SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ તેઓને કરેલો તે નમસ્કાર પોકળ છે, સાચો નથી; દ્રવ્યનમસ્કાર છે, ભાવનમસ્કાર નથી. પરંતુ ગુણનો પક્ષપાત અને એ પક્ષપાત સહિત સાચો નમસ્કાર આવે ક્યારે ? ગુણનો પક્ષપાત ગુણો પ્રત્યે શ્રદ્ધા માગે છે. ગુણોમાં ઉપાદેયપણાની બુદ્ધિ એ જ સાચી શ્રદ્ધા છે. જ્યાં સુધી જેને નમવામાં આવે છે તેના ગુણોમાં ઉપાદેય બુદ્ધિ નથી, તે ગુણો આદરવા લાયક છે, આચરવા લાયક છે એનો ખ્યાલ નથી, એ ગુણોને જીવનમાં લાવવા પ્રત્યે ઉદાસીનતા છે અને ઉપેક્ષાબુદ્ધિ કે હેયબુદ્ધિ છે ત્યાં સુધી સાચો ભાવનમસ્કાર ક્યાંથી થાય ? ગુણોમાં ઉપાદેયબુદ્ધિ એ ભાવનમસ્કારનું પહેલું પગથિયું છે. જ્યાં સુધી ચિંતામણિ અને કામધેનુ કરતાં પણ પરમેષ્ઠિઓને જે ગુણો પ્રાપ્ત થયા છે તેની કિંમત અધિક છે–એવો ખ્યાલ ન આવે, એનું સાચું ભાન ન થાય, ત્યાં સુધી ભાવનમસ્કાર આવી શકતો નથી. આજે તો જેને નમવામાં આવે છે તેના ગુણોનું મોટે ભાગે જ્ઞાન નથી, જેને જ્ઞાન છે તેને ઉપાદેયબુદ્ધિને બદલે ઉપેક્ષાબુદ્ધિ છે, અથવા આગળ વધીને કહીએ તો હેયબુદ્ધિ હોય તેવો વર્તાવ છે. શ્રી પરમેષ્ઠિભગવંતોએ પાંચ વિષય ત્યજ્યા છે અને ચાર કષાય જીત્યા છેઃ પાંચ આચારો અને પાંચ મહાવ્રતોમય તેઓનું જીવન છે. અષ્ટપ્રવચનમાતા અને ૧૮૦૦૦ શીલાંગરથના તેઓ ધોરી છે. તેમાંની કોઈ પણ વસ્તુ ઉપર જેઓને પ્રેમ નથી, આદર નથી, મેળવવાની કે જાણવાની પણ ઈચ્છા કે દરકાર નથી તેઓનો નમસ્કાર ભાવ નમસ્કાર કેવી રીતે બની શકે ? નમસ્કારને ભાવનમસ્કાર બનાવવા માટે ગુણબહુમાનરૂપ ભાવ જોઈએ. બીજ વાવ્યા વિના જેમ કદી પણ ધાન્ય ઊગે નહિ, તેમ ગુણો ઉપર બહુમાન આદરભાવરૂપ બીજનું આધાન કે વાવેતર કર્યા વિના ગુણપ્રાપ્તિ અને તેના ફળરૂપે મોક્ષપ્રાપ્તિરૂપી ધાન્ય ક્યાંથી ઊગે ? ગમે તેટલી વૃષ્ટિ થાય અને ગમે તેટલી ફળદ્રુપ ભૂમિ હોય, પરંતુ બીજ વાવ્યા વિના હજાર હેતુઓએ પણ ધાન્ય ઊગી શકે નહિ ! • વપનું ધર્મવીનસ્ય સબ્રશંસાવિ | ' સત્પુરુષોના ગુણોનું બહુમાન અને પ્રશંસા એ ધર્મરૂપી બીજનું સાચું વપન-વાવેતર છે. શ્રી પરમેષ્ઠિભગવંતોમાં રહેલા અનેક ગુણોને ચિંતામણિ કામ કલ્પવૃક્ષ અને કામકુંભથી અધિક માનો, કેમ કે એ બધામાં ઈચ્છા પૂરવાનું અને ચિંતા ચૂરવાનું જે સામર્થ્ય છે, તેના કરતાં અનેકગણું અધિક સામર્થ્ય સાચા ગુણો અને તેના બહુમાનમાં રહેલું છે. અથવા કહો કે ચિંતામણિ આદિમાં જે સામર્થ્ય આવે છે તે સામર્થ્ય તેનું પોતાનું નથી પણ ગુણ બહુમાનના ભાવથી બંધાયેલા અમાપ સામર્થ્યવાળા પુણ્યનું છે. તે પુણ્ય, ગુણ ઉપર બહુ માનના ભાવથી ઉપાર્જન થાય છે, તેથી તે ચિંતામણિ આદિથી પણ અધિક છે. શ્રી નવકારનું પુનઃ પુનઃ રટણ એક બાજુ પુણ્યને વધારે છે, જ્યારે બીજી બાજુ પાપનો નાશ કરે છે. નવમું પાપસ્થાન લોભ અને અઢારમું પાપસ્થાન મિથ્યાત્વશલ્ય એ બધાં પાપોમાં મોટાં ગણાય છે. તે બંનેનો નાશ એક જ શ્રી નવકારથી સધાય છે, કારણ કે શ્રી નવકાર દુન્યવી લોભનો શત્રુ છે અને મુક્તિસુખનો લોભ જીવમાં જગાડે છે. શ્રી નવકાર, પાપને પાપ નહિ માનવારૂપ તથા પુણ્યને પુણ્ય નહિ માનવારૂપ જડતાનો નાશ કરે છે અને શુદ્ધ દેવ-ગુરુ-ધર્મ ઉપર પ્રેમ પેદા કરે છે. સામાયિક અને નવકાર Jain Education International For Private & Personal Use Only ૧૭૭ www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy