________________
ઉપજતી ચિત્તની પ્રસન્નતારૂપ છે.
અને તે શુદ્ધ
૫૨મેષ્ઠિભગવંતોમાં રહેલો શાંતરસ આ રીતે વિષયોના ભેદથી અનેક રસરૂપ બની જાય ૨સોનો આસ્વાદ ક૨ના૨ા પરમેષ્ઠિભગવંતોને ક૨વામાં આવતો નમસ્કાર પણ જેમ શાંતરસનો અનુભવ કરાવે છે તેમ તેની સાથે બીજા બધા ઉચ્ચ કોટિના રસોનો પણ અનુભવ કરાવે છે. ‘ ધ્યાતા ધ્યેય સ્વરૂપ બને ’ એ ન્યાયથી શાંતરસનો ધ્યાતા પણ શાંતરસ સ્વરૂપ બની જાય છે. જેમ જેમ નમસ્કારનું ધ્યાન વધતું જાય છે, તેમ તેમ નમસ્કાર ક૨ના૨માં અપૂર્વકોટિની રતિ, અપૂર્વ કોટિનું હાસ, અપૂર્વ કોટિની કરુણા, અપૂર્વ કોટિની રૌદ્રતા, અપૂર્વ કોટિની વીરતા, અપૂર્વ કોટિની ભયાનકતા, અપૂર્વ કોટિની જુગુપ્સા અને અપૂર્વ કોટિની અદ્ભુતતા પ્રગટે છે. તેમાંની એક પણ વસ્તુ તૃષ્ણાને વધારનારી થતી નથી, કિન્તુ ક્રમે ક્રમે તૃષ્ણાનો, વાસનાનો અને ઇચ્છાઓનો ક્ષય કરી અપૂર્વ કોટિની સમતાનો અનુભવ કરાવે છે, આત્માને શાંતરસના અનંત સાગરમાં નિમગ્ન કરી દે છે.
શ્રી પંચપરમેષ્ઠિને નમસ્કાર કરવારૂપ નવકાર મંત્રના સ્મરણથી વૈરાગ્ય, સંસારભીરુતા, જીવાદિ તત્ત્વોનું જ્ઞાન અને વીતરાગભાવનું પરિશીલન થયા જ કરે છે. વળી તેના ચિન્તનથી અચિત્ત્વશક્તિયુક્ત ૫૨મેષ્ઠિભગવંતોના અનુગ્રહ સ્વરૂપ સદ્ગુણોનો વિકાસ અને સદાચારનો લાભ થતો જાય છે, સાથે સાથે રત્નત્રય સ્વરૂપ મોક્ષમાર્ગની આરાધના પણ વધતી જાય છે. શ્રી પંચપરમેષ્ઠિના સ્મરણ સાથે પાપની જુગુપ્સા અને ધર્મની ૫રમાર્થ પરાયણતાની ભાવના જોડાયેલી જ છે, સંસારની નિઃસારતા અને મોક્ષમાર્ગની સારભૂતતાનો વિચાર પણ શ્રી નમસ્કારમહામંત્રની સાથે વણાયેલો છે.
શ્રી નમસ્કા૨મહામંત્રના સ્મરણાદિકાળે મોટે ભાગે પવિત્ર ભૂમિનો સંસ્પર્શ અને પવિત્ર પુરુષોનો સમાગમ ૨હે છે. વળી સાધુધર્મને અનુરૂપ સમિતિ-ગુપ્તિ આદિ સદાચારોનું પાલન તથા શ્રાવકધર્મને યોગ્ય દાન, પૂજન તથા અણુવ્રત-ગુણવ્રતનું સેવન પણ હોય છે. ધર્મશ્રવણ, શાસ્ત્રસ્વાધ્યાય, અધ્યાત્મચિંતા વગેરે સદ્ગુણો પણ શ્રી નમસ્કારમંત્રના સ્મરણ સાથે અનુસ્મૃત હોય છે. એ બધા અનુક્રમે શાંતરસના વિભાવ, અનુભાવ અને વ્યભિચારીભાવ બનીને તૃષ્ણાક્ષયરૂપ ‘શમ’ નામના સ્થાયીભાવનું ચર્વણ કરાવે છે. આ ચર્વણ પુનઃ પુનઃ થવાથી શાંતરસનો પ્રાદુર્ભાવ થાય છે.
એ રીતે શ્રી નમસ્કારમહામંત્રની સાથે નવેસોનો સંબંધ અને શ્રી નમસ્કારના સાધકને નમસ્કારની સાધના વડે મળતો નવેરસોના આસ્વાદનો અપૂર્વ લાભ અહીં સંક્ષેપથી વર્ણવ્યો છે. વિસ્તાર બહુશ્રુતો પાસેથી સમજવો.*
* ક્ષાયિક અને ક્ષાયોપમિકભાવોને વરેલા શ્રી પંચપરમેષ્ઠિભગવંતોમાં શૃંગારાદિ ઔદિયક ભાવો હોતા નથી, છતાં આ લેખમાં તેની ઘટના કેમ કરવામાં આવી છે એ પ્રશ્નનું સમાધાન એ છે કે ઔયિકભાવના શૃંગારાદિ રસો પરમેષ્ઠિભગવંતોમાં નથી, તોપણ ક્ષાયિક અને ક્ષાયોપશમિકભાવો તો તેઓમાં રહેલા જ છે અને તેને જ અહીં શૃંગારાદિ રસોનાં નામ આપીને ધટાવવામાં આવ્યા છે તે બતાવવા માટે શૃંગારાદિ રસોની સાથે ઉચ્ચ, ઉદાત્ત અને સાત્ત્વિક, આદિ શબ્દો મૂકેલા છે. વસ્તુતઃ પંચપરમેષ્ઠિઓમાં અપ્રશસ્ત ભાવોનો લેશ પણ નથી, કિન્તુ ઉચ્ચકોટિના પ્રશસ્તભાવો છે તેને જ જુદા જુદા રસોનાં નામ આપી ઓળખાવવામાં આવ્યા છે. શ્રી અરિહંતભગવંતો, શ્રી સિદ્ધભગવંતો અને શ્રી કેવળજ્ઞાનીભગવંતોમાં મોહકર્મનો સમૂળક્ષય થયેલો હોવાથી પ્રશસ્તભાવોની ઘટના તેમનામાં ભૂતપૂર્વનયથી સમજવાની છે. આ વિષય ઘણો ગહન હોવાથી બહુશ્રુતો પાસેથી વિનયપૂર્વક સમજવા પ્રયત્ન કરવો જરૂરી છે.
अणेगजंमंतरसंचियाणं, दुहाण सारीरियमाणसाणं कत्तो अ भव्वाण भविज्ज नासो, न जाव पत्तो नवकारतो ॥ ભવ્ય જીવોના અનેક જન્માંતરસંચિત શારીરિક અને માનસિક રોગ-શોકાદિ દુઃખો અને તેનાં કારણભૂત કર્મો, જ્યાં સુધી નવકારમંત્ર પ્રાપ્ત થયો નથી, ત્યાં સુધી કેવી રીતે નાશ પામે ?
આગમમાં કહ્યું છે કે -
શ્રી નવકારમાં નવ રસો
Jain Education International
For Private & Personal Use Only
૧૫૭
www.jainelibrary.org