SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ સતત આરાધન કરી રહ્યા હોય છે. અને તે દ્વારા શ્રી પરમેષ્ઠિભગવંતો સાથે તન્મય ભાવને પામી રહ્યા હોય છે. એ બધાનો લાભ મહામંત્રનું સ્મરણ કરનારને અદશ્ય અને અગમ્ય રીતે મળતો હોય છે. બીજા મંત્રોની જેમ મહામંત્રની સાધનાની પણ વિધિ છે, વિધિનું બહુમાન-એ સંવિધાનનું બહુમાન છે. સંવિધાન એટલે શ્રી જિનેશ્વર દેવે ફરમાવેલા શાસનના બંધારણનું બહુમાન. અવિધિએ દોરો પણ સોયમાં પરોવી શકાતો નથી, તો મનને શ્રી નવકારમાં શી રીતે પરોવી શકાય? પવિત્ર ક્ષેત્રમાં અનુકૂળ આસને શરીર ગોઠવી, શુદ્ધવસ્ત્રો પહેરી, મનને મૈથ્યાદિ ભાવો વડે વિશુદ્ધ કરી, પૂર્વ યા ઉત્તર દિશામાં અથવા શ્રી જિનપ્રતિમા સન્મુખ બેસી, આંખોની પાંપણ મીંચેલી રાખી, ઉત્તમ ભાવપૂર્વક ચિંતામણિરત્ન કરતાં અનંતગુણા ચઢિયાતા મંત્રાધિરાજ શ્રી નવકારનું સ્મરણ કરવું જોઈએ. પ્રભુરાગ ત્યારે જાગે છે જ્યારે પ્રભુજીના અનંતા ઉપકારના પુનઃપુનઃ સ્મરણમનનમાં મન તરબોળ બને છે. શાસ્ત્રમાં ઈષ્ટદેવતાનું સ્મરણ એ આદિ ધાર્મિક પુરુષનું પ્રધાનલક્ષણ કહ્યું છે. તેથી શ્રી જિનેશ્વરદેવના શાસનમાં આ મહામંત્રનું આરાધન કરવા માટે આબાલવૃદ્ધ સૌ કોઈને એક અપેક્ષાએ સમાન અધિકારી માન્યા ઉપદેશ તરંગિણીમાં કહ્યું છે કે આ લોક અને પરલોક-એમ ઉભયલોકમાં ઈચ્છિત ફળને આપનાર અચિંત્ય શક્તિ સ્વરૂપ શ્રી નવકારમંત્ર જયવંતો વર્તો કે જેના પાંચ પદોને સૈલૌક્યપતિ શ્રી તીર્થંકર પરમાત્માએ પંચ-તીર્થ કહ્યાં છે. જેના અડસઠ અક્ષરોને શ્રી જિનશાસનના અંગભૂત એવાં અડસઠ તીર્થો તરીકે વખાણ્યાં છે અને જેની આઠ સંપદાઓને અનુપમ શ્રેષ્ઠ આઠ મહાસિદ્ધિઓ તરીકે વર્ણવી છે. એ શાશ્વતા શ્રી નવકારમંત્રની આરાધના કરી સર્વ જીવો આત્મકલ્યાણ સાધો... એ જ મંગળ કામના. બાહ્ય-આત્યંતરનમસ્કાર શ્રી પંચપરમેષ્ઠીઓ એ આત્માની જ પાંચ શક્તિઓ છે એક જ શક્તિ અનેકરૂપે આવિર્ભાવ પામે છે. એમાં પાંચ આવિર્ભાવો પૂજનીય અને શ્રેષ્ઠ પ્રકારે અનુકરણીય છે. શ્રી અરિહંતાદિ પંચપરમેષ્ઠી પણ સ્વ-આત્માની જુદી જુદી પાંચ અવસ્થાઓ (છઠ્ઠાથી ચૌદમાં ગુણસ્થાનક સુધીની) સમજવાની છે તત્ત્વથી તેને જ નમસ્કાર થાય છે. તાત્ત્વિકનમસ્કાર પામવા માટે પરમેષ્ઠિપદને પ્રાપ્ત પુરુષોને નમવાનું છે. તેમને નમસ્કાર કરીને નિશ્ચયથી સ્વ-આત્માને જ નમસ્કાર કરવાનો છે. બાહ્યનમસ્કાર આંતરૂનમસ્કારનું કારણ બને છે. દ્રવ્યથી ભાવ, બાહ્યથી આંતરું એમ નમસ્કારના બે-બે પ્રકાર છે. બાહ્યનમસ્કારને વ્યવહારનમસ્કાર અને આત્યંતર નમસ્કારને નિશ્ચયનમસ્કાર કહેવાય છે. AN ૧૭૦ ત્રલોકચદીપક મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy