર્તાવે છે. એવો મહાન ઉપકાર જેઓના અસ્તિત્વથી પ્રતિપળ વિશ્વ ઉપર થઈ રહ્યો છે, તે પરમેષ્ઠિઓ પ્રત્યે મારા બ્દયમાં જો ભક્તિ પ્રગટી શકતી નથી, તો મારું દય પાષાણ, લોહ અને વજથી પણ અતિ કઠોર છે એવો નિશ્ચય જેને થાય તેને નમસ્કારમંત્રની ભાવથી પ્રાપ્તિ થાય છે. એકવાર આ ભાવ જના ર્દયને સ્પર્શી જાય તેનું કરોડો ભવોએ જે કાર્ય સિદ્ધ ન થઈ શક્યું હોય તે આ એક જ ભવમાં સિદ્ધ થઈ જાય. અચિજ્યચિન્તામણિ નમસ્કારમંત્રા નમસ્કારમંત્ર તો અચિત્ત્વચિંતામણિ છે, કેમ કે મંત્રના અધિષ્ઠાતાઓનું અસ્તિત્વ છે, અસદ્ભાવ નથી. અસદ્ભાવવાળાઓના મંત્ર પણ કેવળ પોતાના આપેલા ભાવથી જ્યારે અદ્ભુત કાર્ય કરે છે-કરી રહ્યા છે, ધિષ્ઠાતાઓ જેનાં સદભાવરૂપે વિદ્યમાન છે. તેવા મહામંત્ર સાથે આપણો સમર્પણભાવ જે ભળી જાય તો સોનામાં સુગંધ મળ્યા બરોબર થાય. દરેક મંત્રમાં ચૈતન્ય પ્રગટાવવા માટે કોઈપણ પ્રક્રિયા હાથ આવવી જોઈએ. પછી તો પોતાની મેળે તે મંત્ર વ્યાપક બનતો જાય છે. એટલે આ કાળમાં પણ જો ગુરુગમ અને માર્ગદર્શન મળે તો અનુભવ મળી શકે તેમ છે. અનાદિ-અનંત નવકાર 'मन्यन्ते सत्क्रियन्ते परमपदे स्थिताः आत्मनः अनेनेति मन्त्रः ।। જે સૂત્ર વારંવાર મનન કરવા યોગ્ય હોય તે મંત્ર કહેવાય છે. વીતરાગપુરુષોએ કહેલાં સારભૂત વચનો અને તેના અભિધેય વિષયોનું અનન્યશ્રદ્ધાપૂર્વક ચિત્તન-મનન કરવું તથા તેઓની પ્રતિમા વગેરેનું આલંબન લઈને ધ્યાનસ્થ થવું અને છેવટે સર્વ બાહ્યઆલંબનોનો ત્યાગ કરીને નિજસ્વરૂપમાં નિમગ્ન થવું તે મંત્રયોગનું સાધ્ય છે. ૩૬૬ આ સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy