________________
૭ નવધા પુણ્યથી નવપદઆરાધના :
નપુચ અને નવપદ
જૈન દર્શનનાં નવતત્ત્વોમાં પુણ્ય-તત્ત્વનું પણ મહત્ત્વનું સ્થાન છે. એની વિગતવાર વિચારણા કરતાં આપણે નવપદ અને નવપુષ્ય વચ્ચે કેવો સંબંધ રહેલો છે તે જોઈએ.
૧. અન્નપુર્ણય : પુણ્યતત્ત્વના ઉપદેશ અરિહંત પરમાત્મા છે. તેમની મુખ્ય આજ્ઞા અહિંસા છે. અહિંસાનો અર્થ છે અભયદાન પ્રાણરક્ષા! અન્નદાનથી દ્રવ્ય-ભાવ બન્ને પ્રકારના) પ્રાણની રક્ષા થાય છે. તેમ જ સુપાત્રમાં આપેલું ભોજન નયસારની જેમ સમ્યકત્વનો તેમ જ તીર્થંકર નામકર્મના બંધનો હેતુ પણ બને છે. માટે અન્નપુણ્યથી અરિહંતની આજ્ઞાનું પાલન અને અરિહંતપદની ઉપાસના થાય છે.
૨. જલપુણ્ય: પાણી તરસ છિપાવે છે. બાહ્યતૃષા કરવાનું સાધન જલ છે. તેના દ્વારા અન્યની તૃષા શાંત કરવાથી અંતે બાહ્યઅત્યંતર સર્વતૃષ્ણાનો અંત થાય છે. સિદ્ધઅવસ્થા એ બાહ્ય અને આંતર-સર્વ તૃષ્ણાઓના સંપૂર્ણ અભાવ સ્વરૂપ હોવાથી જલપુણ્ય એ સિદ્ધપદનું પ્રતીક છે. બીજાની બાહ્યતૃષા છિપાવવા દ્વારા સતા જલપુણ્યથી સંસારમાં પણ તેને સિદ્ધના શાશ્વત-સુખની વાનગીરૂપ નિસ્પૃહતાનું સુખ અનુભવવામાં આવે છે.
૩. વસ્ત્રપુણ્ય : વસ્ત્ર દ્વારા શીલ અને સંયમનું રક્ષણ થતું હોવાથી વસ્ત્રપુણ્ય એ આચારનું પ્રતીક છે. બીજાને બાહ્ય-વસ્ત્રો આપીને લાજ ઢાંકનાર કે તેના શીલધર્મમાં સહાયક બનનારને સદાચારના પાલનનો આદરભાવ ઉત્પન્ન થાય છે. સદાચાર એ આત્માનું વસ્ત્ર છે. સદાચાર વિનાનો માણસ લોકમાં પણ વસ્ત્રવિહીન કહેવાય છે. તેથી વસ્ત્રપુય દ્વારા આચાર સ્વરૂપ આચાર્યપદની ઉપાસના થાય છે અને સદાચાર પાલનનું બળ પ્રાપ્ત થાય છે.
૪. આસનપુણ્યઃ પોતાના સિવાય અન્યને બહુમાન આપવું તે. બીજાને આસન આપવા દ્વારા બીજાનું બહુમાન થતું હોવાથી એનાથી વિનયગુણ કેળવાય છે, માન ઘટે છે માટે આસનપુણ્ય એ ઉપાધ્યાયપદનું પ્રતીક છે.
૫. શયનપુણ્યઃ શયન એટલે ઘર. રહેવા, સૂવા માટેનો આધાર આપવો તે શયનપુણ્ય છે. સાધુ સર્વેને આધાર-આશ્રય આપનાર હોય છે. મોક્ષમાર્ગમાં એ સર્વેને સહાય કરનાર હોય છે. શયનઘર આદિ દ્વારા બીજાને દ્રવ્ય આધાર આપવા દ્વારા સાધુતાનો ભાવ વિકાસ પામે છે. માટે શયનપુણ્ય એ સાધુપદનું પ્રતીક છે.
દ. મનપુણ્યઃ જીવમૈત્રી આદિ ચારે ભાવનાઓ એ દર્શનશુદ્ધિનો પરમ ઉપાય છે. સર્વ જીવોનું હિતચિંતન આદિ મન વડે થતું હોવાથી મનપુણ્ય એ સમ્યગ્દર્શનનું પ્રતીક છે.
૭. વચનપુણ્ય : વાણી જ્ઞાનનું પ્રતીક છે. શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ વચન દ્વારા જ થાય છે તેમ જ હિત-મિત-પથ્ય વાણી બોલવાથી જ્ઞાનપદની જ આરાધના થાય છે. માટે વચનપુણ્ય એ સમ્યજ્ઞાનનું પ્રતીક છે.
૮. કાયાપુણ્યઃ કાયા દ્વાર સુપાત્રની સેવાભક્તિ કરવાથી ચારિત્રધર્મના પાલનનું બળ પ્રાપ્ત થાય છે, તેમ જ કાયાની શુદ્ધિરૂપ ચારિત્રગુણની શુદ્ધિ પણ કાયાપુણ્ય વડે મેળવી શકાય છે. માટે કાયાપુણ્ય એ ચારિત્રપદનું પ્રતીક છે.
૯. નમસ્કારપુણ્ય : નમસ્કાર વિનય સ્વરૂપ છે અને તે આત્યંતરતપ છે. ધ્યાન, કાયોત્સર્ગ આદિ આત્યંતર અને બાહ્યતપના બારે પ્રકારનું આરાધન પણ નમસ્કારપુણ્ય સ્વરૂપ હોવાથી તે તપપદનું પ્રતીક છે. આ રીતે નવપુષ્પ એ નવપદના પ્રતીકરૂપ હોવાથી તેના આદર-બહુમાન-આચરણથી નવપદનું જ આદર-બહુમાન અને આરાધના થાય છે.
૧૭૮
રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org