SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ શું હું આજે સર્વઅંગોમાં અમૃતથી પરણિત થયો છું? અથવા અકાળે જ શું કોઈએ મને સકલ સુખમય કર્યો છે? ૯૩ इय परमसमरसापत्तिपुवमायन्निओ नमुक्कारो । निहणइ किलिट्ठकम्मं विसं व सियधारणाजोगो ॥१४॥ એ રીતે પરમશમરસાપરિપૂર્વક આચરેલો નમસ્કાર, શીતધારણનો (શીતોપચારનો) પ્રયોગ જેમ વિષને હણે તેમ ક્લિષ્ટ કર્મોને હણી નાખે છે. ૯૪ जेणेस नमुक्कारो सरिओ भावेण अंतकालम्मि । तेणाहूंय सुक्खं दुक्खस्स जलंजली दिन्नो ॥९५॥ - અંતકાળે જેણે આ નવકારને ભાવપૂર્વક સ્મર્યો છે, તેણે સુખને આમંચ્યું છે અને દુઃખને જલાંજલિ આપી છે. ૯૫ एसो जणओ जणणी य एस एसो अकारणो बंधू । एसो मित्तं एसो परमुक्यारी नमुक्कारो ॥१६॥ આ નવકાર એ પિતા છે, આ નવકાર એ માતા છે, આ નવકાર એ અકારણ બંધુ છે અને આ નવકાર એ પરમોપકારી મિત્ર છે. ૯૬ सेयाण परं सेयं मंगलाणं च परममंगल्लं । पुन्नाण परमपुत्रं फलं फलाणं परमरम्मं ॥९७॥ શ્રેયોને વિષે પરમશ્રેય, માંગલિકને વિષે પરમમાંગલિક, પુણ્યોને વિષે પરમપુણ્ય અને ફળોને વિષે પરમરમ્યફળ પણ આ નવકાર જ છે. ૯૭ तह एस नमुक्कारो इहलोगगिहाओ जीवपहियाणं । परलोयपहपयट्टाण परमपत्थयणसारित्थो(च्छो) ॥९८॥ તથા આ લોકરૂપી ઘરથી નીકળીને પરલોકના માર્ગે પ્રવર્તેલા જીવરૂપી પથિકોને આ નવકાર પરમપથ્થદન-ભાતાતુલ્ય છે. ૯૮ जह जह तस्स वण्णरसो परिणमइ मणम्मि तह तह कमेण ! खयमेइ कम्मगंठी नीरनिहित्तामकुंभु व ॥१९॥ જેમજેમ તેના વર્ષોનો રસ મનને વિષે પરિણામ પામે છે, તેમતેમ ક્રમે કરીને પાણીથી ભરેલા કાચા કુંભની માફક જીવની કર્મગ્રન્થિ ક્ષયને પામે છે. ૯૯ तवनियमसंजमरहो पंचनमुक्कारसारहिपउत्तो । नाणतुरङ्गमजुत्तो नेइ नरं निबुइनयरं ॥१०॥ પંચનમસ્કારરૂપી સારથિથી હંકાયેલો અને જ્ઞાનરૂપી ઘોડાથી જોડાયેલો તપ, નિયમ અને સંયમરૂપી રથ મનુષ્યને નિવૃત્તિ નગરીએ લઈ જાય છે. ૧૦૦ जलणोऽवि हुन्ज सीओ पडिपहहुत्तं च होज सुरसरिया । न य नाम नि(खि)जइ इमो परमपयपुरं नमुक्कारो ॥१०१॥ અગ્નિ કદાચ શીતલ થઈ જાય અને સુરસરિતા-આકાશગંગા કદાચ સાંકડા માર્ગવાળી થઈ જાય, પરંતુ આ નવકાર પરમપદપુરે ન લઈ જાય, એ કદી બને નહિ. ૧૦૧ आराहणापुरस्सरमणन्नहियओ विसुद्धसुहलेसो । संसारूच्छेयकरंतो मा सिढिलसु नमुक्कारं ॥१०२॥ અનન્ય Æય અને વિશુદ્ધલેશ્યા વડે આરાધાયેલો આ નવકાર સંસારના ઉચ્છેદન કરે છે. તે કારણે તેને વિષે શિથિલ ન થાઓ તેના ઉપર મંદ આદર ન કરો. ૧૦૨ एसो हि नमुक्कारो कीरइ नियमेण मरणकालम्मि । जं जिणवरेहि दिट्ठो संसारूच्छेयणसमत्थो ॥१०३॥ મરણકાળે કરાતો આ નવકાર નક્કી સંસારનો ઉચ્છેદ કરવાને સમર્થ છે એમ શ્રી જિનેશ્વરોએ જોયેલું છે. ૧૦૩ ૪૫૦ - વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ NR છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy