SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ છે. તે જ્ઞાન શ્રી નવકાર સ્પષ્ટપણે કરાવે છે. જ્ઞાનની સાથે શ્રદ્ધા, અને આચરણ જોડાયેલાં છે. તેથી આત્મજ્ઞાન, શ્રદ્ધા, રમણતા એ ત્રણેનો હેતુ શાસ્ત્રવચનની જેમ શ્રી નવકારમંત્ર છે કેમ કે તેમાં સઘળાંય શાસ્ત્રોના સારભૂત આત્મવિષયક જ્ઞાન, શ્રદ્ધાન અને પરિણમન રહેલાં છે. તેથી તેને વિધિપૂર્વક, એકાગ્રતાથી, દઢ શ્રદ્ધાથી, આદર બહુમાનથી, વિસ્મય-પ્રમોદ-પુલકપૂર્વક હંમેશાં ગણવો-ભણવો જોઈએ. શ્રી નવકારના ભાવપૂર્વકના સ્મરણ સમયે થાક હોય તો ઊતરી જાય છે, નવી જ ર્તિનો સંચાર થાય છે. કંટાળો, બેચેની, ગમગીની, આળસ આપોઆપ ઓસરવા માંડે છે. નવીનોમાં નવીન અને સનાતનમાં સનાતન એવા આત્મા જેવો શ્રી નવકાર હોવાથી આત્માને તેની સાથે અનુપમ મેળ છે. જૈન એટલે શ્રી જિનેશ્વરપરમાત્માનો અનુયાયી. અનુયાયી એટલે શ્રી જિનેશ્વરોને નમનારો, તેમ જ તેમણે પ્રકાશેલા ધર્મને શક્તિ ગોપવ્યા સિવાય અનુસરનારો આરાધનારો. જૈનત્વની સાથે શ્રી નવકારને અભેદ છે. જ્યાં શ્રી નવકાર છે ત્યાં જૈનત્વ છે. એકની હયાતીમાં બીજાની હયાતી છે. જૈન એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર વડે રાગદ્વેષ અને મોહને જીતવાની જિનાજ્ઞાનું નિવેધે પાલન કરવામાં શૂરો માણસ, જૈનત્વની વ્યાપ્તિ વ્યવહારથી શ્રી પંચપરમેષ્ઠિની ભક્તિમાં અને નિશ્ચયથી આત્મસ્વરૂપની પ્રાપ્તિમાં છે. જિનને અનુસરીને જ જીવ, સર્વ કર્મ ખપાવી શિવ બની શકે છે એ અનુસરણ માટે આવશ્યક શ્રદ્ધા, મેઘા, ધૃતિ, અનુપ્રેક્ષા વગેરે શ્રી નવકારને અનન્યભાવે સમર્પિત થવાથી પ્રગટે છે. | શ્રી નવકારનો સ્વભાવ જ તારવાનો છે. એટલે ડૂબતો માણસ જે ભાવપૂર્વક લાકડાને પકડી લે છે, તે ભાવપૂર્વક તેને સમર્પિત થઈને અનંતા આત્માઓ તરી ગયા છે. તેમ જ આજે પણ તે દિશામાં આગળ વધી રહ્યા પ્રેમામૃતમાં નાન પ્રભુ પ્રેમથી ભરેલા છે, સર્વ જીવોને આત્મ-સમ જોનારા છે. શ્રી નવકારના આરાધકે પોતામાં પણ એ દષ્ટિ કેળવવી જોઈએ. શ્રી પંચરમેષ્ઠિભગવંતોમાંથી પ્રાણીમાત્રના કલ્યાણની ભાવનારૂપ પ્રેમામૃત વરસી રહ્યું છે એમ જુઓ અને તેમાં આપણે સ્નાન કરી રહ્યા છીએ એમ વિચારો. બુદ્ધિ અને ચારિત્ર ગાયત્રી મંત્ર એ બુદ્ધિનો મંત્ર છે અને શ્રી નવકારમંત્ર એ ચારિત્રનો મંત્ર છે. બુદ્ધિમાન થવું હોય તેણે ગાયત્રી કે જે વેદમાતા છે, તેને જપવાથી કાર્ય સરે છે, પરંતુ ચારિત્રવાન બનવું હોય તેણે શ્રી નવકારમંત્ર કે જે ચૌદપૂવનો સાર છે, તેને જપવો જોઈએ. જ્યાં નવકાર ત્યાં જૈનત્વ ૨૦૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy