SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્ર શિરોમણિ લયથી ગણતાં, કેઈ તય નરનાર; મરણાંતે તિર્યંચો સુણતાં, વર્યા દેવ અવતાર-ગણ૦ ૫ અડસઠ અક્ષર ધ્યાને સમરો, સંપદા અષ્ટ વિચાર; નવપદ એના દયે ધારો, અડસિદ્ધિ દેનાર-ગણ ૬ સઘળા અક્ષર મહિમાવંતા, ગણજો નર ને નાર; પંચ પરમેષ્ઠિ ભાવે નમતાં, ઉતારે ભવપાર-ગણ૦ ૭ નવકાર કેરો અર્થ અનંતો, શ્રી અરિહાએ ભાખ્યો; ચૌદ પૂર્વના સાર રૂપે એને, સૂત્ર શિરોમણિ દાખ્યો-ગણ૦ ૮ ભણતાં ગુણતાં નિર્જરા થાવે, પાપ પડલ દૂર જાવે; આતમ અરિહા સમીપે આવે, અક્ષય પદને પાવે-ગણ૦ ૯ (રઘુપતિ રાઘવ રાજારામ...એ રાગ). મંગલમય સમરો નવકાર, એ છે ચૌદ પૂરવનો સાર; જેના મહિમાનો નહિ પાર, ભવ જલધિથી તારણહાર... ૧ અરિહંત શાસનના શણગાર, સિદ્ધ અનંતા સુખ દેનાર; સૂરિ-પાઠક-મુનિ ગુરુ મનોહાર, એ પાંચ પરમેષ્ઠિ ઉદાર.. ૨ નવપદ એ નવસેરો હાર, વ્હયે ધરતાં ઊતરે પાર; અડસઠ અક્ષર તીરથ સાર, સંપદ આઠ સિદ્ધિદાતાર... ૩ સતી શિરોમણિ શ્રીમતી નાર, મન શુદ્ધ ગણતી નવકાર; તેનું દુઃખ હરવા તત્કાળ, ફણિધર ફીટી થઈ ફૂલમાળ. ૪ મુનિએ દીધો વન મોજાર, ભીલ ભીલડીને નવકાર; ભાવે જપતાં પૂરણ આય, બે જણ રાજા રાણી થાય. ૫ સમળીને મરતાં નવકાર, દઈ મુનિએ કીધો ઉપકાર; રાજપુત્રી થઈ કર્યો ઉદાર, સુદર્શનાએ સમળી વિહાર... 3 કમઠ કાષ્ઠમાં બળતો નાગ, દેખે પાર્શ્વકુંવર મહાભાગ; સેવક મુખ દીધો નવકાર, ઈન્દ્ર થયો તે નાગકુમાર... ૭ અમર કુંવર જપતાં નવકાર, મહાકષ્ટથી થયો ઉદ્ધાર; રાજા તેના પ્રણમે પાય, નમસ્કાર મહિમા ફેલાય... ૮ પાપપ્રણાશક શ્રીનવકાર, મહામંગલ છે શ્રીનવકાર; વિપ્નવિદારક શ્રીનવકાર, શિવસુખદાયક શ્રીનવકાર... શ્રી પંચપરમેષ્ઠિનવકાર ૪૮૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy