SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ એ રીતે જેમ શૃંગાર શાંતમાં પરિણમે છે, તેમ બીજા બધા રસો તેની ઉચ્ચ અવસ્થામાં શાંતરસરૂપ બની જાય છે. જેમ કે વિકૃતવેષ વગેરે જોવાથી ઉત્પન્ન થતો હાસ્યરસ, સંસારનાટકમાં કર્મના સંબંધથી વિવિધ પ્રકારના વેષ ધારણ કરતા અને વિવિધ પ્રકારના નાચ કરતા સંસારી જીવોની વિડંબનાઓ જોઈને ઉત્પન્ન થતો હાસ્યરસ, અહીં શાંત રસમાં પલટાઈ જાય છે. એ પ્રમાણે તે જ સંસારી જીવોને ઈષ્ટ વિયોગ અને અનિષ્ટની પ્રાપ્તિથી થતી ચિત્તવૃત્તિરૂપ શોકનું દર્શન કરતાં ઉચ્ચકોટિનો કરુણરસ જાગે છે, જે શાંતિનું જ એક સ્વરૂપ છે. ક્રોધાદિ ષડરિપુઓ વડે કરાતા અપકારથી થતું ચિત્તવૃત્તિઓનું પ્રક્વલન, રૌદ્રરૂપ હોવા છતાં અહીં શાંતરસરૂપ બની જાય છે. વિષય-કષાયને પરાસ્ત કરવાનો તથા દીનદુઃખી જીવોને સહાય કરવાનો ઉત્સાહ શ્રેષ્ઠવીરરસરૂપ બની શાન્તરસરૂપે રૂપાંતર પામે છે. આંતરશત્રુઓ વિવશ ન કરે તે માટેનો ભય શ્રેષ્ઠ કોટિના ભયાનક રસમાં પરિણમી શાંતરસમાં મળી જાય છે. ઈન્દ્રિયોના વિષયો પ્રત્યે તથા હાડમાંસના શરીરની અશુચિતા પ્રત્યે પ્રગટતી જુગુપ્સા ઉચ્ચ કોટિના બીભત્સ રસમાં પલટાઈને પરિણામે શાંતરસનો જ એક પ્રકાર બની જાય છે. વિશ્વની અનંતતા અને અગાધતા તથા ધર્મ અને તેના ફળની લોકોત્તરતા સાથે અચિજ્યતાના વિચારમાંથી ઉત્પન્ન થતો વિસ્મય, ઉચ્ચકોટિના અદ્ભુત રસમાં પલટાઈને શાંતરસનો જ એક વિભાગ બની જાય છે. એ રીતે બધા રસો તેની ઉચ્ચ અવસ્થામાં શાંત રસરૂપે પરિણમે છે. શાંતરસને વરેલા શ્રી પંચપરમેષ્ઠિભગવંતો આ રીતે ઉચસ્કોટિની રતિ, ઉચ્ચકોટિનું હાસ, ઉચ્ચકોટિનો. શોક, ઉચ્ચકોટિનો ક્રોધ, ઉચ્ચકોટિનો ઉત્સાહ, ઉચ્ચકોટિનો ભય, ઉચ્ચકોટિની જુગુપ્સા અને ઉચ્ચકોટિના વિસ્મયને ધારણ કરનારા છે. આ ઉચ્ચ કોટિના રતિ, હાસ, આદિ ઉચ્ચકોટિના શમસ્વરૂપ બની શાંતરસનો અનુભવ કરાવે છે. સર્વ પ્રકારના ઉચ્ચરસો તેના અંતિમ સ્વરૂપમાં શાંતરસરૂપ થઈ જાય છે તેથી શ્રી પંચપરમેષ્ઠિભગવંતો કેવળ શાંતરસ સ્વરૂપ છે, એટલું જ નહિ પણ ઉચ્ચકોટિના શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ અને અદ્ભુત આદિ રસોથી પણ ભરેલા છે એમ કહેવું લેશમાત્ર ખોટું નથી. પરમેષ્ઠિભગવંતોમાં શૃંગારરસ છે, પણ તે નાયક-નાયિકાનો નહિ કિન્તુ અંતરાત્મભાવ અને પરમાત્મભાવ વચ્ચેની રતિ-પ્રીતિનો છે. હાસ્યરસ છે, તે વિદૂષકના વિકૃત વેષાદિના દર્શનથી થનારો નહિ, કિન્તુ ભવનાટકની વિડંબના અને વિષમતાના દર્શનથી ઉપજે છે. કરુણ રસ છે, પણ ઈષ્ટ નાશ અને અનિષ્ટની પ્રાપ્તિથી થતી મલિનચિત્તવૃત્તિવાળો નહિ, કિન્તુ ઈષ્ટહિંયોગ અને અનિસંયોગથી સદા સંતપ્ત અને શોકાતુર જગતને દુઃખ-પંક અને અજ્ઞાન-અંધકારમાંથી ઉદ્ધાર કરવાનો રૌદ્રરસ છે, પણ બાહ્ય શત્રુઓએ કરેલા અપકારથી થતા મનના પ્રજ્વલનરૂપ નહિ, કિન્તુ આંતરશત્રુઓનો સમૂલ ઉચ્છેદ કરવાની પ્રશસ્ત મનોવૃત્તિરૂપ છે. વીરરસ છે, તે પણ બાહ્યયુદ્ધમાં જીતવાના ઉત્સાહરૂપ નહિ, કિન્તુ લોકોત્તર કાર્યમાં ઉત્સાહ ધારણ કરવારૂપ છે. ભયાનકરસ છે, તે પણ રૌદ્રદર્શનાદિથી થતી અનર્થની શંકારૂપ નહિ, કિન્તુ આંતરારિ વિવશ ન કરે તેની સાવચેતીરૂપ છે. બીભત્સરસ છે, તે પણ બાહ્ય અશુચિ પદાર્થોને લેવાથી નહિ, કિન્તુ અશુચિ સ્વરૂપ સ્વશરીર અને પાંચ ઈન્દ્રિયોના બીભત્સ વિષયોની વિપાક વિરસતાના દર્શનથી થયેલી વિરક્તિરૂપ છે. અભુતરસ છે, પણ તે કોઈ બાહ્ય અપૂર્વ અર્થના દર્શનથી થયેલા ચિત્તના વિસ્મયરૂપ નહિ, કિન્તુ આત્માની અને કર્મની અચિન્ય શક્તિના પરિણામે ઉત્પન્ન થયેલી વિશ્વની અગાધતા અને અનંતતાનાં દર્શનથી છે સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy