SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ મોહનો પ્રતિપક્ષી મિથ્યાત્વમોહનીય જ્યાં ગુણ નથી ત્યાં ગુણભાવ પેદા કરે છે તથા જ્યાં ગુણ છે અને દોષ નથી ત્યાં અરુચિભાવ પેદા કરે છે. ધર્મ પ્રત્યે અરુચિભાવ અને અધર્મ પ્રત્યે રુચિભાવ, મોક્ષ પ્રત્યે ઉપેક્ષાભાવ અને સંસાર પ્રત્યે આદરભાવ; મોક્ષમાર્ગ, તેના સાધક અને સાધન તરફ અનાદરભાવ, સંસારમાર્ગ, તેના સાધક અને સાધન તરફ આદરભાવ, સમ્યકત્વ, વિરતિ, અપ્રમાદ, અકષાય, અયોગ પ્રત્યે ઉદાસીનભાવ અને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય તથા યોગ પ્રત્યે આકર્ષણભાવ વગેરે મિથ્યાત્વ મોહનીયનાં કાર્યો છે. શ્રી નવકાર તેનો પ્રતિપક્ષી છે, તેથી મિથ્યાત્વમોહનીયનો નાશક છે અને સમ્યક્ત્વગુણને પ્રગટાવનાર છે. શ્રી નવકારનું ફળ રાગાદિને વશ કરવા અથવા તેમનો સમૂળ નાશ કરવો તે નમન છે. એ નમનગુણથી શ્રી અરિહંતો નમસ્કારને યોગ્ય છે. અરિહંતને ભાવથી કરાતો નમસ્કાર જીવને હજારો ભવથી છોડાવનાર અને પુનઃ બોધિલાભ માટે થાય છે. શ્રી અરિહંતો રાગાદિને નમાવનારા હોવાથી તેમને નમનારા પણ પરંપરાએ રાગાદિને નમાવનારા થાય રાગાદિને નમાવવા, વશ કરવા એ શ્રી અરિહંતના નમસ્કારનું પારમાર્થિક ફળ છે. શ્રી અરિહંત શ્રી અરિહંતભગવંતો ૧૮ દોષરહિત છે. ચોત્રીસ અતિશયસહિત છે. વાણીના ૩૫ ગુણથી અલંકૃત છે. અષ્ટમહાપ્રાતિહાર્યથી વિભૂષિત છે. ૬૪ ઈન્દ્રો વડે પૂજિત છે, શાન્ત, પ્રશાન્ત, ઉપશાન્ત છે. કારુણ્યસાગર છે, ગુણના ભંડાર તથા પુણ્યના આગર છે અને ત્રણ જગતની પીડા હરવાને સમર્થ છે. ત્રણ જગતના નાથ છે, ત્રણ જગતના સ્વામી છે, ત્રણ જગતના ગુરુ છે અને ત્રણ જગતના પિતામહ છે. વજઋષભનારાચસંઘયણ, સમચતુરસ્ત્રસંસ્થાન, ૧૦૦૮ લક્ષણોથી લક્ષિત, અનુપમ રૂપ, લાવણ્ય, બળ, વીર્ય, યશ, જ્ઞાન અને ચારિત્રગુણના ધારક છે. શ્રી સિદ્ધ પરમપુરુષ, પરમેશ્વર, પરમાત્મા, પરમબંધુ, જગત મુકુટ, જગતતિલક, જગતશરણ, જગન્નાયક, જગન્નાથ, જગદ્ગુરુ, નિરંજન, નિરાકાર, નિર્વિકાર, નિર્મળ, નિર્મમ, નિરીહ, નિરામય, કેવળ, તેજ:પુંજાકાર, રૈલોક્યસાર, સિદ્ધ, પરમેષ્ઠિ, અવિનાશીભાવે મુખ્ય ૮ ગુણોથી, અપેક્ષાએ એકત્રીસ ગુણોથી અથવા અનંતાનંતગુણોથી શોભે છે. પ્રકાશ અને ઉષ્મા શ્રી નવકારનો જાપ અને સામાયિકનો અભ્યાસ એકબીજાના પૂરક છે. શ્રી નવકાર દ્વારા મિથ્યાત્વ દૂર થાય છે, સમ્યકત્વ પ્રાપ્ત થાય છે અથવા નિર્મળ થાય છે. સામાયિક દ્વારા અવિરંતિ દૂર થાય છે, વિરતિ પ્રાપ્ત થાય છે. શ્રી નવકાર દ્વારા જ્ઞાનનો પ્રકાશ ( Light) પ્રાપ્ત થાય છે, સામાયિક દ્વારા ચારિત્રની ઉષ્મા (Heat) પ્રાપ્ત થાય છે અને તે બંને દ્વારા ઓજસ પ્રાપ્ત થાય છે. આ ઓજસ એ કર્મમળનો હાસ થવાથી પ્રગટ થતી આતમગુણોની વિશુદ્ધિ છે. ૩૯૮ ૩૯૮ 4 વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy