SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ સૂર્યતુલ્ય છે, પાપભુજંગોને વશ કરવા માટે ગરુડ પક્ષી છે, દરિદ્રતાના કંદને મૂળથી ઉખેડી નાખવા માટે વરાહ-સૂઅરની દાઢા છે, સમ્યકત્વરત્નને પ્રથમ ઉત્પન્ન થવા માટે રોહણાચલની ધરણી છે, સુગતિના આયુષ્યબંધરૂપી વૃક્ષનો પુષ્પોગમ છે અને વિશુદ્ધ એવા સદ્ધર્મની નિર્વિઘ્ન સિદ્ધિનું-નિર્મળ પ્રાપ્તિનું ચિહ્ન છે. ૬-૭-૮ अन्नं च एयस्स जया विहिविहियसब्बआराहणापयारस्स । कामियफलसंपायणपहाणमंतस्स व पभवो ॥९॥ सत्तु वि होइ मित्तो तालउडविसं पि जायए अमियं । भीमाडवी य वियरइ चित्तरई वासभवणं व ॥१०॥ વળી જ્યારે વિધિવિહિત સર્વ આરાધનાના પ્રકાર વડે કામિત ફલ સંપાદન કરવા માટે પ્રધાનમંત્રતુલ્ય નવકારનો પ્રભવ થાય છે ત્યારે શત્રુ પણ મિત્ર બની જાય છે, તાલપુટ વિષ પણ અમૃત બની જાય છે અને ભયંકર અટવી ચિત્તને આનંદ આપનાર વાસભવન જેવી બની જાય છે. ૯-૧૦ चोरा वि रक्खगत्तं उविति साणुग्गहा हवंति गहा । अवसउणा वि हु सुहसउणसाहणिज्जं जणंति फलं ॥११॥ ચોરો પણ રક્ષક બને છે, ગ્રહો અનુગ્રહ કરે છે અને અપશુકન પણ શુભ શુકનથી સાધ્ય ફળને આપે છે. ૧૧ जणणीओ इव न कुणंति डाइणीओऽवि थेवमवि पीडं । न पहवंति निरूद्धा मंततंतजंतप्पयारा वि ॥१२॥ માતાઓની માફક ડાકિણીઓ પણ થોડી પણ પીડાને કરતી નથી, તેમ જ મંત્ર, તંત્ર અને યંત્રના પ્રકારો પણ રુંધાઈ જાય છે અર્થાત્ કાંઈ કરી શકતા નથી. ૧૨ पंकयपुंजु व सिही सिंहो गोमाउय व वणहत्थी । मिगसावु ब विहावइ पंचनमुक्कारसामत्था ॥१३॥ પંચનમસ્કારના સામર્થ્યથી અગ્નિ કમલના પુંજ જેવો, સિંહ શિયાળ જેવો અને વનસ્તી મૃગના બચ્ચા જેવો બની જાય છે. ૧૩ इत्तुच्चिय सुमरिज्जइ निसियणउट्ठाणखलणपडणेसु । सुरखेयरपभिइहिं एसो परमाए भत्तीए ॥१४॥ એ કારણે આ નવકારનું સુર, ખેચર વગેરે બેસતાં, ઊઠતાં, ખલના પામતાં કે પડતાં પરમભક્તિપૂર્વક સ્મરણ કરે છે. ૧૪ किंच धनाण मणोभवणे सद्धाबहुमाणवट्टिनेहिल्लो । मिच्छत्ततिमिरहरणो वियरइ नवकारवरदीवो ॥१५॥ વળી શ્રદ્ધારૂપી દિવેટ અને બહુમાનરૂપી તેલ યુક્ત તથા મિથ્યાત્વરૂપી તિમિરને હરનારો એવો આ નવકારરૂપી શ્રેષ્ઠદીપક ધન્યપુરુષોના મનરૂપી ભવનને વિષે શોભે છે. ૧૫ जाण मणवणनिगुंजे रमइ नमुक्कारकेसरिकिसोरो । ताणं अणिट्ठदोघट्टघट्टघडणा न नियडेइ ॥१६॥ જેઓના મનરૂપી વનનિકુંજમાં નવકારરૂપી કિશોરસિંહનું બચ્ચું રમે છે, તેઓને અનિષ્ટરૂપી હાથીઓના ટોળાનો સંયોગ થતો નથી. ૧૬ ता निबिडनिगडघडणा गुत्ती ता वज्जपंजरनिरोहो । नो जावऽज्जवि जविओ पंचनमुक्कारवरमंतो ॥१७॥ નિબિડબડીઓ યુક્ત કેદખાનું કે વજપંજરનો નિરોધ ત્યાં સુધી જ પીડા કરે છે, કે જ્યાં સુધી પંચનવકારરૂપી શ્રેષ્ઠમંત્ર જપવામાં આવ્યો નથી. ૧૭ दप्पिदुट्ठनिठुरसुरूद्वदिट्टी वि ताव होइ परा । नवकारमंतचिंतणपुव्वं न पलोइआ जाव ॥१८॥ દર્પિષ્ટ, દુષ્ટ, નિષ્ફર અને અત્યંતરૂષ્ટ એવી પણ બીજાઓની દષ્ટિ ત્યાં સુધી જ પીડા કરે છે, કે જ્યાં સુધી નવકારમંત્રના ચિન્તનપૂર્વક જોવાયું નથી. ૧૮ શ્રી વૃદ્ધનમસ્કારફલસ્રોત્રમ્ ४४३ Gift Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy