________________
નમોપદમૃતિ
વિરક્તિ સુધાને નિવારે છે, ભક્તિ તુષ્ટિકારક છે અને અનુભૂતિ પુષ્ટિને આપે છે.
નમોપદથી બાહ્ય વસ્તુની સુધા, તુષા, તૃષ્ણાદિ ટળે છે. અંતરાત્મભાવ વડે તૃપ્તિ થાય છે. પરમાત્મભાવની અનુભૂતિરૂપ પુષ્ટિ પણ થાય છે. તેથી નમોપદ એ આત્માની ભૂખનું ભોજન છે.
શરીરની ભૂખનું ભોજન જેમ સુધાનિવૃત્તિ, તુષ્ટિ અને પુષ્ટિ કરે છે, તેમ નમોપદનું સ્મરણ ધ્યાનાદિ ભોજનરૂપ બનીને આત્મદ્રવ્યની તુષ્ટિ અને પુષ્ટિ-વૃદ્ધિ કરે છે. પ્રથમ બહિરાત્મભાવનો ત્યાગ કરાવનાર હોવાથી સુધાની નિવૃત્તિ અને તે જ સમયે અંતરાત્મભાવની પ્રાપ્તિ કરાવનાર હોવાથી તૃપ્તિ તથા પરમાત્મભાવની આંશિક અનુભૂતિ કરાવનાર હોવાથી પુષ્ટિ-વૃદ્ધિ અનુભવાય છે.
તેથી જ્યારે જીવને વિષયોની ભૂખ લાગે ત્યારે તેનું નિવારણ કરવા માટે નમોપદનું ભોજન કરાવવું જોઈએ. એ આધ્યાત્મિકભોજન વિષય-ભોગની ભૂખ ભાંગે છે, કેમ કે તેમાં સવિચાર અને તત્ત્વવિચારનું અમૃતભોજન મળે છે. તે મળતાં જ અંતરાત્મા તૃપ્તિ અનુભવે છે અને તેની સાથે જ પરમાત્મભાવનો સ્પર્શ થવારૂપ પુષ્ટિ અનુભવાય છે.
વિષયોના રાગથી થતી અશાન્તિ નમો પદના જાપથી ટળે છે. તેનું કારણ નમો પદ વડે શુદ્ર વિષયોના રાગના સ્થાને પંચપરમેષ્ઠિભગવંતો પ્રત્યે અનુરાગ જાગે છે. એ અનુરાગ અશાન્તિ ટાળે છે અને શાન્તિ ચખાડે છે.
જેમ ભોજન વડે ભૂખ ભાંગવાની સાથે જ તુષ્ટિ-પુષ્ટિનો પણ અનુભવ થાય છે, તેમ વિષયોની અભિલાષારૂપ ભૂખ ભાંગતાની સાથે જ નમોપદના રટણથી ઓત્મગુણોની અભિમુખતા થવાથી તુષ્ટિ અને પુષ્ટિ મળે છે.
નમોપદમાં વૈરાગ્ય, ભક્તિ અને જ્ઞાન ત્રણે રહેલાં છે. વૈરાગ્ય એટલે પરમપદોના પ્રેમમાંથી ફલિત થતી તુચ્છ વિષયો પ્રત્યેની તટસ્થતા ભક્તિ એટલે સ્વ સ્વરૂપાદર જ્ઞાન એટલે સ્વ સ્વરૂપની યથાર્થ સમજ પ્રેમ એ શેરડી છે. વૈરાગ્ય એ ચંદન છે અને જ્ઞાન એ કંચન છે. નમોપદ ચંદનની જેમ શીતળતા, શેરડીની જેમ મધુરતા અને કંચનની જેમ શુદ્ધતા અર્પે છે.
અનાત્મા કરતાં આત્માનું મૂલ્ય ખૂબ જ અધિક છે, એવું નમોપદ સમજાવે છે. કેમ કે તે વડે અનાત્મભાવની વિસ્કૃતિ અને આત્મભાવની સ્મૃતિ જાગે છે. વળી નમોપદ વડે સમર્પણયોગ સધાય છે. સમર્પણયોગ શરણાગતિ સ્વરૂપ છે. શરણાગતિ એક વખતે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનું કારણ બને છે.
નમો પદ વડે ઈશ્વરપ્રણિધાન થાય છે. ઈશ્વર એટલે સર્વ સમર્થ પરમાત્મા, તેનું પ્રણિધાન એટલે પ્ર=પ્રકર્ષીણ-ધાન-સ્થાપન અર્થાત્ પોતાની સમગ્રતાની પરમાત્મભાવમાં અત્યંત અને પરિપૂર્ણ સ્થાપના તે પ્રણિધાન છે. પરમાત્મામાં જાતનો ન્યાસ અથવા જતમાં પરમાત્માનો ન્યાસ-એ બે અર્થ પ્રણિધાનમાંથી નીકળે છે. નમોપદ વડે જાતનો પરમાત્મામાં અને પરમાત્માનો જાતમાં વિન્યાસ થાય છે, તેથી તે ઉત્કૃષ્ટ પ્રણિધાન છે. નમોપદથી ‘તેનો “હું અને તે જ “હું” એવા બે અર્થો સિદ્ધ થાય છે અને તદ્દનુકૂળ જીવનસરણી રચાય છે.
છે. સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ પS
3
જ
૨૦૮
i
TO THE
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org