SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ સૂચવ્યો છે. જેમ ‘બહૈં” નું અભેદ-પ્રણિધાન એ તાત્ત્વિક નમસ્કાર છે. તેમ ત્રાણ પણ ‘અરિહંત’ પરમાત્મા જ છે. એ રીતે ‘નો’, ‘હિં’ અને ‘તાળ’ એ ત્રણેય એક જ અર્થને સૂચવનાનાં બની જાય છે. ‘ઊજ્જૈ’ વાચ્ય શ્રી અરિહંતપરમાત્માનો નમસ્કાર અને તેથી ફલિત થતું ત્રાણરક્ષણ એક જ આત્મામાં રહેલું છે. આત્મા જ ‘હૈં’, આત્મા જ ‘ત્રાળ’ અને આત્મા જ ‘નો’ નમસ્કારરૂપ છે. બીજા શબ્દોમાં આત્મા જ જ્ઞાન, આત્મા જ દર્શન અને આત્મા જ ચારિત્ર-એમ અભેદરત્નત્રયી પણ નમસ્કારના પ્રથમપદમાં રહેલી છે. નમસ્કાર વડે વિશ્વનું પ્રભુત્વ વિશ્વ ઉપર પ્રભુત્વ પાંચ સમવાયનું છે. પાંચ સમવાય એટલે પાંચ કારણોનો સમુદાય. પાંચ કારણોનાં નામ અનુક્રમે કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ અને પુરુષકાર. ચિત્તને સમત્વભાવની તાલીમ પાંચ કારણવાદના તત્ત્વજ્ઞાનથી મળે છે. પાંચ કારણોનો સમવાય માનવાથી દીનતા-અહંકારાદિ દોષોનો વિલોપ થઈ જાય છે. એકલો દૈવવાદ માનવાથી દીનતા આવે છે. એકલો પુરુષકારવાદ માનવાથી અહંકાર ઉત્પન્ન થાય છે. એકલી નિયતિ, એકલો કાળ કે એકલો સ્વભાવવાદ માનવાથી સ્વચ્છંદ પોષાય છે. પાંચેય કારણો મળીને કાર્ય બને છે, એમ માનવાથી એકેક વાદથી પોષાતા સ્વચ્છંદાદિ દોષોનો નિગ્રહ થાય છે અને સારા-નરસા બનાવ વખતે ચિત્તનું સમત્વ ટકી રહે છે. જેમ જેમ સમત્વભાવ વિકસે છે, તેમ તેમ કર્મક્ષય વધતો જાય છે. સમ્યક્ત્વ સમત્વભાવરૂપ છે માટે તેને સમકિતસામાયિક કહેવાય છે.વિરતિ અધિક સમત્વસૂચક તેને દેશવિરતિ અને સર્વવિરતિ સામાયિક કહે છે. અપ્રમાદ એથી પણ અધિક સમત્વસૂચક છે. એથી આગળ અકષાયતા, અયોગતાદિ ઉત્તરોત્તર અધિક સમત્વરૂપ હોવાથી અધિક અધિક નિર્જરાના હેતુ છે. તેથી વિશ્વ ઉપર પાંચ સમવાયનું પ્રભુત્વ છે એટલે સમત્વભાવનું પ્રભુત્વ છે અને સમત્વભાવ ઉપર શ્રી અરિહંતાદિ ચારનું પ્રભુત્વ છે. કહ્યું છે કે કાળ સ્વભાવ ભવિતવ્યતા, એ સઘળા તારા દાસો રે; મુખ્ય હેતુ તું મોક્ષનો, એ મુજ સબલ વિશ્વાસો રે. ૭ પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ. શ્રી અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલિપ્રજ્ઞપ્ત ધર્મ-એ ચારના અવલંબનથી શુભ ભાવ પ્રકટે છે. એ શુભભાવ પાંચ સમવાય ઉપર પ્રભુત્વ ધરાવે છે. તેથી વિશ્વના સાચા સ્વામી શ્રી અરિહંતાદિ ચાર છે. તેમને કરાયેલો નમસ્કાર, નમસ્કાર કરનારને સમગ્ર વિશ્વ ઉપર પ્રભુત્વ અપાવે છે. પાંચેય કારણો ઉપર શુભભાવનું પ્રભુત્વ દુષ્કૃતગહ વડે સહજમળનો હ્રાસ થાય છે. સુકૃતાનુમોદના વડે તથાભવ્યત્વભાવનો વિકાસ થાય છે. શરણગમન વડે ઉભય સધાય છે, કેમ કે જેનું શરણ ગ્રહણ થાય છે તેઓનો સહજમળ સર્વથા નાશ પામ્યો છે અને તેઓનું તથાભવ્યત્વ પૂર્ણ પણે વિકાસ પામ્યું છે. અનુપ્રેક્ષાકિરણ ૩ Jain Education International For Private & Personal Use Only ૩૨૧ www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy