________________
જાય છે. કારણ કે મનનો લય થઈ જાય છે. તે ધ્યાતાની એકાગ્રતાવાળી સ્થિતિ કહેવાય છે.
આ ભાવનાની હયાતી ધ્યાનના અભ્યાસ કાળમાં એટલે ધ્યાન કરવાની શરૂઆતમાં અને અંતમુહૂર્ત પછી એકાગ્રતાની સ્થિતિ વિખરાતી હોય ત્યારે હોય છે. મનની આવી સ્થિતિ તે ભાવના છે.
મનની બાહ્ય સ્થિતિ અનુપ્રેક્ષાની છે, અનુપ્રેક્ષા એટલે પાછળ તપાસ કરવી, જોવું અથતુ ધ્યાન-સ્થિતિ ખસી ગયા પછી પુનઃ તે સ્થિતિ મેળવવા પૂર્વે અનુભવેલી ધ્યાન સ્થિતિનું સ્મરણ કરવું, સ્મૃતિ લાવવી, પૂર્વવત્ સ્થિતિને યાદ કરવી તે છે.
મનની ત્રીજી સ્થિતિ “ચિંતન' નામની છે. ઉક્ત બે સ્થિતિ ઊંચા પ્રકારની છે, તેનાથી આ ત્રીજી સ્થિતિ નીચા પ્રકારની છે.
કોઈપણ પદાર્થની ચિંતા કરવી એટલે અનેક વિચારો-તર્કોમાં ચાલ્યા જવું. જીવ, અજીવાદિ અનેક પદાર્થોના વિચાર કરવા તે ત્રીજી પદાર્થ-ચિંતા નામની મનની સ્થિતિ છે.
આગમમાં કહ્યું છે કે – જે સ્થિર અધ્યવસાય છે તે ધ્યાન છે. જે ચપળ અધ્યવસાય છે, તે “ચિત્' છે. તે ચપળ અધ્યવસાયને ભાવના, અનુપ્રેક્ષા અને પદાર્થચિંતા કહે છે.
રાગ અને દ્વેષનો ત્યાગ કરીને સમતાવાન મુનિ જે વસ્તુનું ચિંતન કરે છે તે ધ્યાન સારું માનેલું છે. રૌદ્ર આદિ ધ્યાન ખરાબ માનેલાં છે.
શાસ્ત્રમાં કહ્યું છે કે-યોગી ગમે તેનું ચિંતન કરતાં જે વીતરાગ થાય, તો તેને જ ધ્યાન માનેલું છે તેને જ ધ્યાન કહેવું એ સિવાય બીજા ગ્રન્થના વિસ્તાર સમજવા.
મતલબ કે જે ધ્યાન કરવાથી વીતરાગ થવાય, રાગ-દ્વેષ રહિત સ્થિતિ પમાય, તે જ ધ્યાન છે. વળી શાસ્ત્ર ફરમાવે છે કે
આ ધર્મ-ધ્યાનામૃતનું પાન કરતાં પહેલાં અજ્ઞાનને દૂર કરજે, ચૈતન્યનું વિવેકશાન પહેલું કરજે, તે સિવાય તારો ત્યાગ ઊલટો સંસાર-પરિભ્રમણનું કારણ બનશે. આત્માને જ પ્રાપ્તવ્ય સમજજે, તેને માટે જ તારી સર્વ પ્રવૃત્તિ રાખજે, નિર્દોષ થજે, મલિન-તુચ્છ વિચારોનો ત્યાગ કરી સ્થિર થજે, અસ્થિર અંતઃકરણને ધર્મધ્યાનમાં બરાબર સ્થિર કરજે, ચાલુ સાધના સિવાય અંતઃકરણને બીજા કામમાં વાપરીશ નહિ, જવા દઈશ નહિ. તો જ ધર્મધ્યાનરૂપ અમૃતનું પાન કરી શકીશ તે સિવાય ઊંચી સ્થિતિએ પહોંચવાની આશા જરા પણ ન રાખીશ.
આત્મા એકડો છે તેના સિવાય બીજું બધાં મીંડાં છે. એકડા ઉપર મીંડાં ચઢે છે, મૂકાય છે તેમ આત્મા ઉપર જ સઘળો આધાર છે. આત્મા જ્ઞાનનો દરિયો છે. અનંતશક્તિનો સાગર છે. વિચારાતીત આનંદનો સાગર છે. પરમ ઐશ્વર્યનો સ્વામી છે. પરમસુખનો ઉદધિ છે. એક તેને ભૂલ્યા તો ભવમાં રૂલ્યા (રઝળ્યા) એમ નક્કી માનો.
અનંત ઉપકારી ભગવંતોએ આત્માને જ માન્યો છે, આરાધ્યો છે, જીવ માત્રને સ્વતુલ્યભાવ આપ્યો છે.
પરમેષ્ઠિભગવંતોનું ધ્યાન એ સર્વશ્રેષ્ઠ ધ્યાન છે. જે આત્માને પરમાત્મા બનાવી પરમપદનો ભોક્તા બનાવે છે.
उरगाईण वि मंता अविहीओ उ अहिजया । विसं जओ न नासंति तम्हा उ विहिणा पढे ॥
અવિધિથી ભણેલા સર્પાદિના મંત્રો પણ વિષ વગેરેનો નાશ કરતા નથી, તેથી વિનયબહુમાનાદિ વિધિ વડે નવકારનું પઠન, સ્મરણ, પરાવર્તન કે અધ્યયન કરવું.
SN ૧૭૨
આ વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org