SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ મોહ એટલે ‘ન્હેં મમ’ બુદ્ધિ. તે “નારૂં મૈં મમ” બદ્ધિથી જાય છે અને નમસ્કાર વડે ‘નારૂં ન મમ' બુદ્ધિ પુષ્ટ થાય છે. કર્મકૃતભાવોમાં ‘ન્હેં મમ” બુદ્ધિ છૂટી કેવળ આત્મભાવમાં અને આત્મગુણોમાં ‘અહં મ’ બુદ્ધિ ઉત્પન્ન ક૨વાનું કાર્ય નમસ્કારમંત્રથી થાય છે. તેથી તે મોહ જીતવાનો મંત્ર છે. નમસ્કાર વડે અપરતત્ત્વની લઘુતા તથા તુચ્છતાનું દર્શન થાય છે તથા પરતત્ત્વની ઉચ્ચતા અને મહત્તા તથા દિવ્યતા અને ભવ્યતાનું ભાન થાય છે. નમસ્કારભાવના પ્રભાવે એક બાજુ અહંકારનો ફોલ્લો ફૂટી જાય છે અને મમકા૨નું પરુ નીકળી જાય છે, જ્યારે બીજી બાજુ આત્માને પરમ શાન્તિ અને આનંદનો અનુભવ થાય છે. તત્ત્વ અને તીર્થ સિદ્ધત્વ એ તત્ત્વ છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ તીર્થ છે. અરિહંતથી દર્શન, આચાર્યથી ચારિત્ર, ઉપાધ્યાયથી જ્ઞાન અને સાધુભગવંતોથી તપ મળે છે. નવેય પદો મળીને તત્ત્વ અને તીર્થ બને છે. સમગ્રવિશ્વ ઉપર શાસન અષ્ટકર્મને જીતનારાઓનું ચાલે છે. તેને સૂચવનાર મંત્ર · ૐ નમઃ સિદ્ધ ' છે. સિદ્ધોને નમીને તીર્થંકરો દીક્ષા લે છે અને તીર્થને નમીને દેશના આપે છે. ‘સિદ્ધ’ એ આત્માનું શુદ્ધસ્વરૂપ છે અને ‘તીર્થ’ એ શુદ્ધસ્વરૂપને પામવાનો માર્ગ છે. વ્યવહારનય તીર્થનું બહુમાન કરે છે અને નિશ્ચયનય તત્ત્વને ઉપદેશે છે. તીર્થનમસ્કારથી માર્ગની રક્ષા થાય છે અને સિદ્ધનમસ્કારથી તત્ત્વનું પ્રણિધાન થાય છે. તત્ત્વના પ્રણિધાનપૂર્વક થતું તીર્થનું આરાધન મોક્ષમાર્ગ બને છે. તીર્થને નમસ્કાર એ માર્ગનું બહુમાન છે. તીર્થંકરો તીર્થ અને સિદ્ધ ઉભયને નમે છે. નવકારનો સાર શુદ્ધાત્મા નવકાર સમગ્ર દ્વાદશાંગીરૂપ ગુણરત્નોની પેટીનો પરમસાર-પ્રધાનરહસ્ય અને શુદ્ધનયપરિણમન છે. નવકા૨ વડે શુદ્ધનયનું પરિણમન થતું હોવાથી તે દ્વાદશાંગીનો સાર-પરમરહસ્ય ગણાય છે. શુદ્ધવ્યવહારથી-કૃતજ્ઞતાદિ ગુણોના પાલનથી શુદ્ધનિશ્ચયમાં નિશ્ચલપણું પ્રાપ્ત થાય છે. શુદ્ધનયની ભાવના સ્થિર કરવા માટે શુદ્ધ-વ્યવહાર જરૂરી છે. શુદ્ધવ્યવહાર તે તીર્થ છે, શુદ્ધનિશ્ચય તે તત્ત્વ છે અને તત્ત્વ એ તીર્થસેવાનું ફળ છે. શુદ્ધવ્યવહાર વડે પાપના અનુબંધો તૂટે છે અને પુણ્યના અનુબંધો પડે છે. કૃતઘ્નતા વડે પાપના અનુબંધો પડે છે અને કૃતજ્ઞતા વડે પુણ્યના અનુબંધો પડે છે, તેથી કૃતજ્ઞતાગુણનું પાલન ધર્મમાર્ગમાં અનિવાર્ય છે, તે વિના સ્વતંત્રતા પ્રાપ્ત થતી નથી. ભગવાન ગુણપ્રકર્ષવાન છે. કૃતજ્ઞતા પણ ગુણ છે, તેથી ભગવાન કૃતજ્ઞતાગુણના પણ પ્રકર્ષવાળા છે. નમ્રતા એ ગુણ છે, તો ભગવાન નમ્રતાગુણના પણ પ્રકર્ષવાળા છે. પરમેષ્ઠિનમસ્કાર ચૌદપૂર્વનો સાર છે. એનો અર્થ પરમેષ્ટિથી કથંચિત્ અભિન્ન એવો આત્મા જ ચૌદપૂર્વનો સાર છે, ત્રણ લોકનો સાર છે. ત્રણ લોકમાં સાર ચૌદપૂર્વ, ચૌદપૂર્વમાં સાર નવકાર અને નવકારનો સાર શુદ્ધઆત્મા. નમસ્કારમંત્ર વડે આત્મજ્ઞાન જૈનશાસ્ત્રોનો ઉપદેશ છે કે જગતનાં તુચ્છસુખોની ખાતર આત્માને ભૂલવો ન જોઈએ. અનુપ્રેક્ષાકિરણ ૪ Jain Education International For Private & Personal Use Only ૩૭૧ www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy