________________
સંખ્યાદિ પ્રરૂપણાહારો
નમસ્કાર છે તો કેટલી સંખ્યામાં છે, એનો વિચાર કરવો-એ સંખ્યામરૂપણા દ્વારનો વિષય છે જેમકે-પ્રતિપદ્યમાન (પામતા) જધન્યથી એક, બે અથવા ત્રણ અને ઉત્કૃષ્ટથી ક્ષેત્રપલ્યોપમના અસંખ્યય ભાગના પ્રદેશ રાશિપ્રમાણ. પૂર્વપ્રતિપન્ન (પામેલા) જાન્યથી સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યય ભાગના રાશિ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી વિશેષાધિક.
ક્ષેત્રપ્રરૂપણા દ્વારમાં નમસ્કારવાન જીવ ઊંચે અનુત્તર વિમાનમાં જતાં લોકના સાત ભાગ પ્રમાણ ક્ષેત્રમાં હોય અને નીચે છઠ્ઠી નરક પૃથ્વીમાં જતાં લોકના પાંચ ભાગ પ્રમાણ ક્ષેત્રમાં હોય.
સ્પર્શનપ્રરૂપણા દ્વારમાં ક્ષેત્ર કરતાં સ્પર્શના કાંઈક અધિક સમજી લેવી. જેમકે-એક પરમાણુંનું ક્ષેત્ર એક આકાશપ્રદેશ અને સ્પર્શના સાત આકાશપ્રદેશ, એ રીતે સર્વત્ર ઘટાવી લેવું.
કાલપ્રરૂપણા દ્વારમાં એક જીવની અપેક્ષાએ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અપાઈ પુદ્ગલપરાવર્તન. નાના (અનેક) જીવોની અપેક્ષાએ સર્વકાળ.
અંતરરૂપણા દ્વારમાં નાના (અનેક) જીવોની અપેક્ષાએ અંતર નથી. એક જીવની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અપાઈપુદ્ગલપરાવર્ત.
ભાવપ્રરૂપણા દ્વારમાં લાયોપથમિક, ઔપથમિક અને સાયિક એ ત્રણ ભાવે નમસ્કાર હોય છે. શેષ ભાવોએ હોતો નથી.
ભાગપ્રરૂપણા દ્વારમાં સર્વ જીવોના અનન્તમા ભાગના જીવો નમસ્કારને પામેલા હોય છે અર્થાત્ પામેલા કરતાં નહિ પામેલા અનન્તગુણા હોય છે.
અલ્પબહત્વપ્રરૂપણા દ્વારમાં નમસ્કારને પામેલા ઉપશમભાવવાળા સૌથી અલ્પ હોય છે. લયોપશમભાવવાળા તેથી વિશેષ અને ક્ષાયિકભાવવાળા, સિદ્ધોની અપેક્ષાએ સર્વથી અધિક હોય છે. સંસારીની અપેક્ષાએ ક્ષાયિક ભાવવાળા કરતાં લયોપશમ ભાવવાળા અધિક હોય છે. ઈત્યાદિ વિચારણા કરવી તે છેલ્લું અલ્પબદુત્વ પ્રરૂપણા દ્વાર છે.
અન્ય પણ અનેક રીતિએ પ્રરૂપણા કરવાનો વિધિ છે જેમકેसंहिता च पदं चैव, पदार्थः पदविग्रहः । चालना प्रत्यवस्थानं, व्याख्या तन्त्रस्य षड्विधा ॥१॥
સંહિતા, પદ, પદાર્થ, પદવિગ્રહ (સમાસ), ચાલના (શંકા) અને પ્રત્યવસ્થાન (સમાધાન) એ છ, સૂત્રની વ્યાખ્યાનાં અંગો છે. અથવા આરોપણા (અવધારણ), ભજના (વિકલ્પના), પૃચ્છના (પ્રશ્ર), દાપના (ઉત્તર) અને નિર્યાપના (નિગમ) એ પાંચ પ્રકારે પણ પ્રરૂપણા થઈ શકે છે.
પ્રકૃતિ, અકાર, નોકાર અને નકાર-અકાર ઉભય એમ ચાર પ્રકારે પણ પ્રરૂપણા થઈ શકે છે. જેમકે-“નમસ્કારના પરિણામથી પરિણત સમ્યગ્દષ્ટિ જીવ’ એ નમસ્કાર છે, એ પ્રકૃતિ પ્રરૂપણા કહેવાય. એથી વિપરીત, “આત્મા નમસ્કાર નથી.' - એ નિષેધવાચક અકારથી પ્રરૂપણા થઈ. એ જ રીતે પ્રકૃતિને નોકાર અને નોઆકાર લગાડીને પણ પ્રરૂપણા થઈ શકે છે, નોકારમાં “નો' નો અર્થ દેશનિષેધ પણ થાય છે અને સર્વનિષેધ પણ થાય છે. સર્વનિષેધ અર્થમાં વપરાય ત્યારે દ્વિતીય ભંગ તુલ્ય થાય છે અને દેશનિષેધ અર્થમાં વપરાય ત્યારે ઉભયનો અર્થ નમસ્કારનો એક દેશ (અંશ) થાય છે.
નમસ્કારની પ્રરૂપણા
૫૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org