________________
હરણાદિ વખતે પરોપઘાતાદિ પરિણામ જ પુણ્ય-પાપનાં કારણ બને છે. તે પુણ્ય-પાપ બાહ્ય નિમિત્તની અપેક્ષા રાખે છે, કિન્તુ બાહ્ય નિમિત્તની અપેક્ષા રાખીને પણ રહે છે તો આત્મામાં અને કાળાન્તરે બાહ્ય નિમિત્તની અપેક્ષા રાખીને જ શુભાશુભ ફળને આપે છે તેથી તે ફળ પરકૃત કહેવાય છે. વસ્તુતઃ સ્વકૃત-કર્મ સિવાય બીજથી તે પ્રાપ્ત થતું નથી.
વળી જો તે ફળ બીજાથી પ્રાપ્ત થવા યોગ્ય છે એમ માનીએ તો જેણે ગ્રહણ અથવા હરણ કર્યું તે મોક્ષ અથવા કુગતિ પામે તે વખતે તે ફળ કોનાથી પ્રાપ્ત થાય? અર્થાત-કૃતના દોષ આવીને ઊભો રહે. જેને જે આપ્યું હોય તેણે તે આપવું જોઈએ અને જેનું હરણ કરાયું હોય તેનું તે હરણ કરે એ માન્યતા અયુક્ત છે. એમ માનવાથી દાનાદિ નહિ આપનાર સાધુને જન્માન્તરમાં ભૂખ્યા રહેવું પડે અને પોતાને જ જે ભૂખ્યા રહેવું પડે તો પૂર્વ જન્મમાં આપનાર દાતાને તો ક્યાંથી જ આપી શકે? એ જ રીતે પૂર્વ જન્મમાં કોઈનું ધનાદિ હરણ કરીને વર્તમાન જન્મમાં નિધન થયેલ આત્મા ધનરહિત હોવાથી પૂર્વભવના ધનવાન વડે તેની પાસેથી ધનનું હરણ શી રીતે કરાશે?
પ્રશ્ન:- અન્ય અન્ય જન્મોનાં દાન-હરણાદિથી બધું ઘટી જશે?
ઉત્તર :- એમ કહેવું પણ અઘટિત છે એમ માનવાથી અનવસ્થા (અપ્રામાણિક અનંત દાન-હરણાદિની કલ્પના) તથા સ્વર્ગમુક્તિ આદિ ફળોનો અભાવ પ્રાપ્ત થશે.
વસ્તુતઃ દાન દેનાર કે હરણ કરનાર આત્મા પોતાના અનુગ્રહ-ઉપઘાતરૂપ પરિણામથી જ સ્વયં ફળ પામે છે, તેમ અહીં પણ શ્રી સિદ્ધો અને શ્રી જિનોની પૂજાનું ફળ પૂજકના પોતાના પરિણામથી જ સ્વયં પ્રાપ્ત થાય છે. શ્રી જિને નમસ્કાર અને શ્રી જિન પૂજા-પરિણામની વિશુદ્ધિનો હેતુ હોવાથી દાનાદિ, ધર્મોની પેઠે નિરન્તર કરવા યોગ્ય છે અથવા તો શ્રી જિનનમસ્કાર અને પૂજા એ બંને મોક્ષમાર્ગના પ્રભાવક હોવાથી ધર્મકથનની માફક હંમેશાં કરવા યોગ્ય છે.
કોપ-પ્રસાદરહિત વસ્તુ ફળપ્રદ થતી નથી એમ કહેવું એ પણ સત્ય નથી. અન્નપાનાદિ વસ્તુ કોપ-પ્રસાદરહિત હોવા છતાં પણ ફળદાયી પ્રત્યક્ષપણે જણાય છે. અમૃત-વિષ, કનક-પાષાણ, મણિ-કાચ આદિ વસ્તુઓ કોપાદિરહિત છે, છતાં અનુગ્રહ અને ઉપઘાત માટે થાય છે.
પ્રશ્ન:- કોપ વગેરે હરણ – પ્રદાનાદિન નિમિત્ત છે કે નહિ?
ઉત્તર :- નિમિત્ત હોવા છતાં તે બાહ્ય કારણ છે. અંતરંગ કારણ તો સ્વકૃત કર્મ-પુણ્ય-પાપ સિવાય બીજું કોઈ નથી. રાજા આદિનો કોપ અને પ્રસન્નતા એ સ્વકૃત પુણ્યપાપનું જ ફળ છે. કારણ કે-કોપયુક્ત બનેલો કે પ્રસાદવાન બનેલો રાજા પણ સર્વ લોકોને સમાન ફળ આપનારો થતો નથી, પણ વિષમ ફળ આપનારો થાય છે અગર નિષ્ફળ પણ જાય છે. એ જ કારણે શ્રી અરિહંતાદિનો નમસ્કાર કે અરિહંતાદિની પૂજાનો આરંભ કોઈને પ્રસન્ન કરવા માટે નથી, કિન્તુ પૂજકના જ ચિત્તની પ્રસન્નતા માટે છે. બીજા પ્રસન્ન થાય એટલે ધર્મ થાય અને બીજા કુપિત થાય એટલે અધર્મ થાય એવો નિયમ નથી. ધર્માધર્મ જીવના શુભાશુભ પરિણામને અનુસરવાવાળા છે. શ્રી અરિહંતાદિ આલંબનો શુભ પરિણામના જનક છે. શુભ પરિણામથી ધર્મ થાય છે અને ધર્મથી ભક્તપાન અર્થકામ, સ્વર્ગઅપવર્ગાદિ ફળની પ્રાપ્તિ થાય છે.
પ્રશ્ન :- ધમધર્મ બીજાની પ્રસન્નતા કે કોપને અનુસરનારા નથી એ વાત જો સત્ય ન હોય તો લોકમાં બીજાની પ્રસન્નતાદિ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવામાં આવે છે તે કેમ બને ?
ઉત્તર :- લોકમાં સુખી થવા માટે બીજાની પ્રસન્નતાદિ પર આધાર રાખવામાં આવે છે પરન્તુ તે અનેકાન્તિક છે. એટલું જ નહિ, કિન્તુ સ્વકૃત પુણ્ય-પાપને અનુસાર જ ફળ દેનાર બને છે. એમ ન માનવામાં
રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ
first
આ
જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org