SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવાર્થ - “ઉપેય' એટલે “સાધ્ય.” તેની મધુરતા હોવાથી સાધનામાં પ્રવૃત્ત થયેલા જ્ઞાની એવા તપસ્વીઓને તપના કષ્ટમાં પણ નિત્ય આનંદની વૃદ્ધિ અનુભવાય છે.” બાહ્યકષ્ટમાં પણ આંતર આનંદ અનુભવવાની ચાવી શ્રી નમસ્કારમંત્રમાંથી મળે છે, કેમ કે તે શુદ્ધજ્ઞાન અને આનંદમય એવા સચ્ચિદાનંદ સ્વરૂપને સમ્મુખ થવાની પ્રક્રિયા છે. દેહાદિથી ભિન્ન એવા શુદ્ધ આત્મસ્વરૂપની સાચી ભાવના કરનાર આત્મામાં તીવ્ર વૈરાગ્ય, ઉદાસીનતા, પ્રતિકૂળતામાં પણ સહનશીલતા, વૈર્ય વગેરે જરૂરી સદ્ગુણો સહજ રીતે પ્રગટે છે. કહ્યું છે કે धनार्थिनां यथा नास्ति, शीततापादिदुःसहम् । तथा भवविरक्तानां, तत्त्वज्ञानार्थिनामपि ॥ ભાવાર્થ - “ધનના અર્થી જીવો માટે જેમ શીત-તાપાદિનાં કષ્ટો દુસહ નથી, તેમ તત્ત્વજ્ઞાનના અર્થી જીવોને અને ભવથી વિરક્ત મહાત્માઓને પણ તે માર્ગે આવતી પ્રતિકૂળતાઓ અને કષ્ટો દુસહ નથી.” શ્રી નમસ્કારમંત્ર વડે શુદ્ધ ચૈતન્યસ્વભાવની સાથે એકત્વ સધાય છે અને ચૈતન્યથી ભિન્ન એવા પર પદાર્થો અને રાગાદિ ભાવો પ્રત્યે ઉદાસીનતા કેળવાય છે. તેથી શુદ્ધાત્મદ્રવ્ય, શુદ્ધાત્મગુણ અને શુદ્ધાત્મપર્યાયની સાથે એકત્વ અને તેની સાધના ઉપર રુચિ, બહુમાન અને અંતરંગ પ્રીતિ ઉત્પન્ન કરાવી પ્રતિકૂળતાઓને સહન કરવાનું બળ આપે છે. તે હેતુને લક્ષ્યમાં રાખી જેમજેમ તેનું આરાધન થતું જાય છે, તેમ તેમ આત્મતત્ત્વની નિકટ જવાનું અને પરિણામે પરમાત્મતત્ત્વની સાક્ષાત અનુભૂતિ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. તાવિક ભવનિર્વેદ અને મોક્ષાભિલાષા ઉપકારી પ્રત્યે કૃતજ્ઞતા અને અપકારી પ્રત્યે ક્ષમાપના શીખવનાર મંત્ર તે “નમમિ અને “રામમિ’ છે. વ્યવહારધર્મનું બીજ કૃતજ્ઞતા અને ક્ષમાપના છે. કૃતજ્ઞતામાંથી ઉત્પન્ન થતાં ક્ષમાપનાનાં મૂળ ઘણાં ઊંડાં હોય છે. “જેટલો ઉપકાર હું લઉં છું તેટલો ઉપકાર હું બીજાને કરી શકતો નથી. તેના ખેદમાંથી ઉત્પન્ન થતી ક્ષમાપના જીવની અત્યંત શુદ્ધિ કરી આપે છે. ઉપકારીઓના ઉપકારનો બદલો હું વાળી શકતો નથી. એ બદલો તો જ વળે કે હું જેટલાનો ઉપકાર લઉં છું, તેનાથી અધિક ઉપકાર બીજા ઉપર કરું.” સંસારમાં તે શક્ય નથી. તેથી અનંત કાળ પર્યત જ્યાં પરોપકાર જ થઈ શકે એવું જે સિદ્ધપદ છે, તેને મેળવવાની તીવ્ર ઝંખના ઉત્પન્ન થાય છે. તેનું જ નામ તાત્ત્વિક ભવનિર્વેદ અને તાત્ત્વિક સંવેગ-મોક્ષાભિલાષ છે. ભવમાં જેટલો ઉપકાર લેવાનો છે તેટલો આપવાનો નથી. વળી તે ઉપકાર પણ અપકારમિશ્રિત હોય છે. શુદ્ધ ઉપકાર સિદ્ધપદમાં છે કે જ્યાં ઉપકાર લેવાનો નથી, અપકાર કરવાનો નથી અને અનંતકાળ સુધી પોતાના આલંબન વડે અનંતા જીવોને સતત ઉપકાર કરવાનો જ રહે છે. આથી ઉત્તમ જીવોને એક સિદ્ધપદ જ પરમપ્રિય અને પરમ ઉપાદેય ભાસે છે. એકમાં સર્વ અને સર્વમાં એક નવકારમાં નવ પદ રહેલાં છે, કેમ કે શ્રી અરિહંત અને શ્રી સિદ્ધના નમસ્કારથી સમ્યફદર્શન ગુણ પ્રકટે છે. શ્રી આચાર્યના નમસ્કારથી સમ્યક્ષ્યારિત્ર, શ્રી ઉપાધ્યાયના નમસ્કારથી સમ્યકજ્ઞાન અને શ્રી સાધુના નમસ્કારથી સમ્યકતપ ગુણનું આરાધન થાય છે. અથવા સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્ર અને તપગુણના અર્થી માટે પાંચ પદોનો નમસ્કાર અનિવાર્ય છે. દેવનો નમસ્કાર દર્શનગુણને વિકસાવે છે, ગુરુનો નમસ્કાર જ્ઞાનગુણને વિકસાવે છે અને ધર્મનો નમસ્કાર ચારિત્રગુણ તથા તપગુણને વિકસાવે છે. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન સહિત થતી તપ-સંયમરૂપ ધર્મની આરાધના જ મુક્તિફળને આપે છે. તેનો આ લોક્યદીપક મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy