SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ मरणरणंगणगणसंगमे गमे गामनगरमाईणं । एयं सुमरंताणं, ताणं सम्माणणं च भवे ॥१९॥ મરણ, સમરાંગણ અને મલ્લોના સમાગમ વખતે કે ગ્રામનગરાદિના ગમન વખતે નવકારનું સ્મરણ કરનારાઓને રક્ષણ અર્થાત્ શરણની અને સન્માનની પ્રાપ્તિ થાય છે. ૧૯ तहा-जलमाणमणिप्पहफुल्लफारफणिवइफणागणाहितो । पसरंतकिरणभरभग्गभीमतिमिरम्मि पायाले ॥२०॥ चिंताणंतरघडमाणमाणसाणंदिइंदियत्था जं । विलसंति दाणवा किर तं खु नमुक्कारफुरियलवो ॥२१॥ તથા જાજ્વલ્યમાન મણિપ્રભાવડે પ્રફુલ્લ એવી વિશાળ ફણિપતિની ફણાના સમૂહથી પ્રસાર પામતા કિરણોના ભારથી ભાગી ગયો છે ભયંકર અંધકાર જેનો એવા પાતાળ લોકને વિષે ચિંતવતાની સાથે જ ઘટમાન છે ચિત્તાહલાદક ઇન્દ્રિયના વિષયો જેમને એવા દાનવોનો જે વિલાસ છે, તે નવકારના ફળનો એક લેશ છે. ૨૦-૨૧ जं पि य विसिट्ठपयवीविज्जाविन्नाणविणयनयनिउणं । अखलियपसरं पसरतकंतजसभरियभुवणयलं ॥२२॥ अच्चंतऽणुरत्तकलत्तपुत्तपामुक्खसयलसुहिसयणं । आणापडिच्छणुच्छाहिदच्छगिहिकम्पकारिजणं ॥२३॥ अच्छिन्नलच्छिविच्छडसामिभोइत्तवियरणपहाणं । रायामच्चाइविसिट्ठलोयपयईबहुमयं च ॥२४॥ जहचिंतियफलसंपत्तिसुंदरं दिनदुक्कहचमक्कं । पाविज्जइ मणुयत्तं तं च नमुक्कारफललेसो ॥२५॥ વળી વિશિષ્ટપદવી, વિદ્યા, વિજ્ઞાન, વિનય અને ન્યાયથી નિપુણ, અસ્મલિત પ્રસરવાળું, પ્રસાર પામતા મનોહર યશથી ભુવનતલને ભરનાર અત્યંત અનુરક્ત એવા કલત્ર અને પુત્રાદિ સકલસુખીસ્વનજવાળું, આજ્ઞાની રાહ જોતાં ઉત્સાહી અને દક્ષ ગૃહકર્મ કરનાર પરિજનવાળું, અવિચ્છિન્ન લક્ષ્મીના વિસ્તારયુક્ત એવા સ્વામીપણા, ભોગીપણા અને દાનીપણા વડે શ્રેષ્ઠ, રાજા અમાત્યાદિ વિશિષ્ટલોક અને પ્રજાજન વડે બહુમત યથાચિંતિત ફલપ્રાપ્તિ વડે સુંદર અને વિરોધી લોકોના ચિત્તને પણ ચમત્કાર કરનારું એવું મનુષ્યપણું જે પ્રાપ્ત થાય છે. તે પણ નવકારના ફલનો એક લેશ છે. ૨૨થી ૨૫. जं पि य सवंगपहाणलडहचउसद्विसहसविलयाणं । बत्तीससहस्समहप्पभावभासंतसामंतं ॥२६॥ पवरपुरसरिसछन्नवइगामकोडीकडप्पदुप्पसरं । सुरनयरसरिसपुरवरबिसत्तरीसहससंखालं ॥२७॥ बहुसंखखेडकब्बडमडंबदोणमुहपमुहबहुवसिमं । दीसंतकंतसुंदरसंदणसंदोहदिन्नवीहि ॥२८॥ परचक्कचप्पणाणप्पसत्तिपाइक्कचक्कसंकिन्नं । पगलंतगंडमंडलपयंडदोघट्टपट्टिलं ॥२९॥ मणपवणचंचलखरखुरूक्खयखोणितरलतुरमालं । सोलसहस्सपरिसंखजक्खरक्खापरिक्खित्तं ॥३०॥ नवनिहिचउदसरयणप्पभावपाउदभवंतसयलत्थं । छक्खंडभरहखित्ताहिवत्तणं लब्भए भुवणे ॥३१॥ तं पि हु किर सद्धासलिलसेगपरिवढियस्स तस्सेव । पंचनमुक्कारतरूस्स कोऽवि फलविलसिमविसेसो ॥३२॥ વળી સર્વ અંગોએ પ્રધાન શોભાયુક્ત ચોસઠ હજાર અંતેહરીવાળું, બત્રીસ હજાર મોટા પ્રભાવશાળી સામંત રાજાઓના આધિપત્યવાળું, મોટા નગર સદેશ છ— ક્રોડ ગામના વિસ્તારવાળું, દેવનગર સમાન બહોંતેર હજાર શ્રેષ્ઠ નગરોવાળું, બહુ સંખ્ય ખેડ, કબ્બડ, મડંબ, દ્રોણમુખ વગેરે ઘણી વસ્તીઓવાળું, દેદીપ્યમાન, મનોહર અને સુંદર એવા રથોના સમુદાયથી યુક્ત રાજમાર્ગોવાળું, દુમનના સમુદાયને ચગદી નાખવાને સમર્થ એવા પાયદળની સેનાના સમુદાયવાળું, અત્યંત મદ ઝરતા છે ગંડસ્થલ જેના એવા અત્યગ્ર હાથીઓવાળું, મન અને પવનથી પણ ચંચળ તથા કઠોર ખુરીઓ વડે શોણિતલને ખોદી નાંખનાર એવા તરલ તુરંગોની માળાવાળું, સોળ હજારની સંખ્યાવાળા યક્ષોના સમુદાયથી સુરક્ષિત, નવનિધિ અને ચૌદ રત્નોના પ્રભાવથી પ્રાદુર્ભાવ પામતા સકલ અર્થોવાળું એવું છ ખંડ ભરતક્ષેત્રનું અધિપતિપણું, ભુવનને વિષે જે પ્રાપ્ત થાય છે, તે પણ ખરેખર શ્રદ્ધાસલિલના સિંચનથી | વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ NR ૪૪૪ Jain Education International For Private & Personal Use Only www.janeibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy