SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ એ છે કે દેવગુરુના નમસ્કારપૂર્વક થતી ધર્મકરણી જ મોક્ષનો હેતુ બને છે. અથવા પાંચેય પરમેષ્ઠિ ચારેય ગુણોને ધારણ કરતા હોવાથી પાંચેયને કરેલો નમસ્કાર ચારેય ગુણોને વિકસાવે છે. “afજ પૂર્વ સળે તે પૂયા રોતિ ” જેમ એકની પૂજામાં સર્વની પૂજા છે તેમ ““pf સીટી સર્વે તે રીછીયા હોતિ ” એકની હીલનામાં સર્વની હીલના છે. એમ ગત-પ્રત્યાગત અથવા અનુવૃત્તિ-વ્યાવૃત્તિ (Positive Negative) બંને મળીને જ કાર્યસિદ્ધિ થાય છે. સમ્યગ્દર્શનાદિ ચારને ધારણ કરનાર કોઈ એક પરમેષ્ઠિને કરેલો નમસ્કાર તે પાંચેયને નમસ્કાર છે એ વાત જેમ સત્ય છે, તેમ પાંચેય જે ચારેય ગુણોને ધારણ કરનાર હોય તો તેમાંથી એકને પણ અનમસ્કારનો પરિણામ પાંચેયને અનમસ્કારરૂપ બને છે. ગુણથી સમાજમાં એકને પણ અનમસ્કાર તે તત્ત્વથી સર્વને અનમસ્કાર છે. જેમ એક સાધુ, સાધુના ગુણથી સહિત હોય-તેને કરેલ નમસ્કાર અઢી દ્વીપમાં રહેલા સર્વ સાધુઓને પહોંચે છે, તેમ સાધુગુણથી સહિત એકને પણ અનમસ્કારનો ભાવ સર્વને અનમસ્કારતુલ્ય છે. પરમેષ્ઠિનમસ્કારના ફળના અર્થી વડે એક પણ પરમેષ્ઠિની અવજ્ઞા ન થવી જોઈએ. તો જ તે નમસ્કાર સમજણપૂર્વકનો-જ્ઞાનશ્રદ્ધા સહિતનો બને છે. ચારેય ગુણોના અર્થીને પાંચેય પદોનો નમસ્કાર આવશ્યક છે એમ ઉપર્યુક્ત રીતે વિચારવાથી સ્પષ્ટ થાય છે. તાત્વિક નમસ્કાર તત્વમસિ ' આ તાત્ત્વિક નમસ્કાર છે. તેનો પ્રયોગ ત્યારે જ થાય કે જ્યારે બાતા બાનાવેશને પૂર્ણ કરી ધ્યેયાવેશમાં હોય. દષ્ટાને જ્યારે સ્વરૂપમાં અવસ્થાન કરવાનું હોય ત્યારે ધ્યાતા ગૌણ બને છે અને ધ્યેય મુખ્ય બને છે. એટલે ધ્યેયાવેશમાં પ્રવેશ વખતે “તત્ત્વમસિ' નો અથવા “લોડર્દ નો મંત્રપ્રયોગ થાય છે. “નમો અરિહંતા' મંત્ર વડે શ્રી અરિહંતપરમાત્માની ચારેય નિપાથી નવેય પ્રકારની ભક્તિ થઈ ગયા બાદ તેના ફલસ્વરૂપ શ્રી અરિહંતપરમાત્માના મુખ કમળથી “તત્ત્વમસિ' વાક્યનું શ્રવણ કરતા હોઈએ તેમ આપણો આત્મા શ્રી અરિહંતસ્વરૂપ છે, એવું સ્વરૂપાનુસંધાન કરી “મા” પોતાના આત્માને ધ્યાવવાનો હોય છે. આ ધ્યાન સકલ પદાર્થોની સિદ્ધિ કરાવનારું છે. પાપનાશક અને મંગલોત્પાદક મંત્રા નમો રિહંતા ' શ્રી અરિહંતોને નમસ્કાર સર્વપાપોનો નાશક છે અને સર્વમંગલોનો ઉત્પાદક છે. તેનું મુખ્ય કારણ શ્રી અરિહંતોનું કેવળજ્ઞાનમય સ્વરૂપ છે. જ્ઞાનસ્વરૂપ રાગાદિ પાપોનું નાશક છે અને મૈથ્યાદિ ભાવોનું ઉત્પાદક છે. જ્ઞાનસ્વરૂપમાં સમરસતા હોવાના કારણે તે હર્ષ, શોક અને શત્રુ-મિત્રભાવથી પર છે. હર્ષ-શોકનું મૂળ સુખ-દુઃખનું દ્વન્દ્ર છે અને રાગ-દ્વેષનું મૂળ શત્રુ-મિત્રભાવની વૃત્તિ છે. જ્ઞાનચેતના સત્તાથી સર્વમાં સમાનભાવે વર્તતી હોવાથી તેમાં જ રમણ કરાવનાર શ્રી અરિહંતાદિનો નમસ્કાર કષાયભાવને અને વિષયભાવને દૂર કરી આપે છે. કષાયભાવ મોટે ભાગે જીવસૃષ્ટિ પ્રત્યે અને વિષયભાવ મુખ્યતઃ નિર્જીવ સૃષ્ટિ પ્રત્યે હોય છે. જ્ઞાનભાવથી સચરાચર વિશ્વના જ્ઞાતા-દષ્ટા એવા પરમાત્માનો નમસ્કાર આપણી જ્ઞાનચેતનાને જગાડી આપે છે. એટલે જ્યાં સુધી સંપૂર્ણ જ્ઞાનચેતના આવિર્ભાવ ન પામે ત્યાં સુધી માત્ર સમતારૂપ-જ્ઞાન સરોવરમાં ઝીલતા એવા પરમેષ્ઠિઓને આદરપૂર્વક વારંવાર નમન આવશ્યક છે. અનુપ્રેક્ષાકિરણ ૨ ૨૮૫ ૨૮૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy