________________
को नाम किर सकन्नो कन्नामयसच्छहं नमुक्कारं । नो आयरिज्ज मरणे रणि व्व सुहडो जयपडागं ॥ ८१ ॥ કોણ એવો સકર્ણ છે કે જે મરણ વખતે રણમાં જયપતાકા ગ્રહણ કરનાર સુભટની જેમ કર્ણને અમૃતન છંટકાવ તુલ્ય નવકા૨નો આદર ન કરે ? ૮૧
इक्कोऽवि नमुक्कारो परमेट्ठीणं पगिट्ठभावाओ । सयलं किलेसजालं जलं व पवणो पणुल्लेइ ॥८२॥ પ્રકૃષ્ટભાવથી પરમેષ્ઠિઓને કરેલો એક પણ નમસ્કાર, પવન જેમ જલને શોષવી નાખે તે સકલક્લેશજાલને છેદી નાખે છે. ૮ ૨
संविग्गेणं मणसा अखलियफुडमणहरेण य सरेण । पउमासणिओ करबद्धजोगमुद्दो य काएणं ॥ ८३ ॥ सम्मं संपुत्रं चिय समुच्चरिजा सयं नमुक्ारं । उस्सग्गेणेस विही अह बलगलणा तहा न पहू ॥ ८४ ॥ तन्नामाणुग असिआउस त्ति पंचक्खरे तह वि सम्मं । निहुयं पि परावत्तिज्ज कह वि अह तत्थ वि असत्तो ॥ ८५ ॥ ता झाइजा ओमिति संगहिया जं इमेण अरहंता । असरीरा आयरिया उज्झाया मुणिवरा सव्वे ॥ ८६ ॥ एयन्नामाइनिसन्नवन्नसंधिप्पओगओ जम्हा । सव्वन्नुएहि एसो ओंकारो किर विणिद्दिट्ठो ॥८७॥ एयज्झाणा परमेट्ठिणो फुडं झाइया भवे पंच | अहवा जो एंव पि हु झाएउं होइ असमत्थो ॥ ८८॥ सो पासट्ठियकल्लाणमित्तवग्गेण पंचनवकारं । निसुणिज्ज पढिज्जंतं हिययम्मि इमं च भाविज्जा ॥ ८९ ॥
અંતસમયે સંવિગ્ન મન વડે, અસ્ખલિત, સ્પષ્ટ અને મધુર સ્વર વડે તથા કરબદ્ધ યોગમુદ્રાથી યુક્ત પદ્માસને બેઠેલી કાયા વડે સમ્યક્ પ્રકારે સંપૂર્ણ નવકા૨નું સ્વયં ઉચ્ચારણ કરે એ ઉત્સર્ગ વિધિ છે. અથવા બળ ઘટવાથી જો તેમ કરવા સમર્થ ન હોય તો પરમેષ્ઠિઓનાં નામને અનુસરનારા ‘અભિજ્ઞાનશા’એવા પાંચ અક્ષરોનું સમ્યક્ પ્રકારે મૌનપણે પરાવર્તન કરે. જો કોઈ કારણે તેમ કરવા પણ અશક્ત હોય તો ‘ઓમ્’ એવા એક અક્ષરનું ધ્યાન કરે. કારણ કે એ અક્ષર વડે અરહંત, અશરીરી, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વમુનિવરો સંગ્રહિત થયેલા છે. એ પાંચેય નામોની આદિમાં રહેલા અક્ષરોની સંધિના પ્રયોગોથી નિશ્ચે આ ઓંકાર બનેલો છે એમ સર્વજ્ઞપરમાત્માઓએ ફ૨માવેલું છે. એનું ધ્યાન કરવાથી નિશ્ચે પાંચેય પરમેષ્ટિઓનું સ્પષ્ટપણે ધ્યાન થાય છે અથવા જે એ (એક અક્ષર)નું ધ્યાન કરવાને પણ અસમર્થ છે, તે પાસે રહેલા કલ્યાણમિત્રોના સમુદાય પાસેથી પંચનવકા૨ને સાંભળે અને સાંભળતી વખતે હૈયામાં આ પ્રમાણે ભાવના કરે. ૮૩ થી ૮૯
एसो स सारगंठी एस स कोवि हु दुलंभलंभु त्ति । एसो स इट्ठसंगो एयं तं परमतत्तं ति ॥ ९० ॥
આ નવકાર એ સારની ગાંઠડી છે, આ નવકાર એ કોઈક દુર્લભ વસ્તુની પ્રાપ્તિ છે, આ નવકાર એ ઈષ્ટનો સમાગમ છે અને એ એક પરમતત્ત્વ છે. ૯૦
अहह तडत्थो जाओ नूणं भवजलहिणो अहं अञ्ज । अन्नह किहं अहं कह व एस एवं समाओगो ॥९१॥ અહો હો ! આજે હું ભવસમુદ્રના તટને પામ્યો છું, અન્યથા ક્યાં હું ! ક્યાં આ નવકાર ? અને ક્યાં મારો તેની સાથેનો સમાગમ ? ૯૧
धन्नोऽहं जेण मए अणोरपारम्मि भवसमुद्दम्मि । पंचन्ह नमुक्कारो अर्चितचिंतामणी पत्तो ॥ ९२ ॥
જે કારણે અનાદિઅનંતભવસમુદ્રમાં અચિત્ત્વચિન્તામણિ એવો પાંચ પદવાળો નમસ્કાર મને પ્રાપ્ત થયો છે તે કારણે હું ધન્ય છું ! ૯૨
किं नाम अज्ज अमयत्तणेण सव्वंगियं परिणओऽहं । किं वा सयलसुहमओ कओ अकंडेऽवि केणावि ॥९३॥
શ્રી વૃદ્ધનમસ્કારફલસ્તોત્રમ્
Jain Education International
For Private & Personal Use Only
૪૪૯
www.jainelibrary.org