________________
અને અશુભાલંબનરૂપ નાસ્તિકપણાથી પણ તેઓને શુભ પરિણામ થતા જણાય છે, તો પછી શુભાશુભ આલંબનનો વિચાર કરવાથી શું?
ઉત્તર- અશુભ આલંબનથી શુભ પરિણામ અને શુભ આલંબનથી અશુભ પરિણામ કવચિત્ અને કોઈક જ આત્માને થનાર હોવાથી તેની અહીં ગણના નથી અથવા નિઃશીલ આત્માને અશુભ આલંબનથી થનારો શુભ પરિણામ, ઉન્મત્ત આત્માના પરિણામની જેમ શુભ પરિણામ જ નથી, કારણ કે - તે વિપર્યાસથી ગ્રસ્ત છે.
પ્રશ્ન- મુનિવેશથી ઢંકાયેલા નિશીલ મુનિને દાન આપનાર દાતા સ્વર્ગાદિ ફળ પામે છે, તેવી રીતે કુલિંગીને દાન આપનાર દાતાને મુનિદાનનું ફળ કેમ ન મળે?
ઉત્તર:- મુનિલિંગ એ ગુણોનું સ્થાન છે તેથી તે ગુણોથી રહિત હોય તોપણ ગુણરહિત જાણવામાં ન આવે ત્યાં સુધી પ્રતિમાની પેઠે પૂજ્ય છે. કુલિંગ તો દોષનું આશ્રયસ્થાન હોવાથી સ્થાનબુદ્ધિથી પણ તે પૂજવા યોગ્ય નથી.
પ્રશ્ન- કુલિંગમાં પણ કેવળજ્ઞાન થાય છે તો તે દોષનું જ આશ્રયસ્થાન કેમ કહેવાય?
ઉત્તર- કેવળજ્ઞાન ભાવલિંગથી થાય છે. કુલિંગથી થતું નથી. મુનિલિંગ તો ભાવલિંગની જેમ કેવળજ્ઞાનનું અંગ થાય છે માટે પૂજ્ય છે.
આ બધાં કારણો પરિણામની વિશુદ્ધિના પ્રબળ હેતુ હોવાથી શુભાલંબનરૂપે શ્રી જિન તથા શ્રી સિદ્ધાદિકની પૂજા અને નમસ્કાર નિરંતર કરવા યોગ્ય છે. અથવા શ્રી જિનાદિકની પૂજા ભવ્યાત્માઓને બોધિબીજનું નિમિત્ત થાય છે-એ કારણે અવશ્ય આદરણીય છે.
मंगलम्
'अर्हन्तो भगवन्त इन्द्रमहिताः सिद्धाश्च सिद्धिस्थिताः, आचार्या जिनशासनोन्नतिकराः पूज्या उपाध्यायकाः । श्री सिद्धान्तसुपाठका मुनिवरा रत्नत्रयाराधकाः, पञ्चैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम् ॥१॥
ઈદ્રો વડે પૂજ્ય એવા અરિહંત ભગવંતો, સિદ્ધિસ્થાનમાં રહેલા સિદ્ધ ભગવંતો, જિન શાસનની ઉન્નતિ કરનારા પૂજ્ય આચાર્ય ભગવંતો, સિદ્ધાન્તને સારી રીતે ભણાવનારા ઉપાધ્યાય ભગવંતો અને રત્નત્રયને ધારણ કરનારા મુનિ મહંતો એ પાંચે પરમેષ્ઠીઓ પ્રતિદિન તમારું મંગળ કરો.૧
નમસ્કારનું પ્રયોજન અને ફળ
આ
૨૭ વર્ષ
૬૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org