SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ એમ સાબિત થાય છે. “નમો પદથી દુઃખની પરંપરાનું કારણ સહજમળ મટે છે, “ë પદથી દુઃખનું કારણ પાપ મટે છે અને “તા' પદથી દુઃખ મટે છે. આદિ, મધ્ય અને અન્ય મંગળ નમસ્કાર એ શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયને શરણાગતિરૂપ છે. આજ સુધી તેની વિરુદ્ધ વર્તન કર્યું અથવા તેના પ્રત્યે પ્રમાદ, ઉપેક્ષા સેવી તે મહામહોદયરૂપ પાપ છે. નમસ્કારથી એક બાજુ તત્ત્વની શરણાગતિ થાય છે, ઉપેક્ષા અને વિરોધનું પાપ ધોવાય છે. બીજી બાજુ ઉપેક્ષા અને વિરોધ કરનાર પણ જ્યારે શરણે જાય છે, ત્યારે શરણ આપવા એકાન્ત તત્પર એવા પરમેષ્ઠિભગવંતોના લોકોત્તરસુકૃતનું અનુમોદન થાય છે. એ રીતે નમસ્કારમાં શરણાગતિ, દુષ્કૃતગર્તા અને સુકૃતાનુમોદન ત્રણેય એકીસાથે રહેલાં છે. સમગ્ર નવકારનાં પ્રથમ પાંચ પદ શરણાગતિસૂચક છે, પછીનાં બે પદ ગહસૂચક છે અને છેલ્લાં બે પદ અનુમોદનસૂચક છે. એ રીતે આદિ, મધ્ય અને અન્ય ત્રણેય મંગળ પણ તેમાં ગૂંથાયેલાં છે. પાપકર્મનો વિગમ અને શુદ્ધધર્મની પ્રાપ્તિ નમો’ પદ શરણેગમન, દુષ્કતગહ અને સુકતાનુમોદના એ ત્રણેયના સંગ્રહરૂપ છે, તેનો જ વિસ્તાર પ્રથમનાં પાંચ પદોમાં અને પછીનાં ચાર પદોમાં છે. શરણગમન સૂચવનારાં પ્રથમનાં પાંચ પદો છે. દુષ્કતગર્તા સૂચવનારાં પછીનાં બે પદો છે અને સુકૃતાનુમોદના સૂચવનારાં અંતિમ બે પદો છે. શરણગમન વડે સીધો ભવ્યત્વનો પરિપાક થાય છે, દુષ્કતગ વડે પાપકર્મનો વિગમ થાય છે અને સુકૃતાનુમોદન વડે શુદ્ધધર્મની પ્રાપ્તિ થાય છે. શુદ્ધધર્મની પ્રાપ્તિથી દુઃખોચ્છેદ, દુષ્કતગઈથી પાપોચ્છેદ અને શરણગમનથી ભવભ્રમણની શક્તિનો ઉચ્છેદ થાય છે, એટલે અનાદિ સહજમાનો દ્વારા થાય છે. બીજ અને ફળ. - શત્રુભાવને હણનાર-તેનું બીજ દુષ્કતગઈ છે. – ત્રિભુવનપૂજ્યતા તેનું બીજ સુકૃતાનુમોદના છે.મહ - જન્મ-જર-મરણ ઉચ્છેદક-તેનું બીજ શરણગમન છે. દુષ્કૃતમાત્ર ગણીય છે, સુકૃતમાત્ર અનુમોદનીય છે. એ બે વાત પરિપક્વ થયા પછી શરણગમનનો સાચો અધિકાર પ્રાપ્ત થાય છે. શરણગમન બે પ્રકારનું છે. Objectively-બહારથી અરિહંતાદિ પરમેષ્ઠિઓનું, કે જેઓએ શુદ્ધસ્વરૂપ પ્રાપ્ત કર્યું છે અને કરવા માટે સતત ઉદ્યમી છે. subjectively નિજ શુદ્ધઆત્માનું વ્યકર્મ, ભાવકર્મ, નોકર્મથી ભિન્ન એવું અનંતચતુષ્ટયસમ્પન્ન, જ્ઞાયક, સત્તામાત્ર એવા આત્મદ્રવ્યનું નમો એ બીજ છે, “તા' એ ફળ છે અને સ્ટિં એ દુષ્કતગઈ, સુકૃતાનુમોદના અને શરણગમનના પ્રકર્ષને પામેલા શુદ્ધ આત્માઓનું સ્મરણ છે. “નો પદ વડે શુદ્ધ આત્માઓને હૃદયભૂમિમાં બિરાજમાન કરવાથી તેના ફળસ્વરૂપે આપણો આત્મા શુદ્ધ, બુદ્ધ અને નિરંજન બને છે. તે જ ત્રાણ અથવા શરણ છે. અરિહંતાદિ ચારનો અનુગ્રહ વિશ્વ ઉપર અરિહંતાદિ ચારનું સામ્રાજ્ય પ્રવર્તે છે. તેઓના સામ્રાજ્યમાં રહેલ પ્રજારૂપ આપણને જે કંઈ ભૌતિક કે આધ્યાત્મિક, નાની કે મોટી, શુભ કે શુભતર વસ્તુઓ પ્રાપ્ત થાય છે તે તેઓના અનુગ્રહનું ફળ છે. નમો' પદ એમ બતાવે છે કે-જે કોઈ વસ્તુઓ મળી છે, તે બધી જ તેઓના અનુગ્રહથી જ મળી છે. એના ANN ૩૫૬ આ વૈલોક્યદીપક મહામંત્રધિરાજ પS Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy