SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વોત્કૃષ્ટભાવમંગલ मंग्य साध्यते हितमेनेनेति मंगलम् । જેનાથી હિત સધાય તે મંગલ. હિતધર્મથી જ સધાય છે તેથી હિતસાધક ધર્મને આપે તે મંગળ. ‘માં ધર્મ જ્ઞાતીતિ માનમ્ ।' મંગ એટલે ધર્મ તેને આપે તે મંગળ, એવો અર્થ પણ મંગલનો કરેલો છે. ધર્મની પ્રાપ્તિ અધર્મના નાશથી છે અને સર્વ અધર્મનું મૂળ કા૨ણ સંસાર છે, તેથી સંસારનો ક્ષય કરે તે મંગલ એવો ત્રીજો અર્થ પણ મંગલનો થાય છે. मां भवात् संसारात् गालयति अपनयतीति मंगलम् । મને સંસારથી ગાલે, મને સંસારથી દૂર કરે તે મંગલ. એ રીતે મંગલ એટલે હિતનું સાધન, મંગલ એટલે ધર્મનું ઉપાદાન અને મંગલ એટલે અધર્મના મૂલ સંસારનું જ મૂલોચ્છેદન. સુખસાધક અને દુઃખનાશક પદાર્થને મંગલરૂપ માનવાની રૂઢિ સંસારમાં પ્રસિદ્ધ છે. પરંપરાએ પણ દુઃખોચ્છેદક અને સુખપ્રાપક પદાર્થો મંગલરૂપ મનાય છે. . તથા જેમાં કષ્ટ નિવારવાનું કે સુખ આપવાનું સંદિગ્ધ સામર્થ્ય હોય તે વસ્તુઓ પણ મંગલરૂપ ગણાય છે. જેમ કે દધિ, દૂર્વા, અક્ષત, શ્રીફલ, પૂર્ણકળશ અને સ્વસ્તિકાદિ પદાર્થો કે જે સુખના નિશ્ચિત સાધનો નથી, છતાં તે લોકમાં મંગળરૂપ ગણાય છે. એ રીતે સુખના નિશ્ચિત કે સંદિગ્ધ સાધનભૂત સર્વ કોઈ વસ્તુઓ જગતમાં મંગળરૂપ ગણાય છે. અહિંસા, સંયમ અને તપરૂપ ધર્મો તથા સ્વાધ્યાય, ધ્યાન અને જ્ઞાનાદિ ગુણો એ દુઃખધ્વંસ અને સુખસિદ્ધિનાં નિશ્ચિત સાધનો છે, તેથી ભાવમંગળ ગણાય છે અને દધિ, દૂર્વા, અક્ષત તથા શ્રીફળ, સ્વસ્તિક અને પૂર્ણ કલશાદિ સંદિગ્ધ સાધનો છે, તેથી દ્રવ્યમંગળ ગણાય છે. દ્રવ્યમંગળો જેમ સુખનાં સંદિગ્ધ સાધનો છે, તેમ અપૂર્ણ સુખને આપનારાં છે. ભાવમંગળો એ સુખનાં નિશ્ચિત સાધનો છે અને તેનું સેવન કરનારને સંપૂર્ણ સુખ આપનારાં છે, તેથી દ્રવ્યમંગળ કરતાં ભાવમંગળનું મૂલ્ય ઘણું ચડી જાય છે. જૈન શાસ્ત્રોમાં સર્વ પ્રકા૨નાં ભાવમંગળોમાં સર્વોત્કૃષ્ટ ભાવમંગલ શ્રી ‘પંચપરમેષ્ઠીનમસ્કાર’ને કહેલ છે. તેનાં મુખ્ય બે કારણો છેઃ એક તો ‘પંચપરમેષ્ઠીનમસ્કાર' એ સ્વયં ગુણસ્વરૂપ છે અને બીજું તે ગુણોના બહુમાનસ્વરૂપ છે. અહિંસા, સંયમ અને તપ તથા સ્વાધ્યાય, ધ્યાન અને જ્ઞાન વગેરે સ્વયં ગુણરૂપ છે પણ ગુણોના બહુમાન સ્વરૂપ નથી. શ્રી પંચપરમેષ્ઠિનમસ્કાર એ સર્વ સદ્ગુણોમાં શિરોમણિ સમાન ‘વિનય’ નામના સદ્ગુણના પાલનસ્વરૂપ છે અને સર્વ દુર્ગુણોમાં શિરોમણિ સમાન ‘અહંકાર’ નામના દુર્ગુણને નાશ કરનાર છે. મોક્ષનું મૂળ વિનય છે વિનય વિના જ્ઞાન નથી, જ્ઞાન વિના દર્શન નથી, દર્શન વિના ચારિત્ર નથી, ચારિત્ર વિના મોક્ષ નથી. બીજી રીતિએ વિચારતાં મોક્ષને માટે ચારિત્રની જરૂર છે, ચારિત્ર માટે દર્શન (શ્રદ્ધા)ની જરૂર છે, દર્શન માટે જ્ઞાનની જરૂર છે અને જ્ઞાન માટે વિનયની જરૂર છે. Jain Education International યોગ્યનો વિનય એ સદ્વિનય છે. શ્રી પંચ પરમેષ્ઠિનમસ્કારમાં તાત્ત્વિક ગુણોને ધારણ કરવાવાળી વિનયને યોગ્ય ત્રિકાલ અને ત્રિલોકવર્તી) સર્વ વ્યક્તિઓને નમસ્કાર કરવામાં આવે છે. પંચપરમેષ્ઠિનમસ્કારમાં નમસ્કા૨ને યોગ્ય વ્યક્તિઓ સર્વપ્રધાન હોવાથી વિષયપ્રધાનત્વાત્’ તેમને નમસ્કાર એ સર્વ વિનયોમાં પ્રધાન વિનયસ્વરૂપ બની જાય છે. પ્રધાન વિનયગુણના પાલનથી પ્રધાનજ્ઞાન, પ્રધાનદર્શન (શ્રદ્ધા), પ્રધાનચારિત્ર અને પ્રધાનસુખની પ્રાપ્તિ થાય છે. સર્વોત્કૃષ્ટભાવમંગલ For Private & Personal Use Only ૮૧ www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy