________________
શુદ્ધ આત્મતત્વનો લાભ થવાથી હંમેશ માટે અભય, અષ, અખેદ પ્રાપ્ત થાય છે. સ્વરૂપાસ્તિત્વના ધ્યાનથી “અભય” સાદડ્યાસ્તિત્વના ધ્યાનથી અદ્વેષ અને
દુષ્કતગહ, સુકૃતાનુમોદનાથી અસનો ત્યાગ અને સહુના સેવનથી રાગદ્વેષનો ક્ષય થવાથી “અખેદ'નો લાભ થાય છે.
પ્રથમપદનું ધ્યાન આ રીતે મોહ, અજ્ઞાન તથા રાગ અને દ્વેષના ક્ષયનું કારણ બની જીવની સિદ્ધિનો હેતુ બને છે. દ્રવ્ય-ગુણ-પર્યાયથી આત્માનું ધ્યાન
અરિહંતોની ઉપાસના દ્રવ્ય-ગુણ-પર્યાયથી પોતાના આત્માને ઓળખવા માટે છે. જે અરિહંતોને દ્રવ્ય-ગુણ-પર્યાયથી જાણે છે, તે પોતાના આત્માને જાણે છે. તેના રાગ-દ્વેષનો ક્ષય થાય છે. રાગ-દ્વેષનો ક્ષય થવાથી નિર્વાણની પ્રાપ્તિ થાય છે. નિર્વાણ પ્રાપ્તિનો આ સીધો માર્ગ છે.
અરિહંતોને દ્રવ્ય-ગુણ-પર્યાયથી જે જાણે છે અને ધ્યાવે છે, તે પોતાના આત્માના દ્રવ્ય-ગુણ-પર્યાયને ઓળખે છે, ઓળખીને તેમાં લીન થાય છે ત્યારે આશયમાં આકાશથી પણ વિશેષ વિશાળતા, સાગરથી પણ વધુ ગંભીરતા અને મેરુથી પણ અતિ ઉચ્ચતાનો અનુભવ થાય છે. આત્મા, આત્મતત્ત્વ જાતિથી વિશાળ છે. પર્યાયાનુસ્મૃત દ્રવ્યથી સાગરવર ગંભીર છે. અને ગુણ સમૂહના એકત્ર અવસ્થાનથી મેરુથી પણ અતિ ઉચ્ચ છે. મેરુ નિષ્પકંપ છે, (મધ્ય) સાગર નિતરંગ છે અને આકાશ નિરંજન-નિર્વિકાર છે. તેમ શુદ્ધ આત્મા શુદ્ધગુણથી મેરુ, દ્રવ્યથી સાગર અને પર્યાયથી આકાશ સમાન છે. એવા શુદ્ધ આત્માનો અનુભવ કરવા માટે અનન્ય આલંબન અરિહંતપરમાત્માનું છે. તેથી તેમનાં નામાદિ ત્રણે કાળમાં ત્રણે લોકને પૂજનીય છે.
અરિહંતોની વિશેષતા તેમના ગુણપ્રકર્ષમાં છે. ગુણપ્રકર્ષ અચિંત્યશક્તિયુક્ત હોય છે. અચિંત્યશક્તિ તભાવાવસ્થિતિમાં પરમહેતુ છે. તથા અરિહંતોનું આત્મદ્રવ્ય અનાદિકાલીન તેવી યોગ્યતાના કારણે સર્વથા પરાર્થરસિક હોવાથી તેમની ઉપાસના જીવને શીધ્ર બોધિ, સમાધિ અને આરોગ્ય આપવા સમર્થ થાય છે. અપેક્ષા એ ભાવસ્વાધ્યાય
નમવું એટલે માત્ર મસ્તક ઝુકાવવું એટલું જ નહિ, પણ મન, મનના વિચારો, મનના નિર્ણયો અને મનના ગમા-અણગમાને નમાવવા અર્થાત્ તુચ્છ લેખવા, મન-બુદ્ધિ, ચિત્ત અહંકારને સર્વસ્વ ન લેખવા, માત્ર આત્માને ક્રિયા કરવાના કરણ તરીકે જોવો એ ભાવાર્થ છે.
‘વાવર્ષવાનુહૂર્વવ્યાપને નમસ્કા: ”
અહીં “સ્વ'થી મનની કલ્પનાઓ, બુદ્ધિના નિર્ણયો, ચિત્તના રાગદ્વેષો-અભિનિવેશો-આગ્રહો એ સર્વને જતાં કરવાં. તેમાં “અહ-મમરૂપ બુદ્ધિની મર્યાદિત વિચાર ધારાઓને જતી કરવી- છોડી દેવી, વૃત્તિઓ ઉપર પરિગ્રહ અને મૂછની ભાવનાઓને નિવૃત્ત કરવી. તે નમસ્કારનો તાત્વિક અર્થ છે એમ સમજવું. તેને ભાવસંકોચ પણ કહે છે. ભાવોનો સંકોચ એટલે પરમાત્મસ્વરૂપ આત્મભાવના સિવાય બીજા બધા ભાવોને ગૌણત્વ આપવું, હાથ જોડવા એટલું જ નહિ, પણ સાથે એકતાની ભાવના પણ કરવી. અર્થાત માથું નમાવવાની ક્રિયા અંતઃકરણના સંકુચિતભાવોને તુચ્છ માનીને છોડી દેવાની ક્રિયાનું પ્રતીક છે અને હાથ જોડવાની ક્રિયા અંતઃકરણમાં નમસ્કાર્યની સાથે અભેદભાવ સ્થાપવાની ક્રિયાનું પ્રતીક છે. હાથ જોડવા અને માથું નમાવવારૂપ દ્રવ્યસંકોચ અંતઃકરણમાં થતા ભાવસંકોચનું પ્રતીક છે. દ્રવ્યભાવસંકોચ આત્મભાવના વિસ્તારમાં પરિણમે છે.
નમસ્કારમાં નમ્રતા છે એટલે મનની વૃત્તિઓની તુચ્છતાનું ભાન છે. નમસ્કારમાં વિનય છે એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારની પેલે પાર એ બધામાં ચૈતન્ય પૂરું પાડનાર અને
અનુપ્રેક્ષાકિરણ ૬
૪૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org