________________
‘સ્મિન્ દ્ઘારી ।” પણ કહેવામાં આવે છે. આ વિષયમાં નૈગમાદિ નયોનો સ્વામીત્વ દ્વારની જેમ જુદો જુદો અભિપ્રાય છે. નૈગમ તથા વ્યવહાર નયના મતે જીવ-અજીવાદિ (પૂજ્ય અને પૂજ્યોની પ્રતિમા આદિ)માં સર્વત્ર નમસ્કાર રહી શકતો હોવાથી પૂજ્યમાં નમસ્કાર રહે છે એમ માનવામાં કોઈ પણ જાતની હરકત નથી.
સંગ્રહ નય સામાન્યમાત્રગ્રાહી હોવાથી નમસ્કારને અવિશિષ્ટ સામાન્ય આધારમાં માને છે, અથવા આ નયની-‘જીવ એ જ નમસ્કાર છે' - એવી સમાનાધિકરણની માન્યતા હોવાથી, ‘જીવમાં નમસ્કાર' એવો વ્યધિક૨ણસમાસ તેને માન્ય નથી. અશુદ્ધતર સંગ્રહ નય-‘જીવમાં નમસ્કાર’ - એમ માને છે, કિન્તુ જીવ સિવાય અન્યમાં તો તે પણ માનતો નથી.
-
ૠજુસૂત્ર નય નમસ્કારને કર્તાથી અર્થાન્તર (ભિન્ન) માનતો નથી. ગુણ ગુણીથી બહાર હોય જ નહિ કિન્તુ ગુણીની અંદર જ હોય, અન્યથા સાંકર્યાદિ દોષોની પ્રાપ્તિ થાય. ઋજુસૂત્ર ભિન્ન આધા૨ને માને છે, પરન્તુ તે દ્રવ્યની બાબતમાં, નહિ કે ગુણની બાબતમાં. એ વાત ઉપર સ્પષ્ટ થઈ ગઈ છે. ગુણની બાબતમાં તો તે ગુણ ગુણીનું ભિન્નાધિકરણ સ્વીકારતો નથી જ.
શબ્દાદિ નયો જ્ઞાનને જ નમસ્કાર તરીકે સ્વીકારતા હોવાથી અને શબ્દક્રિયાત્મક નમસ્કારને નમસ્કાર ત૨ીકે નહિ સ્વીકારતા હોવાથી નમસ્કાર ક૨ના૨થી બાહ્ય અધિકરણમાં નમસ્કા૨ને માનતા નથી.
પ્રશ્ન :- તો પછી ઋજુસૂત્ર અને આ નયોની માન્યતામાં ભેદ શો ?
ઉત્તર ઃ- ઋજુસૂત્ર ક્રિયારૂપ અને શબ્દરૂપ નમસ્કા૨ને પણ નમસ્કાર માને છે તેથી તેના મતે નમસ્કાર કરનારના શરીરમાં પણ નમસ્કાર છે. શબ્દાદિ નયો નમસ્કારને ઉપયોગરૂપ જ માને છે તેથી તેઓના મતે નમસ્કાર શ૨ી૨ની અંદર નહિ, કિન્તુ જીવની અંદર જ રહે છે.
સ્થિતિ
સ્થિતિનો અર્થ અહીં કાળ છે. નમસ્કારનો કાળ કેટલો ? એનો ઉત્તર એ છે કે ઉપયોગની અપેક્ષાએ નમસ્કારની સ્થિતિ (જઘન્ય યા ઉત્કૃષ્ટ) અન્તર્મુહૂર્ત જ છે. લબ્ધિની અપેક્ષાએ જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૬૬ સાગરોપમથી પણ કાંઈક અધિક છે.
વિધાન
વિધાન એટલે પ્રકાર. નમસ્કારના પ્રકાર કેટલા છે ? એનો ઉત્તર એ છે કે નમસ્કાર અરિહંતાદિ પાંચ પ્રકારે છે, કારણ કે–શ્રી અરિહંતાદિ પદાર્થ પાંચ છે. તે દરેકની આદિમાં ‘નમઃ ।' એવું પદ એક જ હોવા છતાં, પાંચ પ્રકારના પદાર્થમાં તે પદ ઉપયુક્ત થતું હોવાથી તેના પ્રકાર પણ પાંચ બની જાય છે. શ્રી અરિહંતાદિ પાંચે પદાર્થોનું નિરૂપણ આગળ ઉપર વિસ્તારથી કરવામાં આવશે.
નવ પ્રકારે પ્રરૂપણા
ઉપર્યુક્ત છ પ્રકાર ઉપરાન્ત આઠ પ્રકારે તથા નવ પ્રકારે પણ નમસ્કા૨ની પ્રરૂપણા થઈ શકે છે. તેમાં પ્રથમ ‘સત્પદપ્રરૂપણા' દ્વાર છે. ‘સત્' એટલે વિદ્યમાન. નમસ્કાર વિદ્યમાન છે, કિન્તુ અવિદ્યમાન નથી. ગતિ-ઈન્દ્રિયાદિ માર્ગણાઓમાં કઈ કઈ માર્ગણાઓમાં કેવી કેવી રીતે વિદ્યમાન છે, એનો વિચાર કરવો એ પ્રથમ સત્પદ-પ્રરૂપણાનો વિષય છે. જેમકે -ચારે ગતિમાં નમસ્કારના પૂર્વપ્રતિપન્ન (પૂર્વે પામેલા) અવશ્ય હોય છે અને પ્રતિપદ્યમાન (વર્તમાનમાં પામતા) ની ભજના હોય છે. એ રીતે ઇન્દ્રિયાદિ માર્ગણાઓમાં પણ નમસ્કારની વિદ્યમાનતા-અવિદ્યમાનતાનો વિચાર કરવો તે સત્પદ-પ્રરૂપણા દ્વાર છે.
પર
Jain Education International
For Private & Personal Use Only
ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ
www.jainelibrary.org