________________
શ્રી નવકાર અને સામાયિક
શ્રી નવકારનો સંબંધ જ્ઞાન અને દર્શન સાથે છે, જેના દ્વારા સમ્યક જોવાય છે. સામાયિકનો સંબંધ ક્રિયા સાથે છે ચારિત્ર સાથે છે, જેના દ્વારા સમ્યફ અનુભવાય છે. જે માર્ગ શ્રી નવકાર દ્વારા દેખાય છે, તે માર્ગે સામાયિક દ્વારા જવાય છે.
આત્મશુદ્ધિના અને મોક્ષપ્રાપ્તિના જે મહાનકાર્યની જવાબદારી માનવીના માથે રહેલી છે તેને સફળ કરવામાં આ બંને સાધનો છે.
વાસ્તવિક રીતે તેઓ બે નથી પણ એક જ છે. એકબીજાના પૂરક ( complimentary) છે.
સાધ્ય અને સાધક વચ્ચેનું અંતર ( Gap) શ્રી નવકાર દર્શાવે છે, પણ આ અંતરને દૂર કરવાની અથવા ઓછું કરવાની તાકાત શ્રી સામાયિકમાં છે. વિધુત અને આકર્ષણ
શ્રી નવકારનું જબ્બર બળ એ છે કે તે આપણા દુશ્મનનો નાશ કરે છે. વાસ્તવિક રીતે આપણા પોતાના દુષ્ટમન સિવાય આપણો બીજો કોઈ દુશમન નથી.
શ્રી નવકાર એ મહામંત્ર છે, કારણ કે તેના વડે મનની દુષ્ટતા દૂર થાય છે.
અન્ય જીવોને આત્મતુલ્ય ન માનવા એ મનની મોટી દુષ્ટતા છે. શ્રી નવકારની આરાધના વડે એ દુષ્ટતા દૂર થતી જાય છે.
શ્રી નવકાર એ મહામંત્ર છે, કારણ કે તેમાં અનેક શક્તિઓ રહેલી છે.
પાપકર્મનો નાશ કરનારી વિદ્યુતશક્તિ ( Electricity ) અને પુણ્ય પ્રાપ્ત કરાવનારી આકર્ષણશક્તિ (Magnetism) તેમાં રહેલી છે. તદુપરાંત વિવિધ શુભશક્તિઓનો અચિત્ત્વપુંજ તેમાં છે. તેથી તેની આરાધના એ મનુષ્યજન્મનો અપૂર્વ લહાવો છે. '
જેણે ચતુરશું ગોઠડી ન બાંધી રે, તેણે તો જાણે ફોકટ વાળી રે, સુગુણ મેલાવે રે જેહ ઉછાહો રે, મણુએ જન્મનો તેહી જ લાહો રે,
• પૂ. પા. શ્રી યશોવિજયજી મહારાજ નમસ્કાર વડે રક્ષણ
તાણં' = રક્ષણ, તેનું કારણ ‘અરિહં' = યોગ્યતા અને તે યોગ્યતાનું કારણ “નમો' = નમસ્કાર છે. નમસ્કાર વડે યોગ્યતા અને યોગ્યતા વડે રક્ષણ એ પ્રથમપદનો સુઘટિત અર્થ છે.
નમસ્કાર એ પુણ્યના પ્રકર્ષથી અને શ્રી અરિહંત પરમાત્માની કૃપાથી પ્રાપ્ત થાય છે. તેથી બધાનું મૂળ પરમાત્માની કૃપા છે.
પરમાત્માની કૃપાથી પુણ્યનો પ્રકર્ષ, પુણ્યના પ્રકર્ષથી પરમેષ્ઠિનમસ્કાર, પરમેષ્ઠિનમસ્કારથી જીવમાં પાત્રમાંયોગ્યતા અને યોગ્યતા વડે રક્ષણ થાય છે.
યોગ્યને નમવાથી યોગ્યતા આવે છે.
વિષયો નમવાને અયોગ્ય છે, છતાં જીવ સહજમળના દબાણ વડે અનાદિકાળથી વિષયોને નમતો આવ્યો છે, તેથી તેની અયોગ્યતા વધતી રહી છે. હવે કોઈ પ્રબળપુણ્યના યોગે તેને યોગ્યને નમવાનો અવસર મળ્યો છે. અનુપ્રેક્ષાકિરણ ૫
૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org