________________
સિદ્ધને નમસ્કારથી દર્શનાચારની શુદ્ધિ થાય છે. આચાર્યને નમસ્કારથી ચારિત્રાચારની શુદ્ધિ થાય છે. ઉપાધ્યાયને નમસ્કારથી તપાચારની શુદ્ધિ થાય છે.
સાધુને નમસ્કારથી વીર્યાચારની શુદ્ધિ થાય છે. અથવા પાંચેયને નમસ્કાર વડે પાંચ આચારની શુદ્ધિ થાય છે. શ્રી અરિહંતની પૂજા
શ્રી અરિહંતના પૂજનથી રાગદ્વેષ આદિ માનસિકદુર્ભાવો દૂર થઈ ચિત્ત નિર્મળ બને છે. ચિત્ત નિર્મળ, નિર્વિકાર થવાથી સમાધિ, ધ્યાન અથવા ચિત્તની એકાગ્રતા સિદ્ધ થાય છે. ચિત્તની સમાધિ અને એકાગ્રતા વડે કર્મની નિર્જરા અને નિર્વાણ સુખની પ્રાપ્તિ થાય છે.
માટે શ્રી અરિહંતની પૂજા ન્યાયપ્રાપ્ત છે. અરિહંતોની પૂજા કુશલાનુબંધી કર્મ છે. શ્રી અરિહંતની પૂજાથી પવિત્રગુણોનું સ્મરણ અને તે વડે પરિણામોની કલુષિતતાનું અપહરણ થાય છે. મનની નિર્વિકારતા અને નિર્વિકલ્પતા સિદ્ધ થાય છે. પરંપરાએ પરમપદની પ્રાપ્તિ થાય છે. સન્માનનું દાન
ભાવનમસ્કાર એટલે સર્વોત્કૃષ્ટપુરુષોને તેમના સર્વોત્કૃષ્ટગુણોનો ખ્યાલ રાખીને આપવામાં આવતું સન્માનનું દાન.
એ દાન કેવળ અન્ન, વસ્ત્રાદિ ભૌતિક વસ્તુઓ પૂરી પાડવારૂપ જ નહિ, પણ પોતાને મળેલ મોંઘી જિંદગીની દરેક ક્ષણ તેમની આજ્ઞાને પાળવા ખાતર પસાર કરવાની વૃત્તિરૂપ છે. દ્રવ્યનમસ્કાર
દ્રવ્યનમસ્કાર એટલે સંશય, વિપર્યય અને અનધ્યવસાયપૂર્વક થતો નમસ્કાર. ઉપયોગશૂન્યપણે થતો સમ્યગુદૃષ્ટિનો નમસ્કાર અનધ્યવસાયરૂપ છે. ફળના સંશયપૂર્વક થતો નમસ્કાર મિથ્યાષ્ટિનો છે.
લૌકિક ફળના લોભે, લોકોત્તર પુરુષોને થતો અને લોકોત્તર લાભ માટે લૌકિક પુરુષોને થતો નમસ્કાર એ વિપર્યયરૂપ છે. ભાવનમસ્કાર
ભાવનમસ્કારમાં ઉપરોક્ત ત્રણ દોષ નથી, કારણ કે તે લોકોત્તરફળ માટે લોકોત્તર પુરુષોને લોકોત્તરફળ મળવાની અચૂક શ્રદ્ધા અને ઉપયોગસહિત હોય છે.
ભાવનમસ્કારની ક્રિયા કરતી વખતે તેનો ઉપયોગ નમસ્કાર છોડીને અન્યત્ર હોતો નથી. વળી તેમાં ઉપાદેયબુદ્ધિ હોવાથી શ્રદ્ધાસહિત હોય છે.
મુક્તિરૂપી પરમ અને ચરમ ફળ મેળવવાનો મનોરથ હોવાથી ઉત્સાહ અને વર્ષોલ્લાસ અપૂર્વ હોય છે. ચિંતામણિ અને કલ્પવૃક્ષના સેવન કરતાં પણ વધુ આદર નમસ્કારની ક્રિયાના સેવનમાં હોય છે.
ઘર આંગણે કલ્પવૃક્ષ વાવવાની કે કામધેનુને બાંધવાની ક્રિયા કરતાં પણ જ્યારે આ ક્રિયા વધુ મહત્ત્વની લાગે ત્યારે તે ભાવનમસ્કાર બને છે.
અનુપ્રેક્ષાકિરણ ૫
A ૩૯૭ પS
૩૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org