________________
પરમેષ્ઠિધ્યાન
સર્વયોગોનો સર્વથા નિરોધ કરવારૂપ ધ્યાન શ્રી જિનેશ્વરદેવોને હોય છે. જિનેશ્વરનો સામાન્ય અર્થ કેવળજ્ઞાનની સ્થિતિ પામેલા આત્માઓ-એવો થાય છે. દેહ વિનાના શુદ્ધાત્માઓને તો યોગના વ્યાપારો શોધવાની જરૂર રહેતી નથી. કેવળજ્ઞાન પામ્યા પછી જ યોગોનો સર્વથા નિરોધ કરવાનું બળ આવે છે. જૈન પરિભાષામાં યોગો કોને કહે છે તેનો ખુલાસો આ પ્રસંગે કરવો જરૂરી છે. ઔદારિક આદિ શરીરના સંયોગથી ઉત્પન્ન થયેલ આત્મપરિણામ-વિશેષ વ્યાપારને યોગ કહે છે.
ધ્યાનશતકમાં કહ્યું છે કે ઔદારિક આદિ (આ દેખાતું આપણું સ્થૂળ શરીર “ આદિ ' શબ્દથી વૈક્રિય, આહારક શરીર લેવાં.) શરીર યુક્ત આત્માની વીર્યયુક્ત પરિણતિ વિશેષ તે કાયયોગ. તેમ જ ઔદારિક, વૈક્રિય, આહારક શરીરના વ્યાપાર વડે ખેંચેલાં વચનવર્ગણાનાં દ્રવ્યોનો સમૂહ અને તેની સહાયથી થતો જીવનો વ્યાપાર-ક્રિયા વિશેષ તે વચનયોગ તથા ઔદારિક, વૈક્રિય, આહારક શરીરના વ્યાપાર વડે ખેંચેલાં મનોવર્ગણાનાં દ્રવ્યોનો સમૂહ અને તેની સહાયથી જીવનો વ્યાપર-ક્રિયા વિશેષ તે મનોયોગ.
સર્વવ્યાપારોને, ક્રિયાઓને સદાને માટે અટકાવવી, રોકવી, તેનો લય કરવો તે શ્રી જિનોનું છેલ્લું ઉત્તમોત્તમ ધ્યાન કહેવાય છે. આ ધ્યાન પછી તરત જ તેઓ આ દેહથી સદાને માટે સર્વથા મુક્ત થાય છે.
અહીં એક આશંકા ઊભી થાય છે કે છvસ્થ મુનિઓને અંતર્મુહૂર્તપર્યંત ધ્યાન હોય છે એમ અહીં જણાવ્યું, પણ શાસ્ત્રોમાં વાંચવામાં આવે છે અને કોઈ કોઈ પ્રસંગે દેખવામાં પણ આવે છે કે અમુક મુનિ મહાત્માઓ કલાકોના કલાક સુધી ધ્યાન કરે છે તે કેમ સમજવું?
આનો ઉત્તર એ છે કે એક દ્રવ્યમાં કે ગુણમાં મનનો નિરોધ કરવારૂપ, એકરસ અખંડ પ્રવાહ ચલાવવારૂપ ધ્યાન અંતર્મુહૂર્તથી અધિક કાળ છદ્મસ્થોને હોઈ શકે નહિ.
યોગોની ચપળતા રોકવી ખૂબ જ મુશ્કેલ છે. તથાપિ તે ધ્યાતા મુનિ એક પછી એક એમ અંતઃમુહૂર્ત પછી પોતાના ધ્યેયોને પલટાવતો જય અગર મનોયોગની સ્થિતિની વિકળતા થઈ જાય કે તરત જ પાછી તેને ઉપયોગની જાગૃતિથી તેની સામે જોડી દે, અનુસંધાન કરી દે, તો તે ધ્યાનની સંતતિ લાંબા સમય સુધી પણ લંબાય છે. પણ અંતઃમુહૂર્ત એકાગ્ર થયેલું મન નિરોધ-સ્થિતિમાં રહી શકતું નથી. તેનો પ્રવાહ ધ્યેયાંતરમાં પછી તે આત્મગત મર્યાદામાં કે પરગત દ્રવ્યાંતરમાં સંક્રમણ કરે છે, તેથી ધ્યાનનો પ્રવાહલાંબા કાળ સુધી ચાલુ રહે છે. કલાકો સુધી ધ્યાન કરવાનું જે કહેવાય છે કે સંભળાય છે તે આ અપેક્ષાએ સમજવું.
એકાગ્રતામાંથી ખસી ગયેલા ચિત્તની ત્રણ અવસ્થાઓ હોય છે. તેને ભાવના,અનુપ્રેક્ષા અને પદાર્થચિંતા કહેવામાં આવે છે.
શરૂઆતમાં મનને એક જ ધ્યેયમાં જોડવાનું હોય છે. આપણે ધ્યેય તરીકે એક આત્મ-ગુણ લઈએ.
જેમ કે આત્મા આનંદસ્વરૂપ છે, તેના સંસ્કાર પાડવા મનમાં તે પદનો, શબ્દોનો પ્રતિધ્વનિ થયા કરે એ એકાગ્રતા નથી, પણ એકાગ્રતાનો અભ્યાસ છે બીજા સંસ્કારો, વિચારો, તરંગોને હટાવીને આ એક જ વિચારને મુખ્ય કરવાનો પ્રયત્ન છે. મનની આવી સ્થિતિને ભાવના કહે છે. આવી ભાવના ચાલુ રાખ્યા પછી તે અભ્યાસને મૂકી દઈ મન તદ્દન સ્થિર થાય છે. આનંદ સ્વરૂપ બની જાય છે, એટલે આનંદસ્વરૂપ શું? એ પ્રશ્નથી પર બની
N
પરમેષ્ઠિધ્યાન
૧૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org