SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ આલંબનો પ્રત્યે આદર आलंबनादरोभूत-प्रत्यूहक्षययोगतः । ध्यानाडारोहणभ्रंशो योगिनां नोपजायते ॥ શ્રી અધ્યાત્મસાર ભાવાર્થ - આલંબનોના આદરથી ઉત્પન્ન થયેલો વિનોનો ક્ષય યોગીપુરુષોને ધ્યાનાદિના આરોહણથી ભ્રંશ થવા દેતો નથી, તેથી સદાલંબનોનું સેવન નિરાલંબન ધ્યાનમાં જવા માટે સેતુરૂપ છે અને તેમાં ગયા પછી ફરી પતન ન પામવા માટે આધાર-આલંબનરૂપ છે. एगो मे सासओ अप्पा नाणदंसणसंजुओ । અથવા “શુદ્ધ બુદ્ધ ચૈતન્યમય, સ્વયંજ્યોતિ સુખધામ” ઈત્યાદિ વિશેષણોવાળું શુદ્ધસ્વરૂપ શ્રી પરમેષ્ઠિભગવંતોમાં આવિર્ભાવ પામેલું છે. તેનો સંબંધ કરાવનાર શ્રી પરમેષ્ઠિમંત્ર છે, તેથી તે સર્વમંત્રોમાં શિરોમણિભૂત મંત્ર છે. સર્વતત્ત્વોમાં શિરોમણિભૂત તત્ત્વ આત્મતત્ત્વ છે અને તેમાં પણ શિરોમણિભૂત શુદ્ધપરમાત્મતત્ત્વ છે. તેને સીધો નમસ્કાર પરમેષ્ઠિમંત્ર વડે પહોંચે છે. તે નમસ્કાર પ્રતિબિંબિત ક્રિયા ( Reflex-action ] રૂપ થઈને પોતાના શુદ્ધસ્વરૂપમાં પહોંચે છે. શુદ્ધસ્વરૂપનું મૂલ્ય અપરંપાર છે. શુદ્ધસ્વરૂપ એ ચૈતન્યનો મહાસાગર છે. તેની આગળ અચેતન એવા સુવર્ણ અને રત્નોના ડુંગરો પણ મૂલ્યહીન છે. એકત્વ-પૃથકત્વ વિભક્ત આત્મા સમ્યગ્દષ્ટિ જીવ ચૈતન્યના સ્વભાવ અને સામર્થ્યને ઓળખે છે, તેથી તેને ચૈતન્યથી ભિન્ન એવી વસ્તુઓ પ્રત્યે અંતરથી રાગ હોતો નથી અને તેમાં હેયબુદ્ધિ હોય છે. તેને સ્વરૂપમાં એકત્વબુદ્ધિ હોય છે અને પરમાત્રમાં વિભક્તબુદ્ધિ હોય છે. આવો એકત્વ-વિભક્ત આત્મા જ સ્વ-સ્વરૂપમાં પ્રકાશે છે કેમકે તે શુદ્ધ છે. આત્માનો-આત્મતત્ત્વનો મહિમા અગાધ છે. રાગથી તેની ભિન્નતા અને જ્ઞાનથી તેની એકતા બતાવીને તેનો આશ્રય લેવાનું વિધાન શાસ્ત્રકારોએ કર્યું છે. શ્રી નમસ્કારમંત્ર સકલ આગમોનો સાર કહેવાય છે, તેનું કારણ પણ તેમાં એકત્વપૃથકત્વ-વિભક્ત એવા શુદ્ધઆત્મતત્ત્વનું બહુમાનગર્ભિત નમનનું ગ્રહણ છે. ચૈતન્યની સાધનાનો પંથ જ્ઞાનમય નિર્મળ દ્રવ્ય-ગુણ-પર્યાય તે આત્માનું સ્વરૂપ છે. તેનો સ્વામી આત્મા છે. તે સિવાય બીજી વસ્તુનું સ્વામીપણું જ્યારે શ્રદ્ધા અને જ્ઞાનમાંથી ખસી જાય ત્યારે તે શ્રદ્ધા અને જ્ઞાન સમ્યફ બને છે. શ્રી નમસ્કારમંત્ર એ ચૈતન્યની સાધનાનો પંથ છે. તે પંથ વીરનો છે પણ કાયરનો નહિ. શ્રી વિરપ્રભુએ ચીંધેલા માર્ગે ચઢેલા પણ વીર છે. તેઓની વીરતા જ તેઓને આ માર્ગે આગળ વધવા માટે જરૂરી વૈરાગ્ય, જરૂરી શ્રદ્ધા, જરૂરી જ્ઞાન અને ઉત્સાહ આપે છે. શ્રી નમસ્કારમંત્રની આરાધનથી તે વીરતા પુષ્ટ થાય છે. તે માર્ગે આગળ વધવા માટે પરિષહ-ઉપસર્ગો સહન કરવાની ધીરતા પણ શ્રી નમસ્કારમંત્રની આરાધનથી પ્રગટે છે. શ્રી નમસ્કારમંત્ર એ સ્વરૂપની સાધનાનો પંથ હોવાથી આરંભમાં કષ્ટદાયક છે પરંતુ અંતમાં અવ્યાબાધ સુખદાયક છે. તપોષ્ટકમાં કહ્યું છે કે सदुपायप्रवृत्तानां-उपेयमधुरत्वतः । ज्ञानिनां नित्यमानन्द-वृद्धिरेव तपस्विनाम् ॥ અનુપ્રેક્ષાકિરણ ૨ (૨૮૩ Jainteducation International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy