________________
પ્રધાન છે. અથવા શ્રી અરિહંતાદિ પાંચ ભાવ મંગળોમાં પ્રથમ ભાવમંગળ હોવાથી પ્રથમ છે. અથવા પ્રધાનતર પરોપકારસાધક હોવાથી અહંન્નમસ્કાર એ પ્રથમ એટલે મુખ્ય મંગળ છે. (૪) શ્રી સિદ્ધ-પરમાત્મા
નમસ્કાર'ની બીજી વસ્તુ શ્રી સિદ્ધ પરમાત્મા છે. સિદ્ધ' આત્માઓ અનેક પ્રકારના હોય છે. કહ્યું છે કેकम्मे सिप्पे अ विज्जा य, मंते जोगे अ आगमे । अत्थ-जत्ता-अभिप्पाए, तवे कम्मक्खए इय ॥१॥
કર્મસિદ્ધ, શિલ્પસિદ્ધ, વિદ્યાસિદ્ધ, મંત્રસિદ્ધ, યોગસિદ્ધ, આગમસિદ્ધ (ચૌદ પૂર્વધ), અર્થસિદ્ધ (મમ્મણશેઠ), યાત્રાસિદ્ધ, અભિપ્રાયસિદ્ધ (અભયકુમાર), તપસિદ્ધ (દઢપ્રહારી) અને કર્મક્ષયસિદ્ધ એમ અનેક પ્રકારના સિદ્ધ છે.
તેમાં કર્મસિદ્ધાદિનું અહીં પ્રયોજન નથી કેવળ કર્મક્ષયસિદ્ધનું જ પ્રયોજન છે. જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોનું સમૂલ ઉમૂલન કરનાર આત્મા “કર્મક્ષય-સિદ્ધ' કહેવાય છે. કહ્યું છે કે :
दीहकालरयं जं तु, कम्मं से सियमट्ठहा । सियं धंतं ति सिद्धस्स, सिद्धत्तमुवजायइ ॥१॥ દીર્ધકાળનાં ઉપાર્જન કરેલાં આઠ પ્રકારનાં કર્મ જેમણે બાળી નાંખ્યાં છે, તે આત્મા સિદ્ધપણાને પ્રાપ્ત કરે
અથવાमातं सितं येन पुराणकर्म, यो वा गतो निर्वृतिसौधमूर्ध्नि ।
ख्यातोऽनुशास्ता परिनिष्ठितार्थो, यः सोऽस्तु सिद्धः कृतमंगलो मे ॥१॥ બાંધેલ પુરાણકર્મ જેમણે બાળી નાંખ્યાં છે, અથવા “જેઓ નિવૃત્તિરૂપી પ્રાસાદના શિખર ઉપર આરૂઢ થાય છે, અથવા ““જેઓ અનુશાસક તરીકે પ્રસિદ્ધ થયા છે, અથવા ““જેમનાં સઘળાં પ્રયોજનો સિદ્ધ થયાં છે, એવા જે સિદ્ધ પરમાત્માઓ છે તે મને મંગલભૂત થાઓ.
શ્રી સિદ્ધોનું લક્ષણ દર્શાવતાં શાસ્ત્રકાર મહર્ષિઓ ફરમાવે છે કેअशरीरा जीवधणा, उवउत्ता दंसणे अ नाणे अ । सागारमणागारं, लक्खणमेअं तु सिद्धाणं ॥१॥ केवलनाणुवउत्ता, जाणंता सबभावगुणभावे । पासंति सवओ खलु, केवलदिविहिऽणंताहिं ॥२॥ नाणंमि दंसणंमि अ, इत्तो एगयरंमि उवउत्ता । सब्बस्स केवलिस्स, जुगवं दो नत्थि उवओगा ॥३॥
(૧) શરીર વિનાના જીવના પ્રદેશો વડે ઘન, દર્શન અને જ્ઞાનમાં ઉપયુક્ત તથા સાકારી અને અનાકારી એ સિદ્ધોનું લક્ષણ છે. (૨) કેવલજ્ઞાનમાં ઉપયુક્ત હોવાથી સર્વ ભાવોના ગુણપર્યાયને ભણી રહ્યા છે તથા તેને જ અનન્ત એવી કેવળદષ્ટિ વડે જોઈ રહ્યા છે. (૩) પ્રતિસમય જ્ઞાનોપયોગ યા દર્શનોપયોગમાં ઉપયુક્ત છે. (કારણ કે) સર્વ કેવળજ્ઞાનની ભગવન્તોને એક સમયે બે ઉપયોગ હોતા નથી.
શ્રી સિદ્ધ-પરમાત્માના સ્વરૂપનું વર્ણન કરતાં વધુમાં જ્ઞાની મહર્ષિઓ ફરમાવે છે કે
અવ્યાબાધપણાને પામેલા સિદ્ધાત્માઓને જે સુખ હોય છે તે સુખ મનુષ્યોને કે સર્વ પ્રકારના દેવોને હોતું નથી. સમસ્ત દેવગણના સુખને સર્વ કાળના પ્રદેશો વડે અનન્તગણું કરવામાં આવે અને તેને અનન્તાનન્ત વર્ગો વડે ગુણવામાં આવે તો પણ તે મુક્તિસુખની તોલે આવી શકે તેમ નથી. સિદ્ધના એક જીવનું સર્વ કાળનું સુખ એકત્ર કરવામાં આવે અને તેને અનન્ત ભાગો વડે ભાગવામાં આવે, તોપણ સર્વ આકાશ પ્રદેશને વિષે સમાઈ શકે નહિ. એટલે કે સર્વ આકાશપ્રદેશની સંખ્યા કરતાં સિદ્ધના જીવોનું સુખ અનંતગણું છે.
નમસ્કારની વસ્તુ
૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org