________________
મંત્રસિદ્ધિ માટે અનિવાર્ય
બીજના ભોગે પોતે જીવવા ઇચ્છે તે પશુત્વ છે. પોતાના ભોગે બીજાને જીવાડવા ઈચ્છે તે મનુષ્યત્વ છે. અથવા પોતે જેમ જીવવાને ઈચ્છે છે તેમ બધા પણ જીવવાને ઈચ્છે છે, એમ સમજીને બધાની સાથે આત્મતુલ્ય વ્યવહાર કરે છે.
કામ, ક્રોધ, મોહ, મદ, માન એ જ તાત્ત્વિક પશુત્વ છે. તે જ ભાવશત્રુઓનો નાશ પોતાના આત્માની અને જગતના જીવોની શાન્તિ માટે અનિવાર્ય છે.
मातृवत् परदारेषु । - એ ભાવના કામ અને રાગને શમાવે છે.
लोष्ठवत् परद्रव्येषु । - એ ભાવના લોભ અને મોહને કાબૂમાં લાવે છે.
आत्मवत् सर्वभूतेषु । - એ ભાવના મદ, માન, ઈર્ષા-અસૂયાદિ વિકારોને શમાવે છે. શાસ્ત્ર કહે છે કે ક્ષાન્ત, દાન્ત અને શાન્ત આત્માને જ કોઈ પણ પ્રાર્થના યા મંત્ર ફળીભૂત થાય છે.
અહિંસાના પાલનથી ક્રોધ જિતાય છે અને ક્ષાત્ત બનાય છે. સંયમના પાલનથી કામ જિતાય છે અને દાન્ત બનાય છે. તપના સેવનથી લોભ જિતાય છે અને શાન્ત થવાય છે.
કામને જીતવા માટે “માતૃવત્ પરy ની ભાવના કર્તવ્ય છે. લોભને જીતવા માટે “ઝવત રિદ્રવ્યg ભાવના કર્તવ્ય છે ક્રોધને જીતવા માટે “સાત્મવત્ સર્વભૂતેષુ '' ની ભાવના કર્તવ્ય છે.
લોભને જીતનાર શાન્ત આત્મા જ સાચો તપસ્વી છે. કામને જીતનાર દાન્ત આત્મા જ સાચો સંયમી છે અને ક્રોધને જીતનાર ક્ષાત્ત આત્મા જ સાચો અહિંસક છે.
મંત્રસિદ્ધિની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે તે ત્રણેય ગુણો મેળવવા જોઈએ. આત્મા જ નમસ્કાર છે
મંત્રસાધનાનું મહત્ત્વ અર્થની દૃષ્ટિએ નથી પણ બીજની દષ્ટિએ છે.
“ો એ શ્રદ્ધાસૂચક છે, ‘હું એ સર્વજ્ઞતાનું બીજ હોવાથી જ્ઞાનસૂચક છે અને “તા એ મનનક્રિયારૂપ હોવાથી ચારિત્રસૂચક છે.
“નમો અરિહંતાણે એ મંત્રનાં ત્રણ પદો એ રીતે રત્નત્રયસૂચક છે. અનુક્રમે તત્ત્વરુચિ, તત્ત્વબોધ અને તત્ત્વરમણતારૂપ અર્થને બતાવે છે. એ અર્થ ભેદ-રત્નત્રયીની દષ્ટિએ છે. અભેદ-રત્નત્રયીની દષ્ટિએ પણ તેનો અર્થ ઘટાવી શકાય છે.
ઈમ્ પદની વ્યાખ્યા કરતાં “શ્રીસિદ્ધહેમબૃહદવૃત્તિમાં કહ્યું છે કે"प्रणिधानं चाऽनेन सह आत्मनः सर्वतः संभेदः तदभिधेयेन चाऽभेदः अयमेव हि तात्त्विको नमस्कार इति ।'
અહ' પદનું પ્રણિધાન “સંભેદપ્રણિધાન' છે અને મારું વાચ્ય પરમાત્મસ્વરૂપનું પ્રણિધાન તે “અભેદપ્રણિધાન' છે.
આ અભેદપ્રણિધાન એ જ તાત્ત્વિક નમસ્કાર છે. અહીં ‘કાર વડે નમસ્કાર અને અરિહંતનો અભેદ
N ૭૨૦
ત્રિલોક્યદીપક મહામંત્રાધિરાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org