________________
છે. ગુણબહુમાન એ ચિત્તનો અર્ચિત્યશક્તિયુકત ધર્મ છે. ગુણ બહુમાનના આશયવાળું ચિત્ત થોડા જ સમયમાં સર્વપ્રકારની અશુદ્ધિઓ અને અહંકારાદિ દોષોથી રહિત બની જાય છે.
કાચી માટીના ઘડામાં ભરેલું પાણી જેમ પ્રતિક્ષણ ઘટનો નાશ કરે છે, તેમ ચિત્તરૂપી કુંભમાં રહેલું ગુણબહુમાન રૂપી જળ ચિત્તના દોષોનો અને મલિનતાનો પ્રતિક્ષણ ક્ષય કરે ગુણબહુમાનને ધારણ કરનાર માનસિકભાવ જેમ અચિન્ત્યપ્રભાવસંપન્ન છે, તેમ ગુણ બહુમાનને વ્યક્ત કરનારી વાચિક અને કાયિક ચેષ્ટાઓ પણ પ્રભાવસંપન્ન બની જાય છે. શ્રી પંચપરમેષ્ઠિનમસ્કા૨માં ત્રણે વસ્તુઓ રહેલી છે. મનથી નમવાનો ભાવ, વચનથી નમવાનો શબ્દ, અને કાયાથી નમવાની ક્રિયા એ રીતે જ્ઞાન, શબ્દ અને ક્રિયારૂપ વિવિધ ક્રિયાથી યુક્ત શ્રી પંચ૫૨મેષ્ઠિનમસ્કાર પાપધ્વંસ અને કર્મક્ષયના અનન્ય કારણરૂપ બની જાય છે, તેથી તે સર્વોત્કૃષ્ટ (ભાવ) મંગળ સ્વરૂપ છે અને તેથી જ શ્રી પંચપરમેષ્ઠિનમસ્કારની ચૂલિકામાં ફ૨માવ્યું છે કે
છે
एष पञ्चनमस्कारः, सर्वपापप्रणाशनः मङ्गलानां च सर्वेषाम्, मुख्यं भवति मङ्गलम् ॥१॥ અર્થ- પાંચેય પરમેષ્ઠિઓને કરેલો આ નમસ્કાર સર્વ પાપોનો પ્રકર્ષે કરીને નાશ કરનારો છે તથા સર્વમંગલોમાં પ્રથમ-પ્રધાન-સર્વોત્કૃષ્ટ મંગલ સ્વરૂપ છે. ૧.
શ્રી અરિહંતને નમસ્કાર
શ્રી અરિહંતના નમસ્કારને જે પુણ્યાત્મા એક લાખ વા૨ ગણે અને વિધિબહુમાનપૂર્વક શ્રી તીર્થંક૨૫૨માત્માની પૂજા કરે તે તીર્થંકર નામગોત્રને બાંધે એમાં કોઈ જાતનો સંદેહ નથી.
* નમો અરિહંતાણં ' એ પદના ૭ અક્ષરો જે જપે છે તે શિઘ્રપણે ભવરૂપી દાવાનળનો ઉચ્છેદ કરે છે કારણ કે તેમાં આત્મા પરમાત્મા છે, એવી ભાવના સતત થયા કરે છે એટલું જ નહિ, પરંતુ આવું ઉચ્ચકોટિનું જ્ઞાન જેમના તરફથી આપણને મળ્યું છે તેમના પ્રતિ કૃતજ્ઞતાનો ભાવ સતત કેળવાય છે.
કૃતજ્ઞતા એ એવો સદ્ગુણ છે કે જેના વડે જીવ પોતાની પાત્રતાનો વિકાસ કરી અનંતસંપત્તિનો અધિકારી બની શકે છે.
‘નમો અરિહંતાણં પદમાં ‘સર્વ વૈરીનો નાશ કરનારા ચક્રવર્તીને નમસ્કાર થાઓ' એવું તેમના સેવકોનું વચન છે અને તે સેવ્ય-સેવકભાવ, સ્વામિ-સ્વામીત્વભાવ પૂજ્ય-પૂજકભાવ પ્રગટ કરનારું વાક્ય છે. આ વાક્ય વડે બોલનાર પોતાનો દાસભાવ બતાવે છે અને શ્રીઅરિહંતો ધર્મચક્રવર્તીઓનો સ્વામિભાવ જણાવે છે. પોતે કિંકર છે અને પ૨માત્મા પોતાના માલિક છે એમ પ્રદર્શિત કરે છે.
પૂજ્ય એવા શ્રી અરિહંતોને નમસ્કાર થાઓ અથવા ગર્હત્મ્ય : પૂખ્યો નમઃ ' પૂજ્યતા પવિત્રતામાં છે, પવિત્રતા પ્રેમમાં છે, પ્રેમ અહિંસામાં છે, અહિંસા ક્ષમામાં છે, ક્ષમા અનુકંપામાં છે, અનુકંપા ભવનિર્વેદમાં છે, ભવનિર્વેદ મોક્ષભિલાષમાં છે, મોક્ષાભિલાષ આસ્તિકતામાં છે અને આસ્તિકતા નમસ્કારમાં છે.
૧૩૮
Jain Education International
*
"
For Private & Personal Use Only
ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ
www.jainelibrary.org