________________
નમોપદ વડે વિષયોમાં નીરસપણાની અને પરમેષ્ઠિમાં સરસપણાની ભાવના રચાય છે. વિષયો જ સંસાર છે. વિષયો ભુલાયા એટલે સંસાર ભુલાયો જ સમજવાનો. નમોપદ વિષયોને ભુલાવે છે અને નિર્વિષયી આત્મસ્વરૂપનું દર્શન કરાવે છે.
ભાવના એ સાધના છે. ધ્યાન એ સાધ્ય છે. નમોપદ ભાવના સ્વરૂપ છે અને અરિહંતાણંપદ ધ્યાન સ્વરૂપ
વિષયોનો રસ ત્યારે જ જાય કે જ્યારે તેનાથી ચઢિયાતો બીજા વિષયનો રસ જાગે. એ રસ જગાડવાનું કામ અરિહંતોના ધ્યાનથી થાય છે અને વિષયોનો રસ ઘટાડવાનું કામ નમોપદની ભાવનાથી થાય છે.
વિષયોનું સ્મરણ પોતાની મેળે થાય છે. કારણ કે અનાદિથી તે તરફ ઝોક રહેલો છે. જ્યારે દેવ-ગુરુનું સ્મરણ અભ્યાસ માગે છે. એ અભ્યાસ દઢ થયા પછી વિષયોનું સ્મરણ આપોઆપ ટળી જાય છે.
અભ્યાસને દઢ કરવા માટે નમોપદની ભાવના નિતાંત આવશ્યક છે, કે જેથી બહિરાત્મભાવ ટળે છે અને અંતરાત્મભાવ વધે છે. તેથી ભાવનો વિષય શુદ્ધાત્મા બને છે અને તેમાં જ પ્રીતિ વધવાથી વિષયોનું આકર્ષણ નાશ પામે છે.
ચતુર્વિધ શ્રી સંઘની ભક્તિ
શ્રી નવકારના પ્રથમ પદમાં સર્વ જીવો પ્રત્યે નિષ્કામ પ્રેમ અને નિષ્કારણ કરુણા રાખનારા સર્વ જિનેશ્વરભગવંતોને નમસ્કાર છે. તેમણે સર્વ જીવોના હિત માટેનું શાસન સ્થાપ્યું છે. તેમનો સર્વ જીવો ઉપર તો ઉપકાર છે જ પરંતુ સર્વ ઉપકારીઓ ઉપર પણ ઉપકાર છે.
બીજા પદમાં સર્વ જીવો પ્રત્યે સમત્વ સંપૂર્ણપણે પ્રગટાવીને સર્વકર્મથી મુક્ત થનાર સિદ્ધભગવંતોને નમસ્કાર
ત્રીજા પદમાં સર્વ જીવોને હિતકારી આચારોનું પાલન સ્વંય કરનારા અને ઉપદેશાદિથી અન્ય પાસે કરાવનારાને નમન છે.
ચોથા પદમાં સર્વ જીવોને હિતનો માર્ગ જેમાં દર્શાવ્યો છે, તે શ્રી જિનેશ્વર- દેવોનાં શાસ્ત્રોનું પોતે અધ્યયન કરનાર, બીજાને કરાવનાર, સર્વસત્ત્વના હિતના ઉપાયો સ્વંય સમજનાર બીજાને સમજાવનારને નમસ્કાર છે.
પાંચમા પદમાં સર્વ જીવોના કલ્યાણનો જે મહામાર્ગ છે, તેને અનુસરનારા પંચ-મહાવ્રતધારી પદમાં સાધુઓને નમસ્કાર છે
આ પાંચ નમસ્કારમાં તન્મય થવા માટે સર્વ જીવોનું હિત હૈયામાં ધરવું જોઈએ અને અહંને ઓગાળવો જોઈએ.
આરાધક પોતે સર્વ કરતાં ચઢીઆતો છે એમ નહિ, પણ સર્વ પ્રત્યે સમાનભાવથી જોનારો અને સર્વનું હિત અને શ્રેય થાય એવી બુદ્ધિથી આરાધના કરનારો હોવો જોઈએ.
શ્રી નવકારના આરાધકે ઓછામાં ઓછું જાત અને સ્વાર્થને ગૌણ કરવા જોઈએ.
જેના હૈયામાં સ્વાર્થ ખીચોખીચ ભર્યો હોય, જેને બીજા કોઈનો વિચાર જ ન હોય, સર્વ જીવોના હિતની મુદ્દલ ચિંતા ન હોય, તથા એવી ચિતા ધારણ કરનારા ચતુર્વિધ શ્રી સંઘ, સાધર્મિક કે શાસન પ્રત્યે હૃદયમાં ભક્તિ ન હોય તેને શ્રી નવકાર સાથે સંબંધ કેમ થાય? એ નવકાર ગણે તોપણ તેને ફળે કેવી રીતે?
નમોપદસ્કૃતિ
૨૦૯
Jan Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org