SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ણન કરીશું. “શાંતરસ' એ રસાધિરાજ છે, બધા રસોનો તે રાજા છે. સાત્ત્વિક ભાવના પ્રકર્ષ વખતે બધા રસો શાંતરસમાં પરિણામ પામે છે, શ્રી નમસ્કાર મહામંત્ર એ શાંતરસનો ખજાનો છે, શાંતરસનો ભંડાર છે; અથવા શાંતરસથી ભરેલો મહાસાગર છે. તેમાં રહેલા પાંચ પરમેષ્ઠિઓ એકાંત શાંતરસથી ભરેલા અમૃતના કુંડ સમાન છે-મૂર્તિમાનું શાંત રસનાં ઝરણાં છે. શાંતરસના વિભાવોને, અનુભાવોને અને વ્યભિચારીભાવોને સમજવાથી આ વસ્તુ વધારે સ્પષ્ટ થશે. શ્રીકાવ્યાનુશાસન નામના ગ્રંથરત્નમાં કહ્યું છે કે-વૈરાગ્યવિમા યમનુભાવો વૃદ્ધિ મારી શઃ શાન્તિઃ ' ( રૂ-ટૂ-૧) અર્થાત્ વૈરાગ્યાદિ વિભાવોથી, યમનિયમાદિ અનુભાવોથી અને ધૃતિ, સ્મૃતિ, આદિ-વ્યભિચારી ભાવોથી અભિવ્યક્ત થતો તૃષ્ણાક્ષયરૂપ શમ તે શાંતરસ છે. શાંતરસના આલંબનવિભાવ તરીકે વૈરાગ્યાદિ છે અને ઉદ્દીપનવિભાવ તરીકે સત્સંગાદિ છે. “વૈરાગ્ય આદિ' શબ્દથી વૈરાગ્ય ઉપરાંત સંસાર ભીરુતા તથા સંસારનું મોક્ષનું વાસ્તવિક સ્વરૂપ સમાવનાર તત્ત્વજ્ઞાન, સંસારના પારને પામેલા વીતરાગ પુરુષોનું પરિશીલન, તેમના પરિશીલનથી પ્રાપ્ત થતો સદ્ગુણવિકાસ અને સદાચારના લાભારૂપી અનુગ્રહ વગેરે પ્રહણ કરવાનાં છે. “સત્સંગ આદિ' શબ્દથી સત્સંગ ઉપરાંત સત્ શાસ્ત્રનું શ્રવણ, મનન અને અધ્યયન, તથા તીર્થક્ષેત્ર, દેવસ્થાન, નિર્જનઅરણ્ય, ગિરિગુહા, પુણ્યાશ્રમ વગેરે લેવાનાં છે. એ રીતના બાહ્ય-અત્યંતર નિમિત્તોના બળે શાંત-રસની ઉત્પત્તિ અને અભિવૃદ્ધિ થાય છે. યમ-નિયમ આદિનું પાલન, સમિતિ-ગુતિઆદિ વ્રત નિયમોનું સેવન, મૂલગુણ અને ઉત્તરગુણોનું ધારણ વગેરે અનુભાવના સ્થાને છે, એથી મન-વચન-કાયાની ચેષ્ટાઓ વિશુદ્ધ બને છે. મતિ, સ્મૃતિ, ધૃતિ, નિર્વેદ, આદિ વ્યભિચારીભાવો છે, તેથી તૃષ્ણાક્ષયરૂપી સમરસ ચર્વણાને પ્રાપ્ત થાય છે અને વારંવાર ચર્વણાને પ્રાપ્ત થએલો “શમ” શાંતરસપણે પરિણમે છે. જ્યાં આ શાંત રસ હોય છે, ત્યાં સાત્ત્વિકભાવને પામેલા બીજા આઠે રસો તેની ઉચ્ચદશામાં હયાતી ધરાવે છે. એ જ કારણે શાન્તરસ એ બધા રસોનો રાજા ગણાય છે. બીજા બધા રસોનું જ્યારે ઉચ્ચીકરણ થાય છે ત્યારે તે દરેક શાંતરસ સ્વરૂપ બની જાય છે એ રસોનું ઉચ્ચીકરણ, ઊર્ધ્વીકરણ કે, સાત્ત્વિકીકરણ કેવી રીતે થાય છે અને તે વખતે બધા રસો કેવી રીતે શાંતરસમાં ભળી જાય છે, તે સમજવા માટે સર્વ રસોના વિભાવ, અનુભાવ અને સંસારીભાવો સહિત સ્થાયીભાવોને પણ સમજવા જોઈએ. અહીં નામ માત્રથી તેને જણાવીને તે બધાનો શાંતરસમાં અંતર્ભાવ કેવી રીતે થાય છે તે જોઈશું. શૃંગારાદિ રસોનાં નામો આપણે જોઈ આવ્યા. તે દરેકનો સ્થાયીભાવ શું છે તે હવે જોઈએ. શૃંગારનો સ્થાયીભાવ “રતિ,' હાસ્યનો સ્થાયીભાવ બહાસ,” કરુણનો સ્થાયી ભાવ “શોક,” રૌદ્રનો સ્થાયીભાવ “ક્રોધ,” વીરનો સ્થાયીભાવ “ ઉત્સાહ,” ભયાનકનો સ્થાયીભાવ “ભય', બીભત્સનો સ્થાયીભાવ જુગુપ્સા' અને અલ્કતનો સ્થાયીભાવ,' “વિસ્મય' છે. રતિથી માંડીને વિસ્મય પર્વતના સ્થાયીભાવો દરેક જીવમાં કાયમ હોય છે. તેને પ્રગટ થવાની સામગ્રી મળતાંની સાથે જ તે બહાર આવે છે. દા.ત. શૃંગારરસનો સ્થાયીભાવ “રતિ' છે અને રતિ સંયોગવિષયક ઇચ્છારૂપ છે, તેથી નાયક-નાયિકા, તેમની ચેષ્ટા તથા બીજાં નિમિત્તો મળતાંની સાથે જ શૃંગારનો પ્રાદુર્ભાવ થાય છે. તેનું ઊર્ધીકરણ કરવું હોય તો આલંબન અને ઉદ્દીપનવિભાવો પલટી નાખવા જોઈએ. નાયક-નાયિકા અને તેમની ચેષ્ટાઓના સ્થાને પંચપરમેષ્ઠિભગવંતો અને તેમની ઉદાત્ત પ્રવૃત્તિઓને જોતાં કે તેમનું સ્મરણ કરતાંની સાથે જ તેઓના સંયોગવિષયક ઈચ્છારૂપી રતિભાવ ઉદીપન થાય છે, પરિણામે પંચપરમેષ્ઠિના વિરહકાળે તેમનો સમાગમ કરવાની ઈચ્છારૂપ અને સમાગમકાળે તેમની સેવા કરવાની ઇચ્છારૂપ ઉચ્ચકોટિનો શૃંગાર અનુભવાય છે. આ ઉચ્ચકોટિનો શૃંગાર વિષયસુખોની ઈચ્છારૂપ તૃષ્ણાનો નાશ કરનાર હોવાથી શાંતરસથી અભિન્ન છે. શ્રી નવકારમાં નવ રસો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy