SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રિદોષશામક-ત્રિગુણવર્ધક-ત્રિપદમંત્ર नमो अरिहंताणं જ્ઞાન મંગળ છે, દર્શન ઉત્તમ છે અને ચારિત્ર શરણ છે. “ન મંગળવાચક છે, જે ઉત્તમવાચક છે અને “તા' શરણવાચક છે. મંગળ એ જ્ઞાન છે, ઉત્તમ એ દર્શન છે અને શરણ એ ચારિત્ર છે. જ્ઞાન વડે અમંગળ એવા રાગનો નાશ થાય છે. દર્શન વડે અધમ એવા ષનો નાશ થાય છે. ચારિત્ર વડે દુષ્ટ એવા મોહનો ક્ષય થાય છે. રાગ એ સ્વપક્ષપાતરૂપ હોવાથી દુષ્કૃતગર્તાનો વિરોધી છે, ષ એ પરપ્રદ્વેષરૂપ હોવાથી સુકતાનુમોદનનો પ્રતિપક્ષી છે અને મોહ એ મિથ્યાજ્ઞાનરૂપ અને મિથ્યાદર્શનરૂપ હોવાથી સમ્યગશરણગમનનો વિરોધી છે. દુષ્કૃતગર્તાનું મૂળ મન છે, સુકૃતસેવનનું મૂળ મન અને વચન છે અને શરણગમનનું મૂળ-મન-વચન-કાયા છે. મન વડે દુષ્કતગઈ, મન-વચન વડે સુકૃતપ્રશંસા અને મન-વચન-કાયા વડે શરણગમન અર્થાત્ ચારિત્રપાલન થાય છે. તેથી વાત, પિત્ત અને કફના વિકાર પણ શમી જાય છે. રાગદોષ વાતવર્ધક છે, દ્વેષદોષ પિત્તવર્ધક છે અને મોહદોષ કફવર્ધક છે. દુષ્કતગ વડે વાતદોષ શમે છે, સુકૃતાનુમોદન વડે પિત્તદોષ શમે છે અને શરણગમનાદિ વડે કફદોષ શમે છે. એ રીતે નવકારનું પ્રથમપદ મન અને શરીરના ત્રિદોષને શમાવનાર છે અને ત્રિગુણને વધારનાર છે. પાપ, પાપના મૂળ અને દુઃખનો નાશક શુદ્ધધર્મની પ્રાપ્તિનો ઉપાય શ્રી પંચસૂત્રમાં પાપકર્મના નાશનો કહ્યો છે. તે પાપકર્મનો નાશ અરિહંતાદિના શરણ વડે થાય છે. નવકારમાં તે માટે “વૈવિધ્વાસ' એ પદ મૂકેલું છે તે સહેતુક છે. ૧. સર્વ પાપનો નાશ. ૨. સર્વના પાપનો નાશ. ૩. સર્વથા પાપનો નાશ. એમ તે પદના ત્રણ અર્થે થાય છે. પંચસૂત્રમાં કહ્યું છે કે૧. ‘ફૂદ વહુ મા નીવે ? ૨. “સાફ નવ મ ? ૩. “મિસંગોનિÖત્તિ ” અનાદિકાળથી જીવને પાપ લાગેલું છે, તેના ફળસ્વરૂપ ભવભ્રમણ છે. એ પાપનું મૂળ અજ્ઞાન અને મોહ-અહંકાર-કષાયાદિ છે. ચતુદશરણગમનસૂચક બનો' પદથી તથાભવ્યત્વનો પરિપાક થાય છે, સહજમળનો નાશ થાય છે, તેથી તે પાપનો સર્વથા નાશ સૂચવે છે. દુષ્કૃતગર્તાસૂચક ‘ પદથી સર્વ પાપોનો નાશ થાય છે. સુકતાનુમોદનસૂચક “તા' પદથી સર્વનાં પાપનો નાશ થાય છે. એથી દુઃખરૂપ, દુઃખફલક અને દુઃખપરંપરક સંસારનો નાશ કરવાની શક્તિ “નમો રહેતા પદમાં છે, અનુપ્રેક્ષાકિરણ ૪ ૩૫૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy