________________
દરેક વસ્તુની વર્તનાનો ખ્યાલ કાળથી જ આવે છે. પહેલાં સર્વશૂન્ય હતું, એમ જે કહેવામાં આવે તો પણ સર્વશૂન્યનો ખ્યાલ કાળ સિવાય સંભવતો નથી, તેથી કાળ અનાદિ-અનંત છે, નવકાર પણ કાળથી અનાદિ-અનંત છે.
નમસ્કારમંત્ર એ વિશ્વની એક સર્વશ્રેષ્ઠ વસ્તુ છે, કેમ કે તે નવપદ અને આઠ અધ્યયનાત્મક છે. જે ચિત્તને સારી રીતે અધ્યાત્મ તરફ લઈ જાય તે અધ્યયન અથવા બોધ અને સંયમ કે મોક્ષનો લાભ કરાવે તે અધ્યયન. વારંવાર મનનીયસૂત્ર તે મંત્ર
નમસ્કારની શિષ્ટાચાર તરીકે, નૈતિકતાના પ્રથમ સોપાન તરીકે અને ધર્મક્રિયાની અથવા સર્વસતુક્રિયાની સફળતાના બીજ તરીકે મોટી કિંમત છે.
નમસ્કાર સૂત્ર છે અને જે સૂત્ર વારંવાર મનનીય હોય તે મંત્ર પણ કહેવાય છે. ધર્મ તરફ લઈ જનારી મુખ્ય વસ્તુ નમસ્કાર છે.
નવકારમાં સંયુક્ત અક્ષરો સાત અને અસંયુક્ત અક્ષરો એકસઠ છે નવકારમાં વિભકત્યંત પદ વીશ છે અને શબ્દોનાં સમૂહાત્મક પદો નવ છે.
નવકારમાં સંપદા, અર્વાધિકાર અથવા અર્થમાં વિશ્રામસ્થાન આપ્યું છે. સંપદાને આલાપક એટલે સંબંધ ધરાવતા શબ્દોવાળો પાઠ પણ કહે છે.
પંચમંગલ શ્રી નમસ્કારશ્રુતસ્કંધના આઠ અધ્યયન છે. ચિત્તને જે અધ્યાત્મ તરફ લઈ જાય તે અધ્યયન, એવી પણ એક અધ્યયન શબ્દની વ્યુત્પત્તિ છે.
અર્થ એટલે અભિધેય-વાચ્યાર્થ, ભાવાર્થ અથવા રહસ્યાર્થ તેમ જ જ્ઞાનનો પ્રકાશ, ભાવમંદિરમાં પ્રવેશ કરવાનું મંગળદ્વાર અને આનંદરૂપી અનુપમ સરિતામાં વિહરવાની એક અદ્ભુત નાવ.
તપ, ત્યાગ અને સંયમનું સેવન કરી જે પરમપદે પહોંચેલા હોય તે પરમેષ્ઠિ કહેવાય છે. અર્થનું ચિંતન મનન કરતાં જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થાય છે, ભાવની વિશેષ વૃદ્ધિ થાય છે, આત્મિકઆનંદની અનુભૂતિ થાય છે અને અર્થચિતનપૂર્વક થતો મંત્રજાપ સકલ પાપનો શીઘ નાશ કરનાર થાય છે. મહામત્રની ભાવના
નમસ્કારમહામંત્રની આરાધના અચિજ્યપ્રભાવશાળી છે. તેમાં ધર્મની પ્રશંસા છે. પ્રશંસા તે બોધિ છે અને પ્રશંસાની પ્રશંસા તે બોધિબીજ છે.
નમસ્કારમંત્ર વડે વિનયગુણનું પાલન થાય છે, સંયમ અને તપધર્મને આરાધનારાઓનું બહુમાન થાય છે અને રત્નત્રયધરોની ભક્તિ અને સંસારત્યાગીઓનું ગૌરવ થાય છે. મોક્ષ, મોક્ષમાર્ગ અને મોક્ષમાર્ગના આરાધક પ્રત્યે આદર જાગે છે અને સંસાર, સંસારહેતુ અને તે હેતુના પણ હેતુઓ પ્રત્યે અનાદર જાગે છે.
નવકાર એ અનિત્યાદિ બારેય ભાવનાઓનો ભંડાર અને મૈથ્યાદિ ચારેય ભાવનાઓની ખાણ છે. ટૂંકમાં, જ્ઞાન, ક્રિયા અને ભક્તિ એ ત્રણનો સમુચ્ચય છે. વ્યાપક નમસ્કારભાવ
૧. સતતાભ્યાસ એ કર્મયોગ છે. ૨. વિષયાભ્યાસ એ ભક્તિયોગ છે. ૩. ભાવાભ્યાસ એ જ્ઞાનયોગ છે.
અનુપ્રેક્ષાકિરણ ૪
૩૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org