SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ હે દેવાનુપ્રિય ! ફરીફરીને તને પ્રાર્થના કરીએ છીએ કે-સંસારસાગરમાં સેતુસમાન નમસ્કાર પ્રત્યે તું શિથિલ (અનાદરવાળો) બનીશ નહિ. ૬૯ जं एस नमुक्कारो जम्मजरामरणदारूणसरूवे । संसारारन्नम्मी न मंदपुन्नाण संपडइ ॥ ७०॥ કારણ કે જન્મ-જરા-મરણથી વધારે ભયંકર સ્વરુપવાળા આ સંસારઅરણ્યને વિષે મંદપુણ્યવાળા જીવોને આ નવકાર પ્રાપ્ત થતો નથી. ૭૦ विज्झइ राहा वि फुडं उम्मूलिज्जइ गिरी वि मूलाओ । गम्मइ गयणयलेणं, दुलहो य इमो नमुक्कारो ॥७१॥ રાધા-પુતલી સ્પષ્ટપણે વિંધવી એ દુર્લભ નથી, ગિરિને મૂળથી ઉખેડવો એ દુર્લભ નથી તથા ગગનતલને વિષે ફરવું એ દુર્લભ નથી પણ એક નવકારને પામવો એ જ દુર્લભ છે. ૭૧ सव्वत्थऽन्नत्थ विधीघणेण सरणंति एस सरियव्वो । सविसेसं पुण इत्थं समहिगयाऽऽ राहणाकाले ॥७२॥ સર્વત્ર કોઈપણ કાળે અને સ્થળે વિધિરૂપી ધનવાળા પુરુષે ‘આ જ એક શરણ છે' એમ માનીને નવકારને સ્મરવો જોઈએ, તોપણ આરાધનાકાળે-મરણસમયે તેને વિશેષે સ્મરવો જોઈએ. ૭૨ आराहणापडागागणे हत्थो इमो नमुक्कारो । सग्गापवग्गमग्मो दुग्गइदारग्गला गरूई ॥७३॥ આ નવકાર એ આરાધનારૂપી પતાકાને ગ્રહણ કરવા માટે હાથ છે, સ્વર્ગાપવર્ગને માટે માર્ગ છે તથા દુર્ગતિઓના દ્વા૨ોને રોકવા માટે મોટી અર્ગલા છે. ૭૩ पढियो गुणियो सुणियव्वो समणुपेहियव्वो य । एसऽन्नया वि निच्चं किमंग पुण मरणकालम्मि || ७४ ॥ અન્યકાળે પણ આ નવકાર નિત્ય ભણવા લાયક, ગણવા લાયક, સાંભળવા લાયક અને સારી રીતે અનુપ્રેક્ષા-ચિત્તવન ક૨વા લાયક છે, તો પછી મરણકાળ માટે તો પૂછવું જ શું ? ૭૪ गेहे जहा पलित्ते सेसं मुत्तूण लेइ तस्सामी । एगं पि महारयणं आवइनित्थारणसमत्थं ॥७५॥ आउर भएण सुहडो अमोहमिक्कं पि लेइ जह सत्थं । आबद्धभिउडिभडसंकडे रणे कज्जकरणखमं ॥७६॥ एवं न आउरते सक्का बारसविहं सुयक्खंधं । सव्यं पि विचिंतेउं सम्मं तग्गयमणोऽवि तओ ॥७७॥ मुत्तुं पि बारसंगं स एव मरणम्मि कीरए सम्मं । पंचनमुक्कारो खलु जम्हा सो बारसंगत्थो ॥७८॥ ઘર સળગે ત્યારે ઘરનો સ્વામી જેમ શેષ વસ્તુને છોડીને આપત્તિ નિવારણ માટે સમર્થ એવા એક જ મહારત્નને ગ્રહણ કરે છે, ભ્રકુટી બાંધેલા ભટોથી વ્યાપ્ત એવા ૨ણસંકટ વખતે સુભટ જેમ કાર્ય ક૨વાને સમર્થ એક જ અમોઘ શસ્ત્રને ધારણ કરે છેઃ એ રીતે જ્યારે અંતકાળે અગર પીડા સમયે તદ્નતમનવાળા પણ સકલદ્વાદશાંગ શ્રુતસ્કંધને સવિસ્તર ચિંતવવા માટે સમર્થ થતા નથી, તેવા મરણસમયે દ્વાદશાંગને છોડી સમ્યક્ પ્રકારે આ પરમેષ્ઠિનમસ્કારનું જ તેઓ સ્મરણ કરે છે, કારણ કે તે દ્વાદશાંગનો જ અર્થ છે. ૭૫ થી ૭૮ सव्यं पि बारसंगं परिणामविशुद्धिहेउमेत्तागं । तक्कारणभावाओ कह न तदत्थो नमुक्कारो ॥ ७९ ॥ સઘળુંયે દ્વાદશાંગ પરિણામવિશુદ્ધિ માટે છે. નવકાર પણ તેનું જ કારણસ્વરૂપ હોવાથી દ્વાદશાંગાર્થ કેમ નહિ ? ૭૯ तग्गयचित्तो तम्हा समणुसरिजा विसुद्धसुहलेसा । तं चैव नमुक्कारं कयत्थयं मन्नमाणो उ ॥८०॥ તે માટે તદ્ગતચિત્ત અને વિશુદ્ધલેશ્યાયુક્ત બનીને આત્માને કૃતાર્થ માનતા તે નવકારનું જ સમ્યગ્ રીતિએ વારંવાર સ્મરણ કરવું જોઈએ. ૮૦ ૪૪૮ Jain Education International ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy