________________
નમસ્કારની ઉત્પત્તિ
સર્વસંગ્રાહી નૈગમ નય નમસ્કારને અનુત્પન્ન માને છે, જ્યારે બીજા સર્વ નમો નમસ્કારને ઉત્પન્ન માને છે. સર્વસંગ્રાહી નૈગમ અને સંગ્રહનય સામાન્ય માત્રનું જ અવલંબન કરતા હોવાથી, તેના અભિપ્રાયે સર્વ કાંઈ ઉત્પાદ-વ્યયરહિત છે. શેષ નયો એટલે વિશેષગ્રાહી નૈગમ અને વ્યવહારાદિ બીજા નયો વિશેષગ્રાહી હોવાથી, વસ્તુને ઉત્પાદ-વ્યયસહિત માને છે.
નમસ્કારને “ઉત્પન્ન' માનનાર નયોમાંના પ્રથમના ત્રણ નયો-નૈગમ, સંગ્રહ અને વ્યવહાર, તેની ઉત્પત્તિનાં ત્રણ કારણો માને છે સમુત્થાન, વાચના અને લબ્ધિ.
સમુત્થાન એટલે જેનાથી સમ્યમ્ ઉત્પત્તિ થાય છે. પ્રકૃતિમાં નમસ્કારના આધાર રૂપ દેહ, એટલે શરીર, વાચના એટલે ગુરુ સમીપે શ્રવણાદિ અને લબ્ધિ એટલે તદાવરણીય કર્મનો ક્ષયોપશમ.
ઋજુસૂત્ર નયના મતે સમુત્થાન સિવાય માત્ર વાચના અને લબ્ધિથી જ નમસ્કાર ઉત્પન્ન થાય છે, કારણ કે વાચના અને લબ્ધિરૂપ કારણની બિન હયાતીમાં શરીર રૂ૫ કારણના સદ્ભાવ માત્રથી નમસ્કારની ઉત્પત્તિમાં વ્યભિચાર છે.
શબ્દાદિ ત્રણ નયો એક લબ્ધિને જ કારણ માને છે, કારણ કે લબ્ધિરહિત એટલે તદાવરણીય કર્મના લયોપશમરહિત અભવ્ય જીવને વાચના અને દેહ એ ઉભય કારણોની હયાતી હોવા છતાં નમસ્કારની ઉત્પત્તિ થતી નથી અને લબ્ધિયુક્ત પ્રત્યેકબુદ્ધાદિ મહાપુરુષોને વાચનાના અભાવે પણ નમસ્કારની ઉત્પત્તિ થઈ શકે છે. સામાન્ય વાદીનો મત :
સત્તા-માત્ર-ગ્રાહી સર્વસંગ્રાહી નૈગમ અને સંગ્રહના મતે “નમસ્કાર' સર્વદા “સત્' યાને વિદ્યમાન છે. જે સર્વદા “સતુ” છે, તે આકાશની પેઠે કદી ઉત્પન્ન થતું નથી. જો નિત્યનો પણ ઉત્પાદ માનવામાં આવે તો ઉત્પન્નનો પણ ઉત્પાદ થવાનો પ્રસંગ પ્રાપ્ત થાય અને તેથી “અનવસ્થા' નામના મહાદોષની આપત્તિ આવે. વળી જે નિત્ય વિદ્યમાન હોય તે કદી પણ નાશ પામે નહિ, કારણ કે-નાશ અને નિત્યતાનો નિત્ય વિરોધ છે.
પ્રશ્ન:-નમસ્કાર વિદ્યમાન છે, તો તે જીવની મિથ્યાત્વદશામાં દેખાતો કેમ નથી?
ઉત્તર :- વિદ્યમાન એવો પણ નમસ્કાર નહિ દેખાવાનું કારણ, તદાવારક કર્મનો સદ્ભાવ છે. અતીન્દ્રિય જ્ઞાની પુરુષો મિથ્યાત્વદશાયુક્ત જીવમાં પણ પ્રચ્છન્નપણે રહેલા નમસ્કારને જોઈ શકે છે. તે સિવાયના આત્માઓ જોઈ શકતા નથી. સર્વદા વિદ્યમાન “આત્મસ્વરૂપ' અમૂર્ત હોવાથી, જેમ કેવળજ્ઞાની મહર્ષિઓ સિવાય તેને કોઈ જોઈ શકતું નથી, તેમ મિથ્યાત્વ અવસ્થામાં પણ જીવની અંદર સત્તારૂપે રહેલ નમસ્કાર કેવળજ્ઞાનાવરણથી આવૃત્ત (છબસ્થ) આત્માઓ વડે જોઈ શકાતો નથી. વિશેષ વાદીઓનો મત :
જે વસ્તુ “સ” છે, તે ઘટની પેઠે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યયુક્ત જ છે. ઉત્પાદવ્યયરહિત વસ્તુ ખપુષ્પવત' “અસત’ છે. વિદ્યમાન નમસ્કાર આવરણના ઉદયથી નથી જણાતો એમ નથી, કિન્તુ છે નહિ માટે જણાતો નથી. આવરણાદિની તો માત્ર કલ્પના છે.
પ્રશ્ન:- નમસ્કાર અવિદ્યમાન જ હોય તો કોઈ પણ જગ્યાએ તે દેખવામાં આવવો જોઈએ નહિ, કિન્તુ અન્યત્ર તે દેખાય છે જ. તો નહિ દેખાવા માત્રથી તેનો સર્વથા અભાવ છે એમ કેમ મનાય ? અન્યત્ર પણ સત્તા હોય તે વસ્તુ વિદ્યમાન જ હોય. અસતની સત્તા કોઈ પણ જગ્યાએ હોય નહિ.
ઉત્તર :- અન્ય સંતાનવર્તી વસ્તુ અન્યની છે એમ કહેવાય નહિ. તેમ માનવાથી ધનવાનના ધન વડે
નમસ્કારની ઉત્પત્તિ
૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org