SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ એ નમન જ્ઞાનચેતનામાં પરિણમનરૂપ બનીને જેને નમવામાં આવે છે તે પરમેષ્ઠિપદની પ્રાપ્તિ કરાવે છે. પરમાત્માનું સન્માન પરમાત્મપદ આપનારું હોવાથી તેનાથી મોટું કોઈ શુભકર્મ નથી. જે કર્મનું ફળ અકર્મ એવું પરમપદ અપાવે તે જ કર્મ સર્વશ્રેષ્ઠ કર્મ છે-એમ જાણનારા મહાપુરુષો પરમેષ્ઠિનમસ્કારને પરમકર્તવ્ય સમજે છે. પરમેષ્ઠિનમસ્કાર પ્રથમ અભિમાનરૂપી પાપનો નાશ કરે છે અને પછી નમ્રતાનુણરૂપી પરમમંગલને આપે છે. એ બંનેના પરિણામે અર્થાત્ અહંકારના નાશથી અને નમ્રતા ગુણના લાભથી જીવ પોતે શિવસ્વરૂપ બની જાય અહંકારના નાશથી “કષાય' નો નાશ અને નમ્રતાના લાભથી સર્વશ્રેષ્ઠ વિષય” (ધર્મમંગલ)નો લાભ થાય છે. તેથી તુચ્છ વિષયો પ્રત્યેની આસક્તિ છૂટી જાય છે. વિષયોની આસક્તિ છૂટી જવાથી કષાયની ઉત્પત્તિ પણ અટકી જાય છે. તેના પરિણામે અપ્રમાદ અને અકષાયગુણની ઉત્પત્તિ થવાથી આત્માનું શુદ્ધ નિરાવરણ જ્ઞાનાનંદસ્વરૂપ પ્રગટી નીકળે છે. સુખદુઃખનો જ્ઞાતા અને રાગદ્વેષનો દષ્ટા. પ્રભુને સર્વસ્વનું દાન કરવાથી પ્રભુ પોતાના સર્વસ્વનું દાન કરે છે. જેની પાસે જે હોય તે આપે એ નિયમાનુસાર નમસ્કાર કરનારો પોતાનાં મન-વચન-કાયા પ્રભુને સોંપે છે. તેના બદલામાં પ્રભુ જ્ઞાન-દર્શન-ચારિત્રસ્વરૂપ પરમાત્મપદ નમસ્કાર કરનારને અર્પણ કરે છે. પરમાત્મપદનું દાન જગતમાં સર્વશ્રેષ્ઠ દાન છે. પરમાત્માને નમસ્કાર કરનારો પોતે તે દાન મેળવવાનો અધિકારી બને છે. નમસ્કાર કરવા વડે અધિકારી બનેલા તે જીવને પરમાત્મા પોતાનું પદ જ આપી દે છે. ભક્ત નમો અરિહંતા બોલે છે તેના બદલામાં ભગવાન ભક્તને “તત્ત્વમસિ' કહીને ‘તું જ ભગવાન છે' - એવું વચન Call) આપે છે. સુખદુઃખનો જ્ઞાતા અને રાગદ્વેષનો દષ્ટા જે થઈ શકે છે તે અંશે ભગવાન છે, કેમ કે તેની તે સાધના જ કાળક્રમે સાધકને કેવળજ્ઞાન અને કેવળદર્શન આપનારી થાય છે. કેવળજ્ઞાનગુણના અને કેવળદર્શનગુણના અધિકારી થવા માટે દષ્ટાભાવ અને જ્ઞાતાભાવ કેળવતાં શીખવું જોઈએ. સુખદુઃખ એ કર્મનું ફળ છે અને રાગદ્વેષ એ સ્વયં ભાવકર્મસ્વરૂપ છે. ભાવકર્મનું કર્તુત્વ અને કર્મફળનું ભોકતૃત્વ છોડીને જીવ જ્યારે તેનું જ્ઞાતૃત્વ અને દમૃત્વ માત્ર પોતામાં સ્થિર કરે છે, ત્યારે તે નિશ્ચયતત્ત્વનો જ્ઞાતા બનીને મોક્ષમાર્ગે પ્રયાણનો પ્રારંભ કરે છે. જ્ઞાતૃત્વદભાવ જ્યારે પરિપક્વ બને છે, ત્યારે તે જીવ યોગના શિખર ઉપર આરૂઢ થઈને મોક્ષના સુખને સિદ્ધ કરે છે. ભક્તિ અને મૈત્રીનો મહામંત્ર ‘ સર્જન-જ્ઞાન-વારિત્રાળ મોક્ષમાળા' એ સૂત્રમાં સમ્યગ્દર્શનનો ટૂંકો અર્થ જિનભક્તિ અને જીવમૈત્રી, સમ્યજ્ઞાનનો ટૂંકો અર્થ જિનસ્વરૂપ તે નિસ્વરૂપ અને નિજસ્વરૂપ તે જિનસ્વરૂપ, સમ્યક્યારિત્રનો ટૂંકો અર્થ જિનભક્તિ વડે વિષયનો વિરાગ અને જીવમૈત્રી વડે કષાયનો ત્યાગ એમ પણ કહી શકાય. નનો સદંતાળ શ્રી અરિહંતોની ભક્તિ જે કોઈ પ્રકારે થાય તે બધો નમસ્કાર છે. તે નમસ્કારનું ફળ શ્રી અરિહંતભગવંતો તરફથી “તત્ત્વમસિ' એવા ઉપદેશરૂપે મળે છે. જે અરિહંતસ્વરૂપની તું ભક્તિ કરે છે તે તું જ પોતે છે-એમ અંતે નિશ્ચય થાય છે અને ભક્તિનું પારમાર્થિક ફળ તે જ છે. ‘નમો રિહંતા' એ મૈત્રીનો મહામંત્ર છે અને ભક્તિનો પણ મહામંત્ર છે. મૈત્રીભાવ વડે અરિભાવને ૨૮૬ રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy