SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ આવે અને પરના કોપ-પ્રસાદાદિ ઉપર જ ધર્માધર્મ માની લેવામાં આવે તો રાગદ્વેષરહિત મુનિની સ્તુતિ આદિ કરવાથી પુણ્યાત્માને ધર્મ નહીં થાય અને આક્રોશાદિ કરવાથી દુષ્ટાત્માને અધર્મ નહિ થાય કારણ કે રાગ દ્વેષરહિત મુનિને સ્તુતિ સાંભળવાથી પ્રસન્નતા કે આક્રોશ સાંભળવાથી કોપ થતો નથી. વળી હિંસા, જૂઠ, ચોરી, પરદાર ગમનાદિ કાર્યોનું કોઈ ચિત્તમાં જ ચિંતવન કરે, તો તેનું પણ તેને ખરાબ ફળ મળવું જોઈએ નહિ. એ જ રીતે દયા દાન, બ્રહ્મચર્યાદિ ધર્મ કરવાની ઈચ્છા મનમાં થાય તેને શુભ ફળ પણ મળવું જોઈએ નહિ. કારણકે શુભ અગર અશુભ કાર્યનું ચિત્તમાં ચિત્તવન કરવા માત્રથી જે જે વ્યક્તિ વિષયક શુભ યા અશુભ ચિત્તવન થયું હોય છે, તે તે વ્યક્તિને કોપ યા પ્રસાદ થવાનો પ્રસંગ બનતો નથી. પરન્તુ હિંસાદિ ચિત્તવનારને અધર્મ અને દયાદિ ચિત્તવનારને ધર્મ થાય છે જ, માટે પરપ્રસાદ અને પરકોપથી જ ધર્માધર્મ થાય છે. એમ માનવું અઘટિત છે. કિન્તુ સ્વપ્રસાદ અને સ્વકોપથી જ ધમધર્મ થાય છે એમ માનવું એ યુક્ત છે. એમ નહિ માનવાથી એક ત્રીજે દોષ આવે છે. પરપ્રસાદ કે પરકોપથી જ જે ધર્મધર્મ થતા હોય તો દયા, દાન, બ્રહ્મચર્યાદિ ધર્મકૃત્ય કરનાર ઉપર પણ અનાર્ય અને દુર્જન આત્માઓ કોપયુક્ત રહે છે, તેથી તેઓનો ધર્મ નિષ્ફળ જવો જોઈએ એ જ રીતે હિંસા, જૂઠ, ચોરી આદિ અધર્મ કાર્યોને આચરનારાઓને જોઈને પણ તેવા પ્રકારના આત્માઓ આનન્દ પામે છે, તો તેવાઓના આનન્દથી તેમને અધર્મ નહિ થવો જોઈએ કિન્તુ ધર્મ થવો જોઈએ. એટલું જ નહિ પરતુ પરના કોપથી અધર્મ થતો હોય તો મોક્ષે ગયેલા આત્માઓનું પણ કોઈના કોપથી પતન થવું જોઈએ અને એમ થાય તો અકૃતાગમ અને કૃતનાશાદિ અસાધારણ દોષો આવીને ઊભા રહે. એ બધાં કારણોનો વિચાર કરતાં, ધર્માત્માએ એક સ્વપ્રસાદ માટે જ પ્રયત્ન કરવો જોઈએ. તે સ્વપ્રસાદ શ્રી જિન અને શ્રી સિદ્ધોની પૂજાથી અવશ્ય પ્રાપ્ત થાય છે. સ્વપ્રસાદનું ફળ અપ્રમેય છે, તેથી તે મેળવવા માટે શ્રી અરિહંતાદિની પૂજાનો પ્રયત્ન પરમ આવશ્યક છે. પ્રશ્ન:- શ્રી અરિહંત પરમાત્માઓ અને શ્રી સિદ્ધ પરમાત્માઓ તો વીતરાગ અને કૃતાર્થ હોવાથી તેમની પૂજા વાજબી છે, પરન્તુ શેષ આચાર્યાદિ ત્રણ તો રાગ-દ્વેષ-સહિત અને અકૃતાર્થ છે, તેથી તેમની પૂજા કે તેમને કરેલો નમસ્કાર સ્વપ્રસાદ યા મોક્ષને માટે કેવી રીતે થાય ? ધનનો અર્થી નિર્ધનની સેવા કરે તે કેમ ફળે? ઉત્તરઃ- વીતરાગ જેમ રાગ-દ્વેષરહિત છે, તેમ આચાર્યાદિ પણ વિદ્યમાન કષાયોનો નિગ્રહ કરનારા છે; તેથી તેઓ પણ વીતરાગની સમાન છે. વીતરાગ જેમ કૃતાર્થ છે તેમ આચાર્યાદિ પણ ઘણા અંશે કૃતકૃત્ય થયેલા છે, તેથી તેમની પૂજા પણ વીતરાગની પૂજાની જેમ ચિત્તની પ્રસન્નતાનું કારણ છે. વળી પૂજાનો આરંભ બીજાના ઉપકાર માટે નથી અને બીજાના ઉપકારથી પૂજાનું ફળ મળતું નથી. માત્ર સ્વપ્રસાદથી ફળ મળે છે અને આચાર્યાદિ કિંચિત્ અકૃતાર્થ છતાં સ્વપ્રસાદ એટલે સ્વપરિણામની વિશુદ્ધિ માટે થાય છે તેથી તેઓ પણ વીતરાગની જેમ પૂજ્ય છે. પ્રશ્ન:-પૂજ્ય ઉપર ઉપકારનો અભાવ છતાં પૂજ્યની પૂજા ફળદાયી કેમ? ઉત્તર - પૂજ્ય ઉપર ઉપકારનો અભાવ છતાં શ્રી જિનાદિકની પૂજા બ્રહ્મચર્યાદિકની જેમ શુભ ક્રિયા અને શુભ પરિણામની વૃદ્ધિનો હેતુ છે તેથી તે ફળદાયી છે. પર-દ્ભયગત મૈત્રી તદ્વિષયક જીવોને શું ઉપકાર કરે છે? અને દૂરસ્થ આત્માને અંગે થયેલો હિંસાદિકનો સંકલ્પ દૂર રહેલા આત્માને શું અપકાર કરે છે? અર્થાતુ કાંઈ જ નહિ, છતાં તે ઉપકાર અપકારરહિત મૈત્રી-હિંસાદિનો સંકલ્પ ધર્માધર્મનું કારણ બને જ છે. તેવી જ રીતે પૂજાદિનો સંકલ્પ પણ શ્રી જિનાદિને ઉપકાર કરનારો નહિ હોવા છતાં પણ ધર્મનું કારણ બને છે. પ્રશ્ન :- સાધુ આદિને દાન આપવામાં જે રીતે સ્વપર ઉભયને ઉપકાર થાય છે તે રીતનો ઉપકાર શ્રી જિનપૂજાદિકમાં થતો નથી, માટે શ્રી જિનપૂજા કરતાં સાધુ આદિના દાનથી અધિક ફળની પ્રાપ્તિ કેમ નહિ? AN નમસ્કારનું પ્રયોજન અને ફળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy